________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર–૧, ૨
૧૦૫
સર્વ પણ ઘનોદધિ વીસ હજાર યોજન છે. ઘનવાત, તનવાત અસંખ્યેય યોજન છે. નીચે નીચે વિશેષથી ઘનતર છે=ઘનવાત અને તનવાત નીચે નીચે વિશેષથી ઘનતર છે.
‘કૃતિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ માટે છે. II૩/૧/
ભાવાર્થ ઃ
પૂર્વમાં કહ્યું કે સાત પૃથ્વી છે તે અવધારણ અર્થમાં છે, તેથી સાતથી અધિક નીચે નથી તેમ નક્કી થાય છે.
વળી સાત પૃથ્વી છે તેમ કેમ કહ્યું ? તે ‘અપિ ='થી બતાવે છે
બૌદ્ધદર્શનકારો અસંખ્યેય લોકધાતુમાં અસંખ્યેય પૃથ્વી પ્રસ્તરો માને છે તેથી તેઓના મત અનુસાર સાત પૃથ્વી નથી પરંતુ અસંખ્યાત પૃથ્વી છે. તે દરેક પૃથ્વીમાં અસંખ્યાત પૃથ્વીના પ્રસ્તરો છે, તે વચન મૃષા છે. તેના પ્રતિષેધ માટે સાત પૃથ્વીનું ગ્રહણ કરેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે અસંખ્યાત પૃથ્વી નથી, સાત જ પૃથ્વી છે. તે દરેકમાં કેટલા પ્રસ્તરો છે ? તેનું કથન ભાષ્યકારશ્રી આગળ ક૨શે.
વળી આ રત્નપ્રભાદિ સાત પૃથ્વીઓ છત્રના આકારવાળી છે અને ઉપર ઉપરના છત્ર કરતાં નીચેનું છત્ર મોટું મોટું છે એ પ્રકારના છત્રાતિછત્ર સંસ્થાનથી રહી છે. વળી પૂર્વમાં રત્નપ્રભાદિ જે સાત નામો બતાવ્યાં પૃથ્વીનાં ગોત્ર હતાં. હવે તે પૃથ્વીનાં ક્રમસર નામો બતાવે છે
—
રત્નપ્રભા એ પ્રથમ પૃથ્વીનું ગોત્ર છે અને ધર્મા એ પ્રથમ પૃથ્વીનું નામ છે. આ રીતે શેષ પૃથ્વીનાં પણ નામ અને ગોત્ર જાણવાં.
વળી રત્નપ્રભાદિ સાત પૃથ્વીઓ નીચે નીચે કેટલા ક્ષેત્ર પ્રમાણ છે ? તે બતાવતાં કહે છે
ઘનભાવથી રત્નપ્રભા પૃથ્વી એક લાખ એંસી હજાર યોજન છે એ પ્રકારે સાતેય પૃથ્વીનું પ્રમાણ ભાષ્યમાં બતાવ્યું તે પ્રમાણે જાણવું.
વળી દરેક પૃથ્વી નીચે ઘનોદધિનું વલય છે જે વીસ હજાર યોજન છે. દરેક પૃથ્વી નીચે રહેલ ઘનવાત તથા તનવાત અસંખ્યાત યોજન પ્રમાણ છે. વળી આ ઘનવાત પણ ઉપર ઉપરમાં જે પ્રમાણે ઘન છે તેના કરતાં નીચે નીચે અધિક અધિક ઘન છે. વળી તનવાત ઘન નથી તોપણ તેના ઉપરિતન વિભાગમાં જેટલી ઘનતા છે તેના કરતાં નીચે નીચે અધિક અધિક ઘનતા છે.
113/911
અવતરણિકા -
પ્રસ્તુત અધ્યાયના પ્રથમ સૂત્રની અવતરણિકામાં પ્રશ્ન કર્યો કે નરકમાં થનારા નારકીઓ છે તો નારક કોણ છે ? અને ક્યાં રહે છે ? ત્યારપછી નારકી કેટલી છે ? અને કયા નામવાળી છે ? ઇત્યાદિનું સ્વરૂપ પ્રથમ સૂત્ર અને તેના ભાષ્યમાં બતાવ્યું. હવે તે નરકોમાં નારકો થાય છે તે બતાવવા અર્થે કહે છે
-