________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૧૫
૧૯૫
• અહીં “વં તાવત્ ઝયુતમતનનીનમુવતુટ્યડડાવવાહાહૂધૂપર્યન્તમ્ ચતુરશીતિશતસહસ્રમુળા: સંધ્યેયાત:।” આ પ્રમાણે પાઠ હોવાની સંભાવના છે.
આનાથી ઊર્ધ્વ=પૂર્વમાં સંધ્યેય કાળ શાસ્ત્ર મર્યાદાનો સાર બતાવ્યો એનાથી ઊર્ધ્વ, ઉપમાથી નિયત કાળને અમે કહીશું. તે આ પ્રમાણે – યોજન વિસ્તીર્ણ, યોજન ઊંચો, વૃત્ત આકારવાળો એવો પ્યાલો એક રાત્રિ આદિથી માંડીને ઉત્કૃષ્ટ સાત રાત્રિથી ઉત્પન્ન થયેલા બાળકના રોમના વાળોથી ગાઢ પૂર્ણ થાય અને સો સો વર્ષે એક એકને કાઢવામાં આવે છે. તે શુદ્ધિના નિયમથી=તે પ્યાલો ખાલી થવાની મર્યાદાથી જેટલા કાળોથી તે પ્યાલો ખાલી થાય તે પલ્યોપમ છે. તે=પલ્યોપમ, દશ કોટાકોટીથી ગુણિત સાગરોપમ છે.
* (અહીં કોઈક પાઠ છૂટી ગયો હોય તેમ જણાય છે. અને આ પ્રકારનો પાઠ હોવાની સંભાવના જણાય છે. एतानि पल्योपमानि सागरोपमानि च सूक्ष्मबादरभेदेन अनेकधा भवन्ति । तत्र सूक्ष्माद्धापल्योपमा कालमानार्थं ग्राह्यम् सच प्रत्येकवालाग्रस्य असंख्येयानि अदृश्यानि खंडानि कृत्वा बुद्ध्या पल्यम् भ्रियते ।)
તે પાઠ પ્રમાણે એ અર્થ પ્રાપ્ત થાય કે આ પલ્યોપમ અને સાગરોપમ બતાવ્યાં એ સૂક્ષ્મ-બાદરના ભેદથી અનેક પ્રકા૨વાળું છે. તેમાંથી સૂક્ષ્મ અહ્વા પલ્યોપમ કાલમાન માટે ગ્રહણ કરવાનું છે. અને તે સૂક્ષ્મ અહ્વા પલ્યોપમ - જે વાળાગ્ર કહ્યો છે તે પ્રત્યેક વાળના અદશ્ય એવા અસંખ્ય ટુકડા કરવામાં આવે તે એકેક ટુકડો સો વર્ષે કાઢવામાં આવે તેનાથી તે પલ્યોપમ મપાય છે.
તે ચાર કોટાકોટી સાગરોપમ પ્રમાણ સુષમસુષમા આરો છે, ત્રણ કોટાકોટી સાગરોપમ પ્રમાણ સુષમા આરો છે, બે કોટાકોટી સાગરોપમ પ્રમાણ સુષમદુષમા આરો છે, બેંતાલીસ હજાર ન્યૂન એક કોટાકોટી સાગરોપમ પ્રમાણ દુષમસુષમા આરો છે. એકવીશ હજાર વર્ષનો દુષમા આરો છે અને તેટલો જ દુષમદુષમા આરો છે.
અવત્સર્પિણી-ઉત્સર્પિણીના આપૂર્વમાં બતાવ્યા તે, છ આરા અનુલોમ પ્રતિલોમ ભરત એરવતમાં દિવસ-રાતની જેમ અનાદિ અનંત પરિવર્તન પામે છે=ભૂતકાળમાં સદા હતા અને ભવિષ્યમાં સદા રહેશે તે રીતે પરિવર્તન પામે છે. તે બેમાં=અવત્સર્પિણી-ઉત્સર્પિણીમાં, શરીર, આયુષ્ય, શુભ પરિણામના અનંત ગુણની હાનિ વૃદ્ધિ છે=અવત્સર્પિણીમાં શરીરાદિ ત્રણેયના પરિણામોની હાનિ છે અને ઉત્સર્પિણીમાં વૃદ્ધિ છે. અશુભ પરિણામોની વૃદ્ધિ હાનિ થાય છે=અનંતગુણ વૃદ્ધિ હાનિ થાય છે.
અવસ્થિત=સુષમસુષમાદિ ભાવો અવસ્થિત, અને અવસ્થિત ગુણવાળા=શરીરાદિ અને પરિણામરૂપ અવસ્થિત ગુણવાળા, એકેક અન્યત્ર છે=ભરત ઐરવત સિવાય અન્ય ક્ષેત્રોમાં છે. તે આ પ્રમાણે – કુરુક્ષેત્રમાં સુષમસુષમા છે. હરિ અને મ્યક્ વર્ષોમાં સુષમા છે. હૈમવંત અને હૈરણ્યવંતમાં સુષમદુષમા અનુભાવો છે. વિદેહમાં અને અંતરદ્વીપમાં દુષમસુષમા છે. એ વગેરે પર્યાયથી પ્રાપ્ત કાળવિભાગ મનુષ્યક્ષેત્રમાં જાણવો.
‘કૃતિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિમાં છે. ૪/૧૫||