________________
૨૦૦
તઃસ્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪/ સૂત્ર-૧૬, ૧૭ અને પ્રકાશવાળા છે, એ પ્રકારનો અર્થ છે-અવસ્થિત શબ્દનો અર્થ છે. અને સુખસુખને કરનાર એવા, શીત અને ઉષ્ણ રશ્મિવાળા છે.
ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. II૪/૧૬ના ભાવાર્થ :મનુષ્યલોકથી બહારમાં જ્યોતિષ્ક દેવો અવસ્થિત છે. અવસ્થિત શબ્દનો અર્થ ભાષ્યકારશ્રી કરે છે – અવિચારી છે–ફરનારા નથી. તેનાથી શું ફલિત થાય ? તે સ્પષ્ટ કરે છે – તેઓનાં વિમાનનાં સ્થાનો અવસ્થિત છે સ્થાનાંતર કરતા નથી. તેના કારણે તેઓના દેહના વર્ણરૂપ લેશ્યા પણ અવસ્થિત છે; કેમ કે મનુષ્યક્ષેત્રમાં તેઓની ગતિ હોવાના કારણે રાહુ આદિનો ઉપરાગ થાય છે ત્યારે મનુષ્યક્ષેત્રના દેવોની પીતલેશ્યા હોવા છતાં તેમાં પરિવર્તન થાય છે. જ્યારે મનુષ્યક્ષેત્રની બહારના દેવોના વિમાનો અવસ્થિત હોવાથી તેઓને રાહુ આદિના ઉપરાગ થવાનો સંભવ રહેતો નથી, તેથી લેશ્યામાં પરિવર્તન થતું નથી અને પ્રકાશમાં પરિવર્તન થતું નથી. આ કથન તેઓના વિમાનને આશ્રયીને હશે તેમ જણાય છે; કેમ કે રાહુનો ઉપરાગાદિ નૃલોકમાં સૂર્ય, ચંદ્રના વિમાનને થાય છે. અંદરમાં રહેલા દેવોને તત્કૃત વર્ણનો કોઈ ભેદ થાય છે તેમ સ્વીકારવામાં કોઈ યુક્તિ જણાતી નથી.
વળી તેઓના વિમાન અવસ્થિત હોવાથી જ્યાં ચંદ્ર છે ત્યાં સતત પૂનમના ચંદ્ર જેવો શીતલ રશ્મિવાળો ચંદ્ર હોય છે. જે ત્યાં વર્તતા જીવોને સુખ કરે તેવો હોય છે. જે સ્થાનમાં સૂર્ય છે તે સ્થાનમાં પણ તેનું ઉષ્ણતામાન અતિ ઉગ્ર હોતું નથી તેથી ત્યાં વર્તતા જીવોને સુખ કરે તેવી ઉષ્ણ રશ્મિવાળો છે. આ કથન પણ તેમના વિમાનને આશ્રયીને હશે તેમ જણાય છે. I૪/૧૧ાા
સૂત્ર:
વૈમાનિક ૪/છા સૂત્રાર્થ -
વૈમાનિકો ચોથો દેવનિકાય છે. ll૪/૧૭ના ભાષ્ય :
चतुर्थो देवनिकायो वैमानिकाः, तेऽत ऊर्ध्वं वक्ष्यन्ते, विमानेषु भवा वैमानिकाः ।।४/१७।। ભાષ્યાર્ચ -
રતુ ... વૈમન ! ચોથો દેવળિકાય વૈમાનિકો છે. તેઓ=વૈમાનિક દેવો, આનાથી=જ્યોતિષ્કથી, ઊર્ધ્વમાં કહેવાશે. વિમાનમાં થનારા હોય તે વૈમાનિક કહેવાય. ૪/૧૭