________________
તત્વાર્થીપગમસૂત્ર ભાગ-૨ / અધ્યાય-૩| સૂત્ર-૧૮
૧૬૭ ઉરગsઉરપરિસર્પ, પરિસર્પ=ભુજપરિસર્પ, પક્ષી અને ચતુષ્પદ. ત્યાં મલ્યોનું, ઉરગોનું અને ભુજગોતું પરિસર્પોનું, પૂર્વકોટી જ વર્ષ આયુષ્ય છે, પક્ષીઓનું આયુષ્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે અને ચતુષ્પદ એવા ગર્ભજતિર્યંચોની ત્રણ પલ્યોપમ પરા ભવસ્થિતિ છે.
ત્યાં પૂર્વમાં અભ્યાદિની પરા ભવસ્થિતિ બતાવી ત્યાં, મત્સ્યોની ભવસ્થિતિ પૂર્વકોટી છે, ઉરગતી ભવસ્થિતિ ત્રેપન હજાર વર્ષ છે. ભુજગલી ભવસ્થિતિ બેતાલીસ હજાર વર્ષ છે. પક્ષીઓની ભવસ્થિતિ બોંતેર હજાર વર્ષ છે. સ્થલચરોની ભવસ્થિતિ ૮૪ હજાર વર્ષની છે. આ સર્વ ભવસ્થિતિ સંમૂચ્છિમ જીવોની ભવસ્થિતિ છે.
આમની=પંચેંદ્રિયતિર્યંચની, કાયસ્થિતિ સાત, આઠ ભવ ગ્રહણરૂપ છે. સર્વ મનુષ્ય અને તિર્યંચોની અપર કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત જ છે.
ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિમાં છે. ૩/૧૮ આ પ્રમાણે તત્વાર્થાધિગમસૂત્રમાં લોકપ્રજ્ઞપ્તિ નામનો તૃતીય અધ્યાય સમાપ્ત થયો. | ભાવાર્થ -
મનુષ્યોની જેમ તિર્યંચ યોનિ વાળા જીવોની પણ તિર્યંચયોનિસામાન્યને આશ્રયીને વિચારીએ તો ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની હોય છે; કેમ કે યુગલિક ક્ષેત્રમાં કે પહેલા આરામાં ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ આયુષ્યવાળા તિર્યંચો હોય છે અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત હોય છે.
સૂત્ર-૧૭ અને સૂત્ર-૧૮ બે પૃથફ કર્યા તેને બદલે સત્તરમા સૂત્રમાં નૃસ્થિતિની પાસે તિર્યંચ યોનિમાં શબ્દ ગ્રહણ કરીને એક સૂત્ર કરવામાં આવે તો શું દોષ આવે ? તે ભાષ્યકારશ્રી સ્પષ્ટ કરે છે –
સૂત્ર પૃથક્કરણ કરવાથી યથાસંખ્ય દોષની નિવૃત્તિ થાય છે અર્થાત્ મનુષ્યની પરાસ્થિતિ ત્રણ પલ્યોપમની છે અને તિર્યંચની અપર સ્થિતિ અંતર્મુહૂર્તની છે એ પ્રકારે સૂત્ર યોજનનો ભ્રમ થાય. મનુષ્યોની સ્થિતિ પર=પ્રથમની, ત્રણ પલ્યોપમ ગ્રહણ કરવામાં આવે અને તિર્યંચોની સ્થિતિ અપર=પાછળની, અંતર્મુહૂર્ત ગ્રહણ કરવામાં આવે તો આ પ્રકારના દોષની પ્રાપ્તિ થાય. તે જ દોષ ભાષ્યકારશ્રી સ્પષ્ટ કરે છે –
બે સૂત્ર ન ક્યાં હોત અને એક સૂત્ર કર્યું હોત તો મનુષ્યોની સ્થિતિ અને તિર્યંચોની સ્થિતિ બંનેમાં બંને પર અને અપરરૂપ ત્રિપલ્યોપમ અને અંતર્મુહૂર્ત તે બંને, યથાસંખ્ય પ્રાપ્ત થાય, ફલસ્વરૂપે સૂત્રનો અર્થ અન્ય પ્રકારે પ્રાપ્ત થાત. માટે ગ્રંથકારશ્રીએ બે સૂત્ર પૃથક ક્ય છે.
આ રીતે બતાવ્યાં પછી મનુષ્ય અને તિર્યંચોની બે પ્રકારની સ્થિતિ બતાવે છે – (૧) ભવસ્થિતિ અને (૨) કાયસ્થિતિ.
જીવ જે ભાવમાં હોય તે ભવનું આયુષ્ય તે ભવસ્થિતિ અને જીવ મનુષ્યભવરૂપ કાયામાં સળંગ કેટલી વખત પ્રાપ્ત થાય તે કાયસ્થિતિ. મનુષ્યોની પરા ભવસ્થિતિ ત્રણ પલ્યોપમની છે અને જઘન્ય ભવસ્થિતિ