________________
૧૨
તાવાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪| સૂત્ર-૧૪, ૧૫ પ્રતિક્ષણગતિવાળા હોવા છતાં પણ, ઋદ્ધિ વિશેષ માટે=જ્યોતિષ દેવોની ઋદ્ધિવિશેષને પ્રગટ કરવા માટે, આભિયોગિકનામકર્મના ઉદયથી નિત્યગતિમાં રતિવાળા દેવો વહન કરે છે. તે આ પ્રમાણે - આગળથી પૂર્વદિશાથી, કેસરી–સિંહ, આકારવાળા દેવો, દક્ષિણથી કુંજર=હાથી, આકારવાળા દેવો, અપરથી પશ્ચિમદિશાથી, વૃષભ આકારવાળા અને ઉત્તરથી વેગવાળા અશ્વોના આકારવાળા દેવો વહન કરે છે.
તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. II૪/૧૪ ભાવાર્થ -
મનુષ્યલોકમાં સૂર્ય આદિ વિમાનોની નિત્યગતિ છે, તે લોકસ્થિતિથી છે, કોઈના પ્રયત્નથી નથી. લોકસ્થિતિ અનુસાર જે વિમાનોની જે પ્રકારની ગતિ પ્રસક્ત છે તે પ્રકારની અવસ્થિત=પ્રતિક્ષણ, ગતિ ચાલુ છે. તેથી તે વિમાનોને ગતિ કરાવવા અર્થે કોઈના શ્રમની આવશ્યકતા નથી તોપણ તે દેવોની ઋદ્ધિવિશેષને વ્યક્ત કરવા માટે આભિયોગિકનામકર્મવાળા દેવો તે વિમાનને વહન કરે છે. આ અભિયોગિક દેવો તેવા પ્રકારના નામકર્મના ઉદયને કારણે હંમેશાં તે પ્રકારે ગતિ કરવામાં રતિવાળા હોય છે. તેથી તે વિમાનોને વહન કરવામાં તેઓને ખેદ થતો નથી પરંતુ પ્રીતિ ઉત્પન્ન થાય છે.
વળી તે દરેક વિમાનોને વહન કરનારા આભિયોગિક દેવો કયા સ્વરૂપથી તે તે વિમાનોને વહન કરે છે ? તે બતાવતાં ભાષ્યકારશ્રી કહે છે –
આગળમાં (પૂર્વદિશામાં) સિંહનો આકાર ધારણ કરીને આભિયોગિકદેવો વિમાન વહન કરે છે. દક્ષિણમાં હાથીનો આકાર ગ્રહણ કરીને આભિયોગિકદેવો વિમાનને વહન કરે છે. પશ્ચિમમાં બળદનો આકાર ગ્રહણ કરીને આભિયોગિકદેવો વિમાનને વહન કરે છે અને ઉત્તરમાં તીવ્રગતિવાળા અશ્વોનો આકાર ગ્રહણ કરીને આભિયોગિકદેવો વિમાનને વહન કરે છે. I૪/૧૪ સૂત્ર:
तत्कृतः कालविभागः ।।४/१५।।
સૂત્રાર્થ :
તત્કૃત કાળનો વિભાગ છે=જ્યોતિષ્ઠોની ગતિવિશેષથી કરાયેલો કાળનો વિભાગ છે. II૪/૧૫ll ભાષ્ય :
“कालोऽनन्तसमयः वर्तनादिलक्षण" (अ० ५, सू० ३९, २२) इत्युक्तम्, तस्य विभागो ज्योतिष्काणां गतिविशेषकृतश्चारविशेषेण हेतुना तैः कृतस्तत्कृतः । तद्यथा-अणुभागाश्चारा अंशाः कला लवा नालिका मुहूर्ता दिवसा रात्रयः पक्षा मासा ऋतवः अयनानि संवत्सरा युगमिति लौकिकसमो