________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪ / સૂત્ર-૧૦, ૧૧
૧૮૧ કલ્પોપપન્ન દેવોને પાંચ પ્રકારના પ્રવીચારને કારણે જે દેવીઓના પ્રવીચારથી પ્રીતિ ઉત્પન્ન થાય છે તેના કરતાં પણ અપરિમિત ગુણવાળી પ્રીતિનો પ્રકર્ષ તેઓને વિકારના અભાવના કારણે થાય છે અને ઇન્દ્રિયોના તે પ્રકારના વિકારો શાંત થયેલા હોવાથી પરમ સુખથી તૃપ્ત જ હોય છે.
તેથી એ ફલિત થાય કે જે જે ઇન્દ્રિયોના જેટલા જેટલા અંશથી વિકાર છે તેટલા તેટલા અંશથી સંક્લેશની પ્રાપ્તિ થાય છે અને સહકારી એવા પુણ્યના પ્રકર્ષને અનુરૂપ દેવી આદિ પ્રાપ્ત થાય છે. કલ્પોપપન્ન દેવોને તે તે વિકારના સંક્લેશનું શમન થવાથી પ્રીતિ ઉત્પન્ન થાય છે જ્યારે કલ્પાતીત દેવોને તે પ્રકારના વિકારના અભાવને કારણે તે પ્રકારનો સંક્લેશ નથી. ફલતઃ વિકારી દેવોને દેવીના સાન્નિધ્યથી જે સુખ થાય છે તેના કરતાં પણ અધિક સુખ તેવા પ્રકારના વિકારના અભાવને કારણે કલ્પાતીત દેવોને થાય છે. તેથી કલ્પાતીત દેવો અન્ય સર્વ દેવો કરતાં પરમ સુખથી તૃપ્ત હોય છે. II૪/૧ના ભાષ્ય :
સત્રાદિ – ૩ નવતા – “રેવાશ્વતુર્નિયા:' (૦૪, સૂ૦ ૨) “શાણપષ્યદ્વાવવિજા' (૩૦૪, सू० ३) इति, तत् के निकायाः ? के के चैषां विकल्पा इति ? अत्रोच्यते - चत्वारो देवनिकायाः । तंद्यथा - भवनवासिनो व्यन्तरा ज्योतिष्का वैमानिका इति । तत्र - ભાષ્યાર્થઃ
ગાદિ તત્ર – અહીં–દેવોનું અત્યાર સુધી વર્ણન કર્યું એમાં, શિષ્ય પ્રાપ્ત કરે છે – તમારા વડે ચાર નિકાયવાળા દેવો (અ૦ ૪, સૂ૦ ૧) કહેવાયા (અને તે ચાર વિકાચવાળા દેવો) દશ, આઠ, પાંચ અને બાર ભેજવાળા છે (અ૦ ૪, સૂ૦ ૩) એમ કહેવાયું એ કારણથી લિકાયો શું છે ? અને તેઓના કયા કયા વિકલ્પો છે?
રૂતિ' શબ્દ આ પ્રકારના પ્રશ્નની સમાપ્તિમાં છે. આમાં-શિષ્યના પ્રશ્નમાં, ભાણકારશ્રી કહે છે, ઉત્તર અપાય છે – દેવલિકાયો ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે – ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક, અને વૈમાનિક.
તિ' શબ્દ ઉત્તરની સમાપ્તિમાં છે.
ત્યાં ચાર લિકાયના ભેદમાં, તેના વિકલ્પો ક્રમસર બતાવે છે – ભાવાર્થ :
સૂત્ર-૧માં કહ્યું કે દેવો ચાર નિકાયવાળા છે. તેથી પ્રશ્ન થાય કે તે ચાર નિકાયો કયા છે ? તેનો ઉત્તર ભાષ્યકારશ્રી આપે છે – - તે ચાર નિકાયો ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક છે. વળી બીજો પ્રશ્ન કરેલો કે, તે નિકાયોના વિકલ્પો અવાંતર ભેદો, કેટલા છે ? તે પ્રશ્નનો ઉત્તર આપતાં ભાષ્યકારશ્રીએ તેના ચાર ભેદો