________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪ / સૂત્ર-૧૫, ૧૬
૧૯૯
નામનો ચોથો આરો હોય છે, એકવીસ હજાર વર્ષનો દુષમા નામનો પાંચમો આરો હોય છે અને એકવીસ હજાર વર્ષનો દુષમદુષમા નામનો છઠ્ઠો આરો હોય છે. આ છએ આરાઓ ભરત અને ઐરવતમાં અવત્સર્પિણીમાં અનુલોમથી અને ઉત્સર્પિણીમાં પ્રતિલોમથી દિવસ-રાત્રિની જેમ અનાદિ કાળથી અને અનંત કાળ સુધી શાશ્વત પરિવર્તન પામે છે.
વળી અવત્સર્પિણીમાં પ્રથમ આરાથી માંડીને છઠ્ઠા આરા સુધી શરીરનું પરિણામ, આયુષ્યનું પરિણામ અને પુદ્ગલોનો શુભ પરિણામ ક્રમસર અનંતગુણથી હાનિ પામે છે અને ઉત્સર્પિણીમાં ક્રમસર વૃદ્ધિ પામે છે. શરીર આદિના અશુભ પરિણામો અવસર્પિણીમાં ક્રમસર વધે છે અને ઉત્સર્પિણીમાં ક્રમસર ઘટે છે. ભરત ઐરવત સિવાયનાં અન્ય મનુષ્યક્ષેત્રોમાં અવસ્થિત સુષમાદિ છે અને અવસ્થિત ગુણવાળાં તે તે ક્ષેત્રો છે, તેમાંથી કેટલાં ક્ષેત્રો સુષમસુષમાની જેમ પ્રથમ આરા જેવાં છે અને કેટલાં ક્ષેત્રો બીજા આદિ આરા જેવાં છે ? તે ભાષ્યકારશ્રી સ્પષ્ટ કરે છે –
કુરુક્ષેત્રમાં સુષમસુષમા નામના પ્રથમ આરાનો અનુભાવ છે, હરિવંશ અને રમ્યક્ ક્ષેત્રમાં સુષમા નામના બીજા આરાનો અનુભાવ છે, હેમવંત અને હૈરણ્યવંતમાં સુષમદુષમા નામનો ત્રીજા આરાનો અનુભાવ છે જ્યારે વિદેહમાં=મહાવિદેહમાં, અને અંતરદ્વીપમાં દુષમસુષમા નામના ચોથા આરાનો અનુભાવ છે.
આ વગેરે=પૂર્વમાં વર્ણન કર્યું એ, અને આદિ શબ્દથી પુદ્ગલપરાવર્તન આદિ મનુષ્યક્ષેત્રમાં પર્યાયથી આપન્ન કાલ વિભાગ જાણવો. Il૪/૧૫॥
અવતરણિકા -
સૂત્ર-૧૪માં કહેલ કે મનુષ્યલોકમાં મેરુની પ્રદક્ષિણાને કરતા નિત્યગતિવાળા જ્યોતિષ્કો છે. તેથી હવે મનુષ્યલોકથી બહારમાં કેવા જ્યોતિકો છે ? એ પ્રકારની શંકામાં કહે છે
-
સૂત્રઃ
વહિરવસ્થિતાઃ ।।૪/૬।।
સૂત્રાર્થ :
બહિર્=મનુષ્યલોકથી બહાર, અવસ્થિત છે=જ્યોતિષ્ક દેવો અવસ્થિત છે. II૪/૧૬
ભાષ્યઃ
नृलोकाद् बहिर्ज्योतिष्काः अवस्थिताः, अवस्थिता इत्यविचारिणः अवस्थितविमानप्रदेशा अवस्थितलेश्याप्रकाशा इत्यर्थः, सुखशीतोष्णरश्मयश्चेति ।।४ / १६ ।।
ભાષ્યાર્થ ઃ
નૃોજાર્ ..... સુવશીતોષ્ણમવશ્વેતિ ।। મનુષ્યલોકથી બહિર્ જ્યોતિષ્ઠો અવસ્થિત છે. અવસ્થિત છે એટલે અવિચારશીલ છે=ગતિ વગરના છે. અવસ્થિત વિમાનના પ્રદેશો છે. અવસ્થિત લેશ્યાવાળા