________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪ / સૂત્ર-૯
૧૭૯
યથાક્રમ થાય છે. તે આ પ્રમાણે સતર્કુમાર અને માહેન્દ્ર દેવલોકના દેવોને મૈથુન સુખની ઇચ્છાવાળા અને ઉત્પન્ન આસ્થાવાળા જાણીને દેવીઓ ત્યાં આવે છે. તેઓને=ત્યાં આવેલી દેવીઓને, સ્પર્શીને જ તેઓ પ્રીતિને પ્રાપ્ત કરે છે અને વિનિવૃત્ત આસ્થાવાળા થાય છે=મૈથુનસેવનની વિનિવૃત્ત ઇચ્છાવાળા થાય છે. અને બ્રહ્મલોક અને લાંતક દેવોને આવા પ્રકારના ઉત્પન્ન આસ્થાવાળા=પોતાના પ્રત્યે ભોગની ઇચ્છાવાળા જાણીને દેવીઓ દિવ્ય, સ્વભાવથી ભાસ્વર, સર્વાંગ મનોહર શૃંગાર, ઉદાર અભિજાત આકારવાળા વિલાસોને બતાવે એવા ઉજ્જ્વળ ચારુ વેષ-આભરણવાળા પોતાના રૂપોને બતાવે છે. તેને જોઈને જદેવીઓના રૂપને જોઈને જ, તે દેવો પ્રીતિને પ્રાપ્ત કરે છે અને નિવૃત્ત આસ્થાવાળા થાય છે=મૈથુન સેવનની ઇચ્છાથી નિવૃત્ત થાય છે.
મહાશુક્ર અને સહસ્રારના દેવોને ઉત્પન્ન પ્રવીચાર આસ્થાવાળા=ઉત્પન્ન થયેલી મૈથુનની પરિણતિવાળા, જાણીને દેવીઓ શ્રુતિનાં વિષયસુખોને અત્યંત મનોહર, શૃંગારથી ઉદાર અભિજાત વિલાસ અને અભિલાષનો છેદ કરે તેવા તલના તાલા અને આભરણના અવાજથી મિશ્ર, હસિત અને કથિત એવા ગીત શબ્દોની ઉદીરણા કરે છે=ગાય છે. તેઓને સાંભળીને=દેવીઓનાં ગીતોને સાંભળીને, પ્રીતિને પામે છે=મહાશુક્ર અને સહસ્રારના દેવો આનંદને પ્રાપ્ત કરે છે અને નિવૃત્ત આસ્થાવાળા થાય છે=ઉત્પન્ન થયેલા કામના વિકારો શાંત થાય છે.
આવત, પ્રાણત, આરણ અને અચ્યુત કલ્પવાસી દેવો પ્રવીચાર માટે ઉત્પન્ન થયેલી આસ્થાવાળા દેવીઓનો સંકલ્પ કરે છે અને સ્વસંકલ્પ માત્રથી જ તેઓ પ્રકૃષ્ટ પ્રીતિને પ્રાપ્ત કરે છે અને વિનિવૃત્ત આસ્થાવાળા થાય છે=વિનિવૃત્ત મૈથુનસેવનના પરિણામવાળા થાય છે.
આ પ્રવીચારો વડે આગળ આગળ=પૂર્વ પૂર્વના દેવોના કરતાં ઉપર ઉપરના, દેવોમાં પ્રીતિનો પ્રકર્ષ વિશેષ અને અનુપમગુણ થાય છે; કેમ કે પ્રવીચારિઓનું અલ્પ સંક્લેશપણું છે=પૂર્વ પૂર્વના દેવોના મૈથુન સેવનના પરિણામ કરતાં ઉત્તર ઉત્તરના દેવોના મૈથુનસેવનમાં અલ્પ સંક્લેશ હોય છે. ‘સ્થિતિ, પ્રભાવાદિથી અધિક છે.' (અ૦ ૪, સૂ૦ ૨૧) ઈશાન દેવલોક પછીના દેવો સ્થિતિ પ્રભાવાદિથી અધિક છે એ પ્રમાણે કહેવાશે. ૪/૯
ભાવાર્થ:
સૂત્ર-૮માં ઈશાન સુધીના દેવોના મૈથુનના ભોગો મનુષ્ય જેવા છે તેમ બતાવ્યું. વળી, તેમાં હેતુ કહ્યો તેઓ સંક્લિષ્ટ કર્મવાળા છે તેથી કાયાના સંક્લેશપૂર્વક સ્પર્શના સુખને પામીને પ્રીતિ પ્રાપ્ત કરે છે. ત્યારપછીના દેવો ક્રમસર અલ્પ અલ્પ સંક્લેશવાળા છે, તેથી ઈશાન સુધીના દેવોની જેમ કાયાથી મૈથુનસેવન કરતા નથી, પરંતુ ઉત્પન્ન થયેલા કામના વિકારને ક્રમસર સ્પદના ભેદથી શમન કરે છે, જેના કા૨ણે પૂર્વ પૂર્વના દેવો કરતાં તેઓને પ્રકૃષ્ટ પ્રીતિ થાય છે. તેથી એ ફલિત થાય કે જેમ સંક્લેશ અલ્પ તેમ અલ્પ પ્રવૃત્તિથી વિકારનું શમન થાય છે અને વિકારના શમનથી સુખ થાય છે. તે તે દેવોને જે જે અંશથી જેટલો જેટલો વિકાર છે તે વિકાર સ્વયં સંક્લેશરૂપ જ છે, પરંતુ તથાપ્રકારના પુણ્યના સહકારથી અલ્પ