________________
૧૭૨
તત્ત્વાર્થાવગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪-,૪ ભાષ્ય :
ते च देवनिकाया यथासङ्ख्यमेवंविकल्पा भवन्ति, तद्यथा - दशविकल्पा भवनवासिनः असुरादयो वक्ष्यन्ते । अष्टविकल्पा व्यन्तराः किन्नरादयः । पञ्चविकल्पा ज्योतिष्काः सूर्यादयः । द्वादशविकल्पा वैमानिकाः कल्पोपपन्नपर्यन्ताः सौधर्मादिष्वपि ।।४/३।। ભાષ્યાર્થ :
તે જ . સીર્તાિ િર અને તે દેવલિકાયો યથાસંખ્ય આવા વિકલ્પવાળા થાય છે. તે આ પ્રમાણે – દશ વિકલ્પવાળા ભવનવાસી અસુરાદિ કહેવાશે. આઠ વિકલ્પવાળા=આઠ ભેજવાળા, વ્યંતરો કિન્નરાદિ કહેવાશે. પાંચ વિકલ્પવાળા જ્યોતિષ્ક સૂર્ય આદિ કહેવાશે. કલ્પોપપન્નપર્યત=ઈંદ્રાદિ દશ ભેદોના કલ્પથી ઉત્પન્ન અંતવાળા, સૌધર્માદિમાં બાર વિકલ્પવાળા વૈમાનિક દેવો પણ કહેવાશે. JI૪/૩i ભાવાર્થ
સૂત્ર-૧માં ચાર નિકાયવાળા દેવો કેટલા તે બતાવ્યું. તે ચાર નિકાયવાળા દેવોમાંથી અસુરકુમાર આદિ ભવનવાસી, કિન્નર આદિ વ્યંતરો, સૂર્ય આદિ જ્યોતિષ્ક અને સૌધર્મ આદિ વૈમાનિક છે. આ ચાર નિકાયવાળા દેવતાઓના અવાંતર ભેદોની સંખ્યા પ્રસ્તુત સૂત્રમાં બતાવેલ છે. તે પ્રમાણે ભવનવાસીના દશ ભેદો છે, વ્યંતર દેવોના આઠ ભેદો છે, જ્યોતિષ્કના પાંચ ભેદો છે અને વૈમાનિક બાર ભેદો છે. આ વૈમાનિક સુધીના દેવતાઓમાં ઇન્દ-સામાનિક આદિ ભેદપૂર્વકની વ્યવસ્થા છે, એથી તેઓ કલ્પથી ઉપપન્ન છે. II/ અવતરણિકા -
પૂર્વમાં ચાર વિકાચવાળા દેવોના અવાંતર ભેદોની સંખ્યા બતાવી. હવે તે દરેક નિકાયમાં ઈજ વગેરે દશ ભેદો હોય છે, તે બતાવવા અર્થે કહે છે – સૂત્ર:
इन्द्रसामानिकत्रायस्त्रिंशपारिषद्यात्मरक्षलोकपालानीकप्रकीर्णकाभियोग्यવિન્વિષિાશ્વેશ: ૪/૪ સૂત્રાર્થ -
ઈન્દ્ર, સામાનિક દેવો, ત્રાયઅિંશ દેવો, પારિષધ, આત્મરક્ષક દેવો, લોકપાલ, અનીક, પ્રકીર્ણક, આભિયોગ્ય અને કિલ્બિષિક એક એક દેવ નિકાયના છે. I૪/aI