________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૩ / સૂત્ર-૧૨, ૧૩
ભાવાર્થ:
જેમ ગાડીનાં પૈડાં મધ્ય ભાગમાં ગોળ હોય અને ચારે બાજુ આરા હોય તે આકારથી ધાતકીખંડ છે; કેમ કે ધાતકીખંડ મધ્યમાં ગોળ જંબુદ્વીપ છે, જેની આજુબાજુ ગોળાકાર લવણસમુદ્ર છે, ત્યારપછી ગોળાકારે ધાતકીખંડ છે. ધાતકીખંડ ઇષુ આકારવાળા દક્ષિણ ઉત્તરમાં બે પર્વતોથી વિભક્ત છે. જંબુદ્રીપમાં જેમ પર્વતો અને વંશો=ક્ષેત્રો, છે તે જ નામવાળા પર્વત અને ક્ષેત્રો ત્યાં છે. II૩/૧૨૪ા
સૂત્ર :
પુરર્થે ।।/રૂ।।
સૂત્રાર્થ
:
૧૫૫
પુષ્કરાર્ધમાં ધાતકીખંડની જેમ સર્વ છે. II૩/૧૩||
ભાષ્યઃ
यश्च धातकीखण्डे मन्दरादीनां सेष्वाकारपर्वतानां सङ्ख्याविषये नियमः स एव पुष्करार्धे वेदितव्यः । ततः परं मानुषोत्तरो नाम पर्वतो मानुष्यलोकपरिक्षेपी सुनगरप्राकार (वत्) वृतः पुष्करवरद्वीपार्थे निर्दिष्टः काञ्चनमयः, सप्तदशैकविंशानि योजनशलानि उच्छ्रितः चत्वारि त्रिंशानि क्रोशं चाधो धरणितलमवगाढः, योजनसहस्त्रद्वाविंशमधस्ताद् विस्तृतः, सप्तशतानि त्रयोविंशानि मध्ये, चत्वारि चतुर्विंशान्युपरीति । न कदाचिदस्मात् परतो जन्मतः संहरणतो वा चारणविद्याधरर्द्धिप्राप्ता अपि मनुष्या भूतपूर्वा भवन्ति भविष्यन्ति च, अन्यत्र समुद्घातोपपाताभ्यामत एव च मानुषोत्तर રૂત્યુદ્ધતે ।
तदेवमर्वाग्मानुषोत्तरस्यार्धतृतीया द्वीपाः, समुद्रद्वयं, पञ्च मन्दराः पञ्चत्रिंशत् क्षेत्राणि, त्रिंशद् वर्षधरपर्वताः, पञ्च देवकुरवः, पञ्चोत्तराः कुरवः, शतं षष्ट्यधिकं चक्रवर्त्तिविजयानाम् द्वे शते पञ्चपञ्चाशज्जनपदानाम्, अन्तरद्वीपाः षट्पञ्चाशदिति । । ३ / १३ ।।
ભાષ્યાર્થ ઃ
ય.... પદ્માવિત્તિ ।। જે ધાતકીખંડમાં મેરુ આદિના ઇયુ આકારના પર્વતોના સંખ્યાના વિષયમાં નિયમ છે તે જ પુષ્કરવરદ્વીપાર્ધમાં જાણવું. ત્યારપછી માનુષોત્તર નામનો પર્વત મનુષ્યલોકનો પરિક્ષેપી સુનગરના પ્રાકારની જેમ ઘેરાયેલો પુષ્કરવરદ્વીપાર્ધમાં કાંચનમય બતાવાયો છે. તે માનુષોત્તર પર્વત સત્તરસો એકવીસ યોજન ઊંચો છે, ચારસો ત્રીસ યોજન અને એક ક્રોશ જમીનમાં અવગાઢ છે, ધરણિતલ પાસે એક હજાર બાવીસ યોજન વિસ્તારવાળો છે અર્થાત્ જાડાઈવાળો છે, મધ્યમાં સાતસો ત્રેવીસ યોજન છે, ઉપરમાં ચારસો ચોવીસ યોજન પ્રમાણ માનુષોત્તર પર્વત છે.