________________
૧૯૪
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૧૫ પક્ષો, માસો, ઋતુઓ, અયનો, સંવત્સરો, યુગ એ લૌકિક સમાન વિભાગ છે. વળી અન્ય વિકલ્પ પ્રત્યુત્પન્ન=વર્તમાન, અતીત=ભૂત, અને અનાગત=ભવિષ્ય, એ પ્રકારનો ત્રિવિધ વિભાગ છે. ફરી ત્રિવિધ કાલ કહેવાય છે – સંખ્યાત, અસંખ્યાત અને અનંત. -
ત્તિ' શબ્દ કાલની સંખ્યાની સમાપ્તિ માટે છે.
ત્યાં-ત્રણ પ્રકારના કાલમાં, પરમ સૂક્ષ્મક્રિયાવાળા સર્વ જઘન્ય ગતિપરિણત પરમાણુનો સ્વાવગાહનાક્ષેત્રના વ્યતિક્રમવાળો કાળ સમય એ પ્રમાણે કહેવાય છે, પરંતુ તે અત્યંત દુરધિગમ છે અને અનિર્દેશ્ય છે. હિં=જે કારણથી તેને=સમય પ્રમાણ કાળને, ભગવાન પરમ ઋષિ એવા કેવલીઓ જાણે છે, પરંતુ નિર્દેશ કરતા નથી; કેમ કે પરમ વિરુદ્ધપણું છે અત્યંત સૂક્ષ્મ છે.
અહીં પ્રશ્ન થાય કે પરમ નિરુદ્ધ એવા સમયને કેવલીઓ કેમ નિર્દેશ કરતા નથી ? એથી કહે છે – પરમ વિરુદ્ધ એવા તેમાં સમયમાં, ભાષાદ્રવ્યોના ગ્રહણ-નિસર્ગના કરણના પ્રયોગનો અસંભવ
કૃતિ' શબ્દ સમય અનિર્દેશ્ય છે તે કથનથી સમાપ્તિ માટે છે. વળી અસંખ્યય સમયો, આવલિકા છે=અસંખ્યાત સમય પ્રમાણ આવલિકા છે. અને સંખ્યય તે આવલિકાઓ, ઉગ્વાસ છે=સંખ્યાત આવલિકા પ્રમાણ ઉગ્વાસ છે, અને વિશ્વાસ છે. તે ઉચ્છવાસનિઃશ્વાસ, બળવાન પટુઈન્દ્રિયવાળા, કલ્પન્નરોગ રહિત, મધ્યમ વયવાળા, સ્વસ્થ મનવાળા પુરુષનો પ્રાણ છે=પ્રાણ સ્વરૂપ કાલમાન છે. સાત તે=પ્રાણ, સ્ટોક છે સાત પ્રાણ પ્રમાણ એક સ્તોક છે. સાત તે સ્તોક, લવ છે=સાત સ્તોક પ્રમાણ એક લવ છે. તે લવ, આડત્રીસ અને અર્ધ તાલિકા છે=સાઈ આડત્રીસ લવ પ્રમાણ તાલિકા છે. બે તેeતાલિકા, મુહૂર્ત છે=બે તાલિકા પ્રમાણ મુહૂર્ત છે. ત્રીસ તે અહોરાત્ર છે ત્રીસ મુહૂર્તનું અહોરાત્ર છે. પંદર તે પક્ષ છે=પંદર અહોરાત્રનો પક્ષ છે. તે પક્ષ, બે શુક્લ અને કૃષ્ણ માસ છે કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ એ બે એક માસ છે. તે બે ઋતુ છે=બે માસ પ્રમાણ એક ઋતુ છે. તે ત્રણ અયન છે ત્રણ ઋતુ પ્રમાણ અયન છે. તે બે સંવત્સર છે બે અયન પ્રમાણ સંવત્સર છે. તે સંવત્સર, ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત, ચંદ્ર, અભિવર્ધિત નામના પાંચ યુગ થાય છે–ચંદ્ર, ચંદ્ર આદિ નામવાળા પાંચ વર્ષોનો એક યુગ થાય છે. અને તેના મધ્યમાં અને અંતમાં એ અધિક માસ થાય છે એક યુગના મધ્યમાં અભિવર્ધિતરૂપ વર્ષમાં અધિક માસ થાય છે અને અંતમાં અભિવર્ધિતરૂ૫ વર્ષમાં અધિક માસ થાય છે. સૂર્ય, સાવન, ચંદ્ર, નક્ષત્ર, અને અભિવધિત યુગનાં નામો છે સૂર્યયુગ, સાવલયુગ, ચંદ્રયુગ, નક્ષત્રયુગ અને અભિવર્ધિતયુગ એમ પાંચ તામવાળા પાંચ પ્રકારના યુગોનાં નામો છે. ચોરાશી લાખ વર્ષ પ્રમાણ પૂર્વાગ છે. ચોરાશી લાખ પૂવાંગતું એક પૂર્વ છે. એ રીતે પૂર્વમાં પૂવગ અને પૂર્વ બતાવ્યું એ રીતે, ત્યાં સુધી અયુત કમલ, નલિન, કુમુદ, તુડી, અડડ, અવવા, હાહા અને હૂહૂ સુધી, ચોરાશી લાખથી ગુણાયેલા સંગેય કાલ થાય છે.