________________
૧૫
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨અધ્યાય-૩/ સુચ-૧૩ આનાથી પર=માનુષોતર પર્વતથી પર, ક્યારે પણ જન્મથી કોઈ મનુષ્યો ભૂતપૂર્વ નથી=ભૂતકાળમાં થયા નથી, વર્તમાનમાં થતા નથી અને ભવિષ્યમાં થશે નહીં. વળી, સંહરણથી કોઈ મનુષ્ય ભૂતકાળમાં મર્યા નથી, વર્તમાનમાં મરતા નથી અને ભવિષ્યમાં મરશે નહીં. વળી, ચારણ-વિધાધરઋદ્ધિ પ્રાપ્ત પણ મનુષ્યો ભૂતપૂર્વ કોઈ મર્યા નથી, વર્તમાનમાં મરતા નથી, ભવિષ્યમાં મરશે નહીં. સિવાય કે સમુદ્દઘાત અને ઉપપાતથી ત્યાં પ્રાપ્તિ છે=મનુષ્યોની માનુષોત્તર પર્વતથી પર પ્રાપ્તિ છે. અને આથી જ=જન્મથી અને મૃત્યુથી ત્યાં મનુષ્યોની પ્રાપ્તિ નથી આથી જ, માતુષોત્તર એ પ્રમાણે કહેવાય છે.
અઢીદ્વીપનાં સ્થાનોનું નિગમન કરતાં ભાષ્યકારશ્રી કહે છે –
આ રીતે માનુષોત્તરની પહેલાં અઢીદ્વીપો છે, બે સમુદ્ર છે, પાંચ મેરુપર્વતો છે, પાંત્રીસ ક્ષેત્રો છે, ત્રીસ પર્વતો છે, પાંચ દેવકુરુ છે, પાંચ ઉત્તરકુરુઓ છે, ચક્રવર્તીના છ ખંડોવાળી એકસો સાઈઠ વિજયો છે, બસો પંચાવન આર્ય દેશો છે, છપ્પન અંતરદ્વીપો છે.
ત્તિ' શબ્દ ભાગની સમાપ્તિમાં છે. ૩/૧૩ ભાવાર્થ:
જે પ્રમાણે ધાતકીખંડમાં ઇષના આકારવાળા બે પર્વતોથી પૂર્વાર્ધ અને પશ્ચિમાઈ આત્મક બે વિભાગ છે, તે પ્રમાણે પુષ્કરવરદ્વીપાર્ધમાં પણ ઇષના આકારવાળા બે પર્વતોથી પૂર્વાર્ધ અને પશ્ચિમાધ આત્મક બે વિભાગ છે.
જબૂદ્વીપના મેરુપર્વત આદિની સંખ્યાની જેમ જ ધાતકીખંડના પૂર્વાર્ધ અને પશ્ચિમાઈ વિભાગમાં મેરુ, વર્ષધરપર્વત, ક્ષેત્ર આદિની સંખ્યા છે તેમ પુષ્કરવરદીપાધના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધ વિભાગમાં પણ મેરુ, વર્ષધરપર્વતો અને ક્ષેત્ર આદિની સંખ્યા છે.
પુષ્કરવરદ્વીપ ધાતકીખંડથી દ્વિગુણ છે છતાં તે પુષ્કરવરદ્વીપ માનુષોત્તર પર્વતથી બે વિભાગમાં વિભક્ત છે. તેથી અડધા પુષ્કરવરદ્વીપમાં મનુષ્યક્ષેત્ર છે અને અડધા પુષ્કરવરદ્વીપમાં મનુષ્યો નથી, ત્યાં માનુષોત્તર પર્વત મનુષ્યલોકને પરિક્ષેપ કરીને રહેલો છે. જેમ સુંદર એવા નગરની રક્ષા માટે તેની ચોતરફ, ગોળાકારે કિલ્લો વીંટળાઈને રહેલો હોય તેમ માનુષોત્તરપર્વત પુષ્કરવરદ્વીપાર્ધમાં વીંટળાઈને રહેલો છે. આ માનુષોત્તર પર્વત સુવર્ણમય છે, તે જમીનથી સત્તરસો એકવીસ યોજન ઊંચો છે, જમીનમાં ચારસો ત્રીસ યોજન અને એક કોશ અવગાઢ છે. સમતલભૂતળના સ્થાને તે માનુષોત્તર પર્વત એક હજાર બાવીસ યોજન જાડાઈવાળો છે અને ઉપર ઉપરમાં ઘટતો જાય છે. તેથી મધ્ય ભાગમાં સાતસો ત્રેવીસ યોજન પ્રાપ્ત થાય છે અને ઉપરના વિભાગમાં ચારસો ચોવીસ યોજન પ્રાપ્ત થાય છે.
માનુષોત્તર પર્વતની પેલી બાજુ કોઈ મનુષ્યો ક્યારેય જન્મતા નથી. તેથી જે કોઈ મનુષ્યોનો જન્મ થાય છે તે અઢીદ્વીપમાં જ થાય છે, અઢીદ્વીપની બહાર થતો નથી. સંહરણ કરીને કોઈ અઢીદ્વીપની બહાર લઈ