________________
૧૬૮
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૮ અંતર્મુહૂર્તની છે તથા કાયસ્થિતિ સાત-આઠ ભવ-ગ્રહણ સુધી હોય છે, તેમ ભાષ્યકારશ્રીએ સામાન્યથી બતાવ્યું છે. તેથી એ પ્રાપ્ત થાય કે ઉત્કૃષ્ટથી મનુષ્ય પ્રાયઃ સાત ભવ જ પ્રાપ્ત કરે છે, ક્વચિત્ આઠ ભવની પણ પ્રાપ્તિ થાય છે. તેનાથી અધિક મનુષ્ય મરીને મનુષ્ય એ પ્રકારે ભવની પ્રાપ્તિ થતી નથી. વળી તિર્યંચોના અવાંતરભેદના વિભાગ કર્યા વગર વિચારવામાં આવે તો મનુષ્યની જેમ જ તેમની પણ ત્રણ પલ્યોપમની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ છે અને અંતર્મુહૂર્તની જઘન્ય ભવસ્થિતિ છે; કેમ કે યુગલિક તિર્યંચની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમ છે. તેનાથી વધારે કોઈપણ તિર્યંચોનું આયુષ્ય નથી અને જઘન્ય આયુષ્ય દરેકને અવશ્ય અંતર્મુહૂર્ત હોય છે.
આ રીતે તિર્યંચોની સામાન્ય ભવસ્થિતિ બતાવ્યા પછી તિર્યંચોના અવાંતરભેદને ગ્રહણ કરીને ભવસ્થિતિ બતાવતાં ભાષ્યકારશ્રી કહે છે
શુદ્ધ પૃથ્વીકાય=કોમળ એવી માટી, તેના જીવોની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ બાર હજાર વર્ષની છે. ખર પૃથ્વીકાય જીવોની=કઠણ પરિણામવાળા પત્થરાદિ પૃથ્વીકાયની, ઉત્કૃષ્ટ ભવસ્થિતિ બાવીસ હજાર વર્ષની છે. અપ્લાયના આયુષ્યની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ સાત હજાર વર્ષ છે. વાઉકાયના જીવોની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ત્રણ હજાર વર્ષ છે. તેઉકાયના જીવોની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ત્રણ દિવસરાત છે. અને વનસ્પતિકાયના જીવોની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ દશ હજાર વર્ષની છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે આ સર્વ પૃથ્વીકાયાદિ જીવો કોઈ એવા સ્થાનોમાં જન્મ્યા હોય જ્યા ઉપઘાતની સામગ્રી ન હોય તો તેટલા ઉત્કૃષ્ટ આયુષ્યબંધને કા૨ણે તે જીવો તેટલો કાળ જીવી શકે છે.
વળી આ બધા જીવોની કાયસ્થિતિ અસંખ્યાત અવસર્પિણી-ઉત્સર્પિણી છે. તેથી પૃથ્વીકાય-અપ્લાયાદિ પાંચેયમાં ક્રમસર કે અક્રમથી ભવો ગ્રહણ કરીને એકેન્દ્રિયરૂપે કોઈક જીવ અસંખ્યાત અવસર્પિણીઉત્સર્પિણી સુધી તેની તે જ કાયમાં રહી શકે છે. વળી વનસ્પતિકાય જીવોની કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણી, અવસર્પિણી છે; કેમ કે નિગોદમાં જીવ અનંતકાળથી ત્યાં ને ત્યાં જન્મને પ્રાપ્ત કરે છે.
વળી એકેન્દ્રિયની ભવસ્થિતિ અને કાયસ્થિતિ બતાવ્યા પછી વિકલેંદ્રિયની ભવસ્થિતિ બતાવે છે
-
બેઇન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાર વર્ષનું છે. તેઇન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણપચાસ દિવસનું છે. ચઉરિંદ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય છ મહિનાનું છે. આનાથી એ પ્રાપ્ત થાય કે એકેન્દ્રિય જેટલું દીર્ઘાયુષ્ય વિકલેંદ્રિયમાં નથી, પરંતુ અતિ અલ્પાયુષ્ય હોય છે. વળી વિકલેંદ્રિય જીવોની કાયસ્થિતિ સંખ્યાતા - હજા૨ વર્ષોની છે.
એકેન્દ્રિય અને વિકલેંદ્રિયની ભવસ્થિતિ અને કાયસ્થિતિ બતાવ્યા પછી તિર્યંચપંચેંદ્રિયની ભવસ્થિતિ બતાવતાં કહે છે
તિર્યંચપંચેંદ્રિય જીવો પાંચ પ્રકારના છે. તેમાં મત્સ્ય, ઉરગ અને પરિસર્પ એ ત્રણની ભવસ્થિતિ પૂર્વકોટી જ છે, તેથી તેઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વક્રોડ વર્ષનું છે, અધિક નથી. પક્ષીઓનું આયુષ્ય પલ્યોપમનો