________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૧
૧૪૭
દેવકુરુઓ છે. જે સો કાંચન પર્વતથી, વિચિત્રકૂટથી અને ચિત્રકૂટથી ઉપશોભિત છે. અને આ દેવકુરુ વિખંભથી અગિયાર હજાર આઠસો બેતાલીસ યોજન અને બે ભાગ (પરિમાણ) છે=બે કળા (પરિમાણ) છે. એ રીતે ઉત્તરથી ઉત્તરકુરુઓ છે, જેઓ ચિત્રકૂટ, વિચિત્રકૂટથી રહિત છે અને તે કાંચન જ એવા યમક નામના પર્વતોથી વિરાજિત છે મંદપર્વત=મેરુપર્વત, દેવકુરુ અને ઉત્તરકુરુથી વિભક્ત એવા વિદેહો=મહાવિદેહો પૂર્વ, અપર મહાવિદેહ છે, જે ક્ષેત્રાંતરની જેમ વિભક્ત છે. પૂર્વમાં નદી અને પર્વતથી વિભક્ત અને પરસ્પર એવી વિજયોમાં ન જઈ શકાય એવી, સોળ ચક્રવર્તીની વિજયો છે. અપરમાં પણ એવા લક્ષણવાળી=પૂર્વમાં જેવા લક્ષણવાળી છે એવી, સોળ જ વિજયો છે, તુલ્ય આયામ, વિધ્વંભ, અવગાહના અને ઊંચાઈવાળા દક્ષિણ અને ઉત્તર વૈતાઢ્ય છે. હિમવંત અને શિખરિણી, મહાહિમવંત અને રુક્મિ, નિષધ અને નીલ આ બે-બે પર્વતો તુલ્ય આયામ, વિધ્વંભ, અવગાહના અને ઊંચાઈમાં છે.
વળી ક્ષુદ્ર મંદરો=જંબુદ્વીપના મેરુપર્વતની અપેક્ષાએ નાના મેરુપર્વતો, ચારે પણ ધાતકીખંડ અને પુષ્કરાર્ધમાં રહેલા, મહામંદરથી=જંબુદ્વીપના મોટા મેરુપર્વતથી, પંદર હજાર યોજન હીન ઊંચાઈવાળા છે. અને છસો યોજન ધરતીતલમાં હીન વિખંભ યોજનવાળા છે, તેઓને પ્રથમકાંડ=નાના મેરુઓનો પ્રથમ કાંડ, મહામંદર તુલ્ય છે=જબુદ્વીપના મેરુતુલ્ય છે. બીજો કાંડ સાત હજાર યોજન હીન છે=જંબુદ્વીપના મેરુ કરતાં સાત હજાર યોજન નાનો છે=છપ્પન હજાર યોજન છે. ત્રીજો કાંડ આઠ હજાર યોજન ન્યૂન છે=પચ્ચાસ હજાર યોજન છે. ભદ્રશાલવન અને નંદનવન મહામંદરની જેમ જ છે=જંબુદ્વીપના મેરુની સમાન છે. નંદનવનથી સાડા પંચાવન હજાર ઉપર સૌમનસવન છે અને તે પાંચસો યોજન વિસ્તૃત જ છે. ત્યારપછી અચાવીસ હજાર યોજન પછી પાંડુકવન છે અને તે પાંડુકવન ચારસો ચોરાણું યોજન વિસ્તૃત જ છે. અને જંબુદ્વીપના મેરુતુલ્ય નાના મેરુઓની ઉપરનો વિખંભ તુલ્ય છે=એક હજાર યોજન છે. અને જમીનમાં અવગાહના તુલ્ય છે=હજાર યોજન પ્રમાણ છે. અને ચૂલિકા પણ મોટા મેરુપર્વત તુલ્ય છે.
કોઈપણ ગોળ વસ્તુનું માપ કરવા માટે તેના વિધ્વંભની કૃતિ=વર્ગ, તે દશગુણ કરાયે છતે તેનું મૂળ=વર્ગમૂળ, તે વૃત્તનો પરિક્ષેપ કહેવાય=વૃત્તની પરિધિ કહેવાય. જેમ જંબૂદ્વીપનો એક લાખ યોજન વિખંભ છે તેને લાખથી ગુણો તો તેની કૃતિ=વર્ગ પ્રાપ્ત થાય; કેમ કે લાખને લાખથી ગુણવાથી તેનો વર્ગ પ્રાપ્ત થાય. વળી તે દશગુણો કરાય અને ત્યારપછી તેનું વર્ગમૂળ કાઢવામાં આવે તે જંબુદ્વીપનો પરિધિ પ્રાપ્ત થાય. અને તે પરિધિ વિભ્રંભના પાદથી=વિખંભના ચોથા ભાગથી ગુણાયેલ ગણિત કહેવાય=ક્ષેત્રફળ કહેવાય–તે ક્ષેત્રનું ક્ષેત્રફળ કહેવાય.
વળી જંબૂદ્વીપની જીવા એક લાખ યોજન પ્રમાણ છે. તેના બળથી ભરતાદિ કોઈ ક્ષેત્રની જીવા કેટલી છે ? તેનો નિર્ણય ક૨વા માટે સૂત્ર બતાવે છે