________________
૧૭૬
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪ / સૂત્ર-૭, ૮ ભાષ્ય :
पूर्वयोनिकाययोर्देवानां पीतान्ताश्चतस्रो लेश्या भवन्ति ।।४/७।। ભાષ્યાર્થ
પૂર્વયો... અન્તિ / પૂર્વના લિકાયવાળા દેવોનીeભવનપતિ અને વ્યંતરરૂપ બે વિકાયવાળા દેવોની પીત અંતવાળી ચાર વેશ્યાઓ હોય છે. I૪/શા ભાવાર્થ :
ભવનપતિ અને વ્યંતર દેવોમાં દેવભવકૃત કેટલાકને કૃષ્ણલેશ્યા, કેટલાકને નીલલેશ્યા, કેટલાકને કાપોતલેશ્યા અને કેટલાકને પીતલેશ્યાન્વેજોલેશ્યા, હોય છે. ભવત પ્રાપ્ત થયેલી દ્રવ્યલેશ્યાના બળથી પ્રાયઃ કરીને તેઓને તે પ્રકારના મલિન કે સુંદર ભાવો થાય છે. છતાં જેમ નારકીના જીવોને અશુભલેશ્યા હોવા છતાં સમ્યક્તપ્રાપ્તિકાલમાં ભાવથી શુભલેશ્યા પ્રાપ્ત થાય છે તેમ અશુભલેશ્યાવાળા દેવોને પણ તેવા નિમિત્ત પામીને ભાવથી શુભલેશ્યાની પ્રાપ્તિ થાય છે. વળી શુભલેશ્યાવાળા દેવોને પણ તેવા બળવાન નિમિત્તને પામીને ભાવથી અશુભલેશ્યા પણ થાય છે. If૪/ળા અવતરણિકા:
આ વળી સર્વ પણ દેવો ત્રણ પ્રકારના હોય છે – દેવીવાળા સપ્રવીચારવાળા, અદેવીવાળા સપ્રવીચારવાળા અને અદેવીવાળા અપ્રવીચારવાળા. ત્યાં જે સદેવીવાળા અને સપ્રવીચારવાળા છે તેઓનું સ્વરૂપ કરે છે –
સૂત્ર:
कायप्रवीचारा आ ऐशानात् ।।४/८।।
સૂત્રાર્થ:
ઈશાન સુધી કાયપ્રવીચારવાળા હોય છે કાયાથી દેવી સાથે ભોગને કરનારા હોય છે. II૪/૮II ભાષ્ય :
भवनवास्यादयो देवा आ ऐशानात् कायप्रवीचारा भवन्ति । कायेन प्रवीचार एषामिति कायप्रवीचाराः । कायप्रवीचारो नाम मैथुनविषयोपसेवनम् । ते हि सङ्क्लिष्टकर्माणो मनुष्यवन्मैथुनसुखमनुप्रलीयमानास्तीव्रानुशयाः कायसङ्क्लेशजं सर्वाङ्गीणं स्पर्शसुखमवाप्य प्रीतिमुपलभन्त इति I૪/૮ાા