________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪| સૂગ-૮
૧૭૭ ભાષ્યાર્થ :
મતાનિવાસ્થતિ:... રિ II ઈશાનદેવલોક સુધીના ભવનવાસી આદિ દેવો કાયપ્રવીચારવાળા હોય
કાયપ્રવીચારનો સમાસ સ્પષ્ટ કરે છે – કાયાથી પ્રવીચાર છે જેઓને એવા દેવો કાયપ્રવીચારવાળા કહેવાય. પ્રવીચાર શબ્દનો અર્થ સ્પષ્ટ કરે છે -
કાયાનો પ્રવીચાર એટલે મૈથુન વિષયનું સેવન=ભોગની ક્રિયાનું સેવન, તેઓ ઈશાન સુધીના દેવો, સંક્લિષ્ટ કર્મવાળા મનુષ્યની જેમ મૈથુન સુખને અનુભવતા તીવ્ર અનુશવાળા કાયસંક્લેશથી ઉત્પન્ન થયેલા સર્વ અંગવાળા સ્પર્શમુખને પ્રાપ્ત કરીને પ્રીતિને પામે છે.
તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિમાં છે. ૪/૮ ભાવાર્થ
પૂર્વમાં ચાર નિકાયવાળા દેવોમાં કયા કયા ઇન્દ્રો હોય છે ? તે સૂત્ર-કમાં બતાવ્યું. તે ચાર નિકાયવાળા દેવોમાંથી ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને ઈશાનદેવલોક સુધીના વૈમાનિક દેવો કાયપ્રવીચારવાળા હોય
કાયપ્રવીચારનો અર્થ ભાષ્યકારશ્રી સ્પષ્ટ કરે છે – કાયા દ્વારા મૈથુનના વિષયના સેવનરૂપ પ્રવૃત્તિ તે કાયમવીચાર છે. કેમ તેઓ કાયા દ્વારા મૈથુનની ક્રિયા કરે છે ? તેથી કહે છે –
ઈશાનદેવલોક સુધીના ચાર નિકાયવાળા દેવો સંક્લિષ્ટ કર્મવાળા મનુષ્યની જેમ આ પ્રકારે સુખ ભોગવીને આનંદનો અનુભવ કરે છે.
તેથી એ પ્રાપ્ત થાય કે મનુષ્યભવમાં સામાન્ય રીતે કાયાથી ભોગની ક્રિયા કરાવે અને આનંદ પ્રાપ્ત થાય તેવાં સંક્લિષ્ટ કર્મો વર્તે છે. જેમનામાં તેવા પ્રકારનાં સંક્લેશ કરનારાં કર્મો ન હોય તેઓને તે ક્રિયાથી આનંદ થાય નહીં. જેમ મનુષ્યમાં પણ કેટલાકને તેવા પ્રકારનાં સંક્લિષ્ટ કર્મ હોય છે, જેથી અન્યને તાડનાદિ કરીને આનંદને અનુભવે છે.
સામાન્યથી મનુષ્યોને કાયાથી મૈથુનના સેવનનો પરિણામ થાય તેવાં સંક્લિષ્ટ કર્મો વર્તે છે તે રીતે ઈશાન દેવલોક સુધીના દેવોને પણ તેવા પ્રકારનાં સંમ્પિષ્ટ કર્મો હોય છે. તેથી મૈથુન સુખમાં લીન થાય એવા તીવ્ર અનુશવાળા હોય છે તે પ્રકારની તીવ્ર આસક્તિવાળા હોય છે=ઉપરના દેવલોકમાં જે પ્રકારની મંદ આસક્તિ છે તેનાથી વિરુદ્ધ તીવ્ર આસક્તિવાળા હોય છે. આથી જ કાયાથી ભોગ કરવાની ઇચ્છા થાય છે તેવો સંક્લેશ તે દેવોમાં વર્તે છે જેના કારણે સર્વ અંગથી દેવીઓના સ્પર્શથી સુખને પ્રાપ્ત કરીને પ્રીતિને પ્રાપ્ત કરે છે.