________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪ / સૂત્ર-૧૫
ભાવાર્થ:
પાંચમા અધ્યાયમાં વર્તનાદિ લક્ષણ અનંત સમયવાળો કાલ છે એ પ્રમાણે ગ્રંથકારશ્રીએ કહ્યું છે, તે કાલનો વિભાગ જ્યોતિષ દેવોના ગતિવિશેષથી કરાયેલો છે. સૂત્રમાં કાલ વિભાગ તત્કૃત છે એમ કહ્યું એનો અર્થ સ્પષ્ટ કરતાં ભાષ્યકારશ્રી કહે છે
૧૯૬
જ્યોતિષ દેવોનાં વિમાનો જે પરિભ્રમણ કરી રહ્યા છે, તે પરિભ્રમણવિશેષરૂપ હેતુથી તે જ્યોતિષ દેવો વડે કરાયેલો આ કાલ વિભાગ છે.
કઈ રીતે જ્યોતિષ દેવો વડે આ કાલ વિભાગ કરાયો છે ? તે બતાવે છે
અનુભાગ, ચાર, અંશ એ ત્રણેય ચાર વિશેષને બતાવનાર છે. તેથી જ્યોતિષ દેવોના ગમનનો સૌથી અલ્પકાલ તે અનુભાગ, ચાર કે અંશથી વાચ્ય છે. ત્યારપછી અમુક અંશોની કલા થાય અમુક કલાનો લવ થાય અમુક લવની નાલિકા થાય ઇત્યાદિ વિભાગ છે. અને તે પ્રમાણે સંવત્સર અને યુગ સુધી લોકપ્રસિદ્ધ આ વિભાગ છે. તે સર્વ જ્યોતિષ દેવોની ગતિવિશેષ કૃત છે.
આ રીતે જ્યોતિષ દેવોની ગતિ વિશેષથી થયેલો અઢી દ્વીપ અંતર્ગત કાલનો વિભાગ બતાવ્યા પછી અન્ય પ્રકારે કાલનો વિભાગ બતાવે છે
-
-
=
વળી કાલ પ્રત્યુત્પન્ન છે=વર્તમાન છે, અતીત છે અને અનાગત છે. આ રીતે અપેક્ષાથી કાલના ત્રણ ભેદ છે. વળી અન્ય રીતે કાલ ત્રણ પ્રકા૨નો કહેવાયો છે – સંખ્યાત કાલ, અસંખ્યાત કાલ અને અનંત કાલ. આ સંખ્યાતાદિ ત્રણ ભેદમાં સૌથી જઘન્યકાલ શું છે ? તે બતાવીને તેના બલથી સંખ્યાત-અસંખ્યાત અને અનંત કાલના સ્વરૂપને બતાવવા અર્થે ભાષ્યકારશ્રી કહે છે
-
૫૨માણુ જ્યારે સર્વ જઘન્ય ગતિપરિણામવાળો હોય છે ત્યારે તેની ગતિની ક્રિયા પરમ સૂક્ષ્મ હોય છે. અર્થાત્ તેનાથી સૂક્ષ્મ ક્રિયા પ્રાપ્ત ન થઈ શકે તેવી પરમ સૂક્ષ્મ ક્રિયા હોય છે. જ્યારે ૫૨માણુ મધ્યમ ગતિથી જતો હોય ત્યારે સ્થૂલ ક્રિયા હોય છે અને જ્યારે પરમાણુ તીવ્ર ગતિથી જતો હોય ત્યારે અત્યંત સ્કૂલ ક્રિયા હોય છે; કેમ કે તે વખતે પરમાણુ માત્ર એક જ સમયમાં લોકના એક છેડેથી બીજા છેડામાં પહોંચી જાય
છે.
૫૨માણુમાં જ્યારે પરમ સૂક્ષ્મ ક્રિયારૂપ સર્વ જઘન્ય ગતિપરિણામ હોય ત્યારે તે પરમાણુ જે આકાશપ્રદેશ ઉપર રહેલો હોય તેના અનંતર આકાશપ્રદેશ ઉપર તે જાય છે. તે અનંતર આકાશપ્રદેશના ગમનમાં જે કાલ થાય છે, તે કાલને શાસ્ત્રીય પરિભાષામાં સમય કહેવાય છે. આ સમય અત્યંત દુરધિગમ છે; કેમ કે કેવલી સિવાય અન્ય કોઈ તે કાલના વિભાગને જાણવા સમર્થ નથી. વળી, કેવલીથી પણ તે સમયનો નિર્દેશ કરી શકાતો નથી તેથી સમય અનિર્દેશ્ય છે.
સમય કેમ અતિ દુરધિગમ અને અનિર્દેશ્ય છે ? તે સ્પષ્ટ કરવા ભાષ્યકા૨શ્રી કહે છે
તે સમય પ્રમાણ કાલમાનને ભગવાન પ૨મ ઋષિ એવા કેવલીઓ જાણે છે, પરંતુ નિર્દેશ કરી શકતા