________________
૧૬૬
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨) અધ્યાય-૩ / સૂર-૧૮ स्थितिः । तत्र मत्स्यानां भवस्थितिः पूर्वकोटिः, त्रिपञ्चाशद् उरगाणां, द्विचत्वारिंशद् भुजगानां, द्विसप्ततिः पक्षिणां, स्थलचराणां चतुरशीतिवर्षसहस्राणि सम्मच्छिमानां भवस्थितिः । एषां कायस्थितिः सप्ताष्टौ भवग्रहणानि । सर्वेषां मनुष्यतिर्यग्योनिजानां कायस्थितिरप्यपरा अन्तर्मुहूर्तेवेति રૂ/૧૮ાા
इति तत्त्वार्थाधिगमे लोकप्रज्ञप्तिामा तृतीयोऽध्यायः समाप्तः ।। ભાષાર્થ -
તિર્થોનીનાં ... અન્તર્મુર્તવનિ I અને તિર્યંચયોનિની પરા-અપરાસ્થિતિ યથાસંખ્ય જયથાક્રમ જ, ત્રણ પલ્યોપમ અને અંતર્મુહૂર્ત થાય છે. પૃથક્કરણ-સૂત્ર-૧૭ અને સૂત્ર-૧૮ એમ બે સૂત્રોનું પૃથક્કરણ, યથાસંખ્ય દોષની વિનિવૃત્તિ માટે છે. ઈતરથા યથાસંખ્ય દોષની નિવૃત્તિ માટે સૂત્રનું પૃથક્કરણ કરવામાં ન આવે તો, એક જ સૂત્ર થાય સૂત્ર-૧૭ અને સૂત્ર-૧૮ મળીને એક જ સૂત્ર થાય, તો ઉભયત્ર જ=મનુષ્ય અને તિર્યંચ ઉભયમાં જ, ઉભય=પરાસ્થિતિ ત્રણ પલ્યોપમ અને અપરિસ્થિતિ અંતર્મુહૂર્ત એ રૂપ ઉભય, યથાસંખ્ય થાય=મનુષ્યની પરીસ્થિતિ ત્રણ પલ્યોપમ છે અને તિર્યંચની અપરાસ્થિતિ અંતર્મુહૂર્ત છે એ પ્રકારે બોધ થાય.
તિ' શબ્દ સૂરના પૃથક્કરણના કથનની સમાપ્તિ માટે છે અને ‘મવત્ર માં ' શબ્દ એવકાર અર્થમાં છે.
અને આ મનુષ્ય અને તિર્યંચ યોનિથી થનારાની બે પ્રકારે સ્થિતિ છે. ભવસ્થિતિ અને કાયસ્થિતિ. મનુષ્યોની યથાઉક્ત=સૂત્ર-૧૭માં કહ્યું એ પ્રમાણે, ત્રણ પલ્યોપમની પરા અને અંતર્મુહૂર્તની અપરા ભવસ્થિતિ છે. વળી કાયસ્થિતિ, પરા=પરાકાયસ્થિતિ, સાત આઠ ભવોના ગ્રહણરૂપ છે=બહુલતાએ મનુષ્યો મનુષ્યરૂપે સાત ભવ જ થાય છે, ક્વચિત્ આઠ ભવની પ્રાપ્તિ છે. અને તિર્યંચયોનિજોની તિર્યંચોની, યથોક્ત=સૂત્ર-૧૮માં કહ્યું એ પ્રકારની, સમાસથી સર્વ તિર્યંચોના સંગ્રહથી પરા-અપરા ભવસ્થિતિ ત્રણ પલ્યોપમની પરાભવસ્થિતિ છે અને અંતર્મુહૂર્તની અપરા-ભવસ્થિતિ છે.
વળી વિસ્તારથી પૃથ્વીકાયાદિના ભેદથી, શુદ્ધ પૃથ્વીકાયની પરીસ્થિતિ બાર હજાર વર્ષની છે. ખર પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ બાવીસ હજાર વર્ષ છે. અખાયની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત હજાર વર્ષ છે. વાઉકાયની ત્રણ હજાર વર્ષ છે. તેજસકાયની ત્રણ પત્રિદિવસ છે અને વનસ્પતિકાયની દશ હજાર વર્ષની છે. આમની=એકેંદ્રિયની કાયસ્થિતિ અસંખ્યાતા અવસર્પિણી-ઉત્સર્પિણી તથા વનસ્પતિકાયતી કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણી, અવસર્પિણી છે.
બેઇન્દ્રિયની ભવસ્થિતિ બાર વર્ષની છે. તે ઇન્દ્રિયની ભવસ્થિતિ ઓગણપચાસ રાત્રિદિવસની છે. ચઉરિદ્રિયની ભવસ્થિતિ છ માસની છે. આમની=બેઇજિય, તેઈદ્રિય અને ચઉરિંદ્રિયની કાયસ્થિતિ સંખ્યાતા હજાર વર્ષો છે. પંચેન્દ્રિય તિર્થીયોલિના જીવો પાંચ પ્રકારના છે. તે આ પ્રમાણે – મલ્ય,