________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨) અધ્યાય-૩| સૂત્ર-૧૮
૧૬૯ અસંખ્યાત ભાગ છે એથી અસંખ્યાત વર્ષની પ્રાપ્તિ થાય અને ચતુષ્પદ એવા પંચેંદ્રિય પ્રાણીઓ કે જે ગર્ભમાંથી ઉત્પન્ન થયા છે તેઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમ છે.
આ રીતે ગર્ભજ તિર્યચપંચેંદ્રિયોની ભવસ્થિતિ બતાવ્યા પછી તેઓની કાયસ્થિતિ બતાવે છે – ભાષ્યમાં મત્સ્ય, ઉરગ અને ભુજગોનું પૂર્વકોટી આયુષ્ય છે એમ આ કથનના પૂર્વે જ કહેલ છે. તેથી અહીં ફરી મત્સ્ય આદિની જે ભવસ્થિતિનું કથન છે તે સંમૂર્છાિમને આશ્રયીને છે. તેથી સંમૂર્છાિમ એવા મસ્યોની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ પૂર્વક્રોડ વર્ષ છે. સંમૂર્છાિમ ઉરપરિસર્પોની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ત્રેપન હજાર વર્ષ છે. સંમૂર્છાિમ ભુજપરિસર્પોની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ બેંતાલીસ હજાર વર્ષ છે. સંમૂર્છાિમ પક્ષીઓની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ બોંતેર હજાર વર્ષ છે. સંમૂર્શિમ સ્થલચર જીવોની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ચોર્યાશી હજાર વર્ષ છે. આ બધા તિર્યચપચંદ્રિય જીવો પણ ફરીને તે પ્રકારનો પંચેંદ્રિયનો ભાવ ઉત્કૃષ્ટથી સાત વખત અને ક્વચિત્ આઠ વખત પ્રાપ્ત કરી શકે છે, ત્યારપછી અવશ્ય અન્ય ભવને પ્રાપ્ત કરે છે. મનુષ્ય અને તિર્યંચ બધા જીવોની કાયસ્થિતિ પણ જઘન્ય અંતર્મુહૂર્ત છે અર્થાત્ ભવસ્થિતિ અંતર્મુહૂર્ત છે તેમ કાયસ્થિતિ પણ અંતર્મુહૂર્ત છે. II3/૧૮
આ પ્રમાણે તત્ત્વાર્થાધિગમસૂત્રમાં લોકપ્રજ્ઞપ્તિ નામનો ત્રીજો અધ્યાય સમાપ્ત થયો.
| ત્રીજો અધ્યાય સમાપ્ત II