________________
૧૮૨
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૧૧ છે તેમ કહ્યું. હવે ‘તત્રથી કહે છે અર્થાતુ તેમાં=નિકાયના અવાંતર ભેદોમાં, પ્રથમ ભવનવાસીના વિકલ્પો બતાવે છે. ત્યારપછી ક્રમસર અન્ય નિકાયના વિકલ્પો બતાવશે. સૂત્ર :
भवनवासिनोऽसुरनागविद्युत्सुपर्णाग्निवातस्तनितोदधिद्वीपदिक्कुमाराः TI૪/૨ાા સૂત્રાર્થ:
ભવનવાસીના અસુરકુમાર, નાગકુમાર, વિધુતકુમાર, સુપર્ણકુમાર, અગ્નિકુમાર, વાતકુમાર, સ્વનિતકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર અને દિકકુમાર એ દશ ભેદો છે. ૪/૧૧|| ભાષ્ય :
प्रथमो देवनिकायो भवनवासिनः इमानि चैषां विधानानि भवन्ति । तद्यथा - असुरकुमाराः, नागकुमाराः, विद्युत्कुमाराः, सुपर्णकुमाराः, अग्निकुमाराः, वातकुमाराः, स्तनितकुमाराः, उदधिकुमाराः, द्वीपकुमाराः, दिक्कुमारा इति, कुमारवदेते कान्तदर्शना सुकुमारा मृदुमधुरललितगतयः शृङ्गाराभिजातरूपविक्रियाः, कुमारवच्चोद्धतरूपवेषभाषाभरणप्रहरणावरणपातयानवाहनाः कुमारवच्चोल्बण. रागाः क्रीडनपराश्चेत्यतः कुमारा इत्युच्यन्ते ।। ભાષ્યાર્થ :
પ્રથમ .... પ્રથમ દેવલિકાય ભવનવાસી છે. અને આમનાં=ભવનવાસીનાં, આ વિધાનો છે=આ ભેદો છે, તે આ પ્રમાણે – અસુરકુમાર, નાગકુમાર, વિવુકુમાર, સુપર્ણકુમાર, અગ્નિકુમાર, વાતકુમાર, સ્વનિતકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર અને દિકકુમાર. ‘ત્તિ શબ્દ ભવનવાસીના ભેદોના કથનની સમાપ્તિમાં છે.
કુમારની જેમ આગંભવનવાસી દેવો, કાંતદર્શનવાળા, સુકુમાર, મૃદુ, મધુર, લલિત ગતિવાળા, શૃંગારથી સુંદર રૂપતી વિક્રિયાવાળા હોય છે અને કુમારની જેમ ઉદ્ધત, રૂપ વેષ, ભાષા, આભરણ, પ્રહરણ, આવરણ, અને વાહનોવાળા હોય છે. અને કુમારની જેમ ઉત્કટરાગવાળા, ક્રીડનમાં તત્પર હોય છે. એથી કુમાર એ પ્રમાણે કહેવાય છે. | ભાવાર્થ :
ભવનવાસી દેવોના અસુરકુમાર આદિ દશ ભેદો છે. તેઓને કુમાર કેમ કહેવાય છે? તેમાં ભાષ્યકારશ્રી યુક્તિ આપે છે –