________________
૨૦૭
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪| સૂત્ર-૨૧ ભાષ્યાર્થ:
વાક્ષH.... અવતતિ / અને યથાક્રમ આ સૌધર્માદિમાં ઉપર ઉપરના દેવો પૂર્વ પૂર્વથી આ સ્થિતિ આદિ અથ વડે અધિક છે. ત્યાં=સ્થિતિ આદિમાં, સ્થિતિ ઉત્કૃષ્ટ અને જઘન્ય આગળમાં-સૂત્ર-૨૯૪રમાં, કહેવાશે. વળી અહીં=સૂત્રમાં, વચનમાં=કથનમાં, પ્રયોજન છે.
શું પ્રયોજન છે ? તે સ્પષ્ટ કરે છે –
જેઓની પણ=નીચેના દેવલોક કરતાં ઉપરના દેવલોકમાં જેઓની પણ, સમાન સ્થિતિ છે તેઓને પણ ઉપર ઉપરના દેવલોકના ગુણથી=સુખરૂપ ગુણથી, અધિક હોય છે. એ પ્રમાણે જે રીતે પ્રતીત થાય છે="સ્થિતિ અધિકા” એ પ્રકારના સૂત્રના વચનથી પ્રતીત થાય છે.
પ્રભાવથી અધિક છે=ઉપર ઉપરના દેવો અધિક છે. નિગ્રહ, અનુગ્રહ, વિક્રિયા, પર-અભિયોગાદિમાં જે પ્રભાવ સૌધર્મ દેવોનો છે તે અનંતગુણ અધિક ઉપર ઉપરમાં છે. વળી મંદ અભિમાનપણું હોવાને કારણે અલ્પ સંક્લિષ્ટપણું હોવાથી ઉપર ઉપરના દેવો પ્રવર્તતા નથી=વિગ્રહ-અનુગ્રહાદિ પ્રવૃત્તિમાં પ્રવર્તતા નથી અને ક્ષેત્ર સ્વભાવ જનિત શુભ પુદ્ગલના પરિણામને કારણે સુખથી અને વૃતિથી અનંતગુણ પ્રકર્ષથી અધિક છે=ઉપર ઉપરના દેવો અધિક છે. લેગ્યાની વિશુદ્ધિથી અધિક છે=પૂર્વ પૂર્વના દેવો કરતાં ઉત્તર ઉત્તરના દેવો અધિક છે. આમતા=સૌધર્માદિ દેવોના, વેશ્યાનો નિયમ આગળમાં કહીશું. વળી અહીં કહેવામાં પ્રયોજન છે. જે પ્રમાણે જણાય છે=લેશ્યાનો નિયમ આગળ કહેવાતા હોવા છતાં અહીં પણ લથાનું કથન કર્યું જેનાથી જણાય છે. શું જણાય છે ? તે બતાવે છે –
જેમાં પણ વિધાનથી તુલ્ય છે ત્યાં પણ વિશદ્ધિથી અધિક છે=જે સ્થિતિ આદિમાં નીચેના અને ઉપરવા દેવોમાં સમાન વિધાન છે ત્યાં પણ વિશુદ્ધિથી=લેશ્યાની વિશુદ્ધિથી, ઉપરના દેવો અધિક છે એ જણાય છે, અથવા કર્મવિશુદ્ધિથી જ અધિક છે=ઉપર ઉપરના દેવો અધિક છે. ઈદિયતા વિષયથી અધિક છે=નીચે નીચેના દેવો કરતાં ઉપર ઉપરના દેવો અધિક છે. આ જ અર્થને સ્પષ્ટ કરે છે – સૌધર્મ દેવોનું દૂરથી ઈષ્ટ વિષયની ઉપલબ્ધિમાં જે ઇન્દ્રિયનું પટપણું છે તે ઈન્દ્રિયોનું પર્પણું, ઉપર ઉપરના દેવલોકમાં અધિક છે; કેમ કે પ્રકૃષ્ટતર ગુણપણું છે અને અલ્પતર સંક્લેશપણું છે. અવધિ વિષયથી પણ અધિક છે=ઉપર ઉપરના દેવો અધિક છે. સૌધર્મદિવો અને ઈશાનદેવો અવધિના વિષયથી નીચે રત્નપ્રભાને જુએ છે, તિમાં અસંખ્યાત લાખ યોજન જુએ છે અને ઊર્ધ્વમાં પોતાના ભવન સુધી જુએ છે. સનસ્કુમારદેવો અને મહેન્દ્રદેવો શર્કરપ્રભા પૃથ્વીને જુએ છે, વિચ્છમાં અસંખ્યાત લાખ યોજન જુએ છે અને ઊર્ધ્વમાં પોતાના ભવન સુધી જુએ છે. એ પ્રમાણે શેષ દેવો ક્રમસર જાણવા. વળી અનુત્તર વિમાનવાસી સંપૂર્ણ લોકલાડીને જુએ છે. જેઓને પણ=સૌધર્મઈશાનાદિ જે દેવોને પણ, ક્ષેત્રથી તુલ્ય અવધિ વિષય છે=નીચેનું રત્નપ્રભા સુધી અને તિથ્થુ તુલ્ય