________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર–૧૬ મનુષ્યવિજાતિના અને શબ્દુલીકર્ણ મનુષ્યવિજાતિના ચાર અંતરદ્વીપો છે, એમ પૂર્વ સાથે સંબંધ છે.
૧૬૨
પાંચસો યોજન અવગાહન કરીને પાંચસો યોજન આયામ વિખુંભવાળા ચાર અંતરદ્વીપો છે. તે આ પ્રમાણે – ગજમુખ મનુષ્યવિજાતિના, વ્યાઘ્રમુખ મનુષ્ચવિજાતિના, આદર્શમુખ મનુષ્યવિજાતિના અને ગોમુખ મનુષ્યવિજાતિના ચાર અંતરદ્વીપો છે, એમ અન્વય છે.
છસો યોજન અવગાહન કરીને એટલા જ આયામ વિખુંભવાળા જ અંતરદ્વીપો છે. તે આ પ્રમાણે - અશ્વમુખ મનુષ્યવિજાતિના, હસ્તિમુખ મનુષ્યવિજાતિના, સિંહમુખ મનુષ્યવિજાતિના અને વ્યાઘ્રમુખ મનુષ્યવિજાતિના ચાર અંતરદ્વીપ છે, એમ અન્વય છે.
સાતસો યોજન અવગાહન કરીને સાતસો યોજન આયામ વિખુંભવાળા અંતરદ્વીપો છે. તે આ પ્રમાણે – અશ્વકર્ણ મનુષ્યવિજાતિના, સિંહકર્ણ મનુષ્યવિજાતિના, હસ્તિકર્ણ મનુષ્યવિજાતિના અને કર્ણપ્રાવરણ મનુષ્યવિજાતિના ચાર અંતરદ્વીપ છે, એમ અન્વય છે.
આઠસો યોજન અવગાહન કરીને આઠસો યોજન આયામ વિખુંભવાળા જ અંતરદ્વીપો છે. તે આ પ્રમાણે – ઉલ્કામુખ મનુષ્યવિજાતિના, વિદ્યુજ્જિહ્ન મનુષ્યવિજાતિના, મેષમુખ મનુષ્યવિજાતિના અને વિદ્યુત મનુષ્યવિજાતિના ચાર અંતરદ્વીપ છે, એમ અન્વય છે.
નવસો યોજન અવગાહન કરીને નવસો યોજન આયામ વિખુંભવાળા જ અંતરદ્વીપો છે. તે આ પ્રમાણે ધનદંત મનુષ્યવિજાતિના, ગૂઢદંત મનુષ્યવિજાતિના, શ્રેષ્ઠદંત મનુષ્યવિજાતિના અને શુદ્ધદંત મનુષ્યવિજાતિના ચાર અંતરદ્વીપ છે, એમ અન્વય છે.
-
ભાષ્યમાં એકોરુક મનુષ્યવિજાતિના દ્વીપ કહેલ છે તેનું નામ એકોરુકદ્વીપ છે. એ રીતે શેષ પણ સ્વનામથી તુલ્યનામવાળા=મનુષ્યોના નામથી તુલ્યનામવાળા, દ્વીપો જાણવા. શિખરીપર્વતમાં પણ આ રીતે જ=જે રીતે હિમવંત પર્વતમાં અઠ્ઠાવીસ અંતરદ્વીપો બતાવ્યા એ રીતે જ, અઠ્ઠાવીસ અંતરદ્વીપો છે. એથી આ રીતે=હિમવંતમાં અઠ્ઠાવીસ અને શિખરીમાં અઠ્ઠાવીસ છે એ રીતે, છપ્પન અંતરદ્વીપો છે.
વળી દેવકુરુ અને ઉત્તરકુરુ કર્મભૂમિ અંદર હોવા છતાં અકર્મભૂમિ છે. ‘કૃતિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિમાં છે. ।।૩/૧૬।।
ભાવાર્થ:
દેવકુરુ અને ઉત્તરકુરુને છોડીને ભરત, ઐરાવત અને મહાવિદેહ એ પંદર કર્મભૂમિ છે એ પ્રમાણે કહેવાથી એ પ્રાપ્ત થાય કે મહાવિદેહ સાથે સંલગ્ન દેવકુરુ અને ઉત્તરકુરુ છે, છતાં મહાવિદેહ સાથે સંલગ્ન એવા દેવકુરુ અને ઉત્તરકુરુને છોડીને બાકીનો મહાવિદેહનો ભાગ અને ભરત અને ઐરાવત ક્ષેત્ર એ પંદર કર્મભૂમિ છે; કેમ કે પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ છે. માટે પંદર કર્મભૂમિ છે.