________________
૧૨૪
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨) અધ્યાય-૩] સૂગ-૫ કષાયથી ઉપહત બુદ્ધિવાળા, અનાલોચિત ભાવદોષવાળા, અપ્રત્યવકર્ષ એવા અકુશલાનુબંધી પુણ્યકર્મવાળા=પાપથી પાછા ન ફેરવે એવા અકુશલાનુબંધી પુણ્યકર્મવાળા, અને બાળતપસ્વીના ભાવદોષના અનુકર્ષણનું ફળ છે, જેથી વિદ્યમાન પણ અન્ય પ્રીતિના હેતુ હોત છતે અશુભભાવો જ પ્રીતિના હેતુ થાય છે.
આ પ્રકારે પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે, અપ્રીતિકર નિરંતર સુતીવ્ર દુઃખને અનુભવતાં, મરણને પણ ઈચ્છતા, કર્મ નિર્ધારિત આયુષ્યવાળા, તેઓને નારકીઓને, અકાળમાં વિપતિઅકાળે મૃત્યુ, વિદ્યમાન નથી. જે કારણથી કહેવાયું છે – “પપાતિક, ચરમદેહવાળા, ઉત્તમપુરુષ, અસંખ્યાત વર્ષવાળાનું અનપત્ય અનપવર્ય આયુષ્ય, છે” (અધ્યાય-૨, સૂત્ર-પ૩) ત્યાં=નરકમાં, શરણ વિદ્યમાન નથી જ. વળી અપક્રમણ નથી તારક ભવમાંથી અન્ય સ્થાનમાં ગમન શક્ય નથી. તેથી કર્મના વણથી જ દગ્ધ, પાટિત, ભિન્ન, છિન્ન ક્ષતોવાળાં શરીરોકનારકોનાં શરીરો, તરત જ સંરોહણ પામે છે.
નારકોનાં શરીરો કોની જેમ સંરોહણને પામે છે ? તેથી કહે છે –
જેમ પાણીમાં દંડથી કરાયેલી રેખા તરત જ વિલીન થાય છે. આ રીતે=અત્યાર સુધી વર્ણન કરાયું તે રીતે, આ ત્રણ પ્રકારનાં દુઃખો નરકમાં તારકીના જીવોને થાય છે. ૩/પા ભાવાર્થ:
ત્રણ નરક સુધી સંક્લિષ્ટ એવા દેવતાઓથી ઉત્પન્ન કરાયેલાં દુઃખો નારકીના જીવોને હોય છે. અહીં ભાષ્યકારશ્રી પ્રથમ અંબ વગેરે પંદર પરમાધામીના નામો બતાવે છે, જે પરમાધામી દેવતાઓ મિથ્યાષ્ટિ છે, પૂર્વજન્મમાં સક્લિષ્ટ કર્મો કરીને આવેલા છે અને પાપની અભિરતિવાળા આસુરી ગતિને પામેલા છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે ભૂતકાળમાં કોઈક ખરાબ કર્મો કર્યા છે જેથી દેવભવમાં પણ જેઓની વિપર્યાસ બુદ્ધિ સ્થિર છે અને પાપપ્રવૃત્તિઓમાં જ જેમને આનંદ આવે છે તેવા ખરાબ દેવભવને પામેલા પરમાધામી દેવતાઓ છે. કર્મોના ક્લેશથી ઉત્પન્ન થયેલા એવા પરમાધામીઓ બીજાને પીડા આપવાના સ્વભાવવાળા હોવાથી નારકીઓને અનેક પ્રકારની વેદના આપે છે.
કેવા કેવા પ્રકારની વેદના પરમાધામી દેવો નારકજીવોને ઉપજાવે છે ? તે બતાવવા માટે ભાષ્યકારશ્રી કહે છે –
તપાવેલું સારું પીવડાવવા વગેરે અનેક પ્રકારની પીડાઓ વડે તેઓ નારકીઓને વેદના ઉત્પન્ન કરે છે. વળી તપાવેલી રેતીમાં તેઓને અવતરણાદિ કરવા દ્વારા અનેક પ્રકારની વેદના કરે છે.
અહીં પ્રશ્ન થાય કે તે પરમાધામી દેવો આ પ્રકારે કેમ કરે છે? તેથી ભાષ્યકારશ્રી કહે છે – તેઓને પાપકૃત્યોમાં જ આનંદ આવે છે. જેમ અહીં પણ કેટલાક અકુશલાનુબંધી પુણ્યવાળા મનુષ્યોને ગાયાદિ પશુઓને પરસ્પર યુદ્ધ કરાવીને તેઓની થતી પીડામાં જ પ્રીતિ ઉત્પન્ન થાય છે તેમ પરમાધામી એવા દેવોને તે તે પ્રકારની નારકોને વેદના કરવાથી અને પરસ્પર એકબીજાને મારતા જોવાથી અત્યંત પ્રીતિ ઉત્પન્ન થાય છે.