________________
૧૫૩
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ / અધ્યાય-૩| સૂત્ર-૧૧ યોજનના વિખંભવાળો છે તેનો બોધ છે. જંબૂદીપના વિખંભના વર્ગની સંખ્યામાંથી ભરતક્ષેત્રની જ્યાના વર્ગની સંખ્યાને બાદ કરવાથી આવેલ સંખ્યાના વર્ગમૂળને જંબુદ્વીપના વિખંભની સંખ્યામાંથી બાદ કરવાથી આવેલ સંખ્યાને અર્ધ કરવાથી આવેલ સંખ્યા પરફયોજન અને ૬ કળા ભરતક્ષેત્રના ઇષનું પ્રમાણ છે. તેને ચિત્રમાં ૨૧મા ક્રમ તરીકે બતાવેલ છે. ધનુકાષ્ઠનું ગણિત :કોઈપણ ક્ષેત્રનું ધનુકાષ્ઠ કેટલા યોજન પ્રમાણ છે ? તે કાઢવાનું ગણિત બતાવે છે –
કોઈની પાસે ભરતક્ષેત્રના ઇષનું જ્ઞાન હોય તેનો વર્ગ કરે અને તેને કથી ગુણે અને ભરતક્ષેત્રની જે જ્યા હોય તેના વર્ગને તેમાં ઉમેરે અને જે સંખ્યા આવે તેનું વર્ગમૂળ કાઢવાથી આવતી સંખ્યા ૧૪પ૨૮ યોજન અને ૧૧ કળા તે તે ભરતક્ષેત્રના ધનુકાષ્ઠનું પ્રમાણ છે. તેને ચિત્રમાં ૨૨મા ક્રમ તરીકે બતાવેલ છે. જબૂદ્વીપનું વિષ્ક્રભનું ગણિત :
હવે ભરતાદિ કોઈપણ ક્ષેત્રની જ્યા અને ઇષનું જ્ઞાન હોય તેના બળથી જંબુદ્વીપના વિખંભને કાઢવાનું ગણિત બતાવે છે –
કોઈ વ્યક્તિને ભરતક્ષેત્રની જ્યાનું જ્ઞાન હોય તે જ્યાનો વર્ગ કરે અને જે સંખ્યા આવે તેને ચારથી ભાગે અને જે સંખ્યા આવે તેના ઇષનો વર્ગ ઉમેરે અને જે સંખ્યા આવે તેને ઇષની સંખ્યાથી ભાગે અને જે સંખ્યા આવે તે તેની પ્રતિકૃતિના વૃત્તનો વિખંભ છે=પ્રસ્તુતમાં ભરતક્ષેત્રની પ્રતિકૃતિરૂપ જંબૂઢીપનો વિખંભ છે. તે રીતે ધાતકીખંડાદિમાં પણ વિખંભની પ્રાપ્તિ કરી શકાય. પ્રસ્તુતમાં જંબૂઢીપનો વિખંભ ૧00000 યોજન પ્રાપ્ત થાય છે. જેને ચિત્રમાં ૨૩મા ક્રમ તરીકે બતાવેલ છે. બાહુનું ગણિત :
ઉત્તર દિશામાં રહેલા કોઈક પર્વતાદિના ધનુકાષ્ઠથી દક્ષિણ દિશામાં રહેલ ક્ષેત્રના ધનુકાષ્ઠને બાદ કરવામાં આવે તો જે શેષ પ્રાપ્ત થાય તેનો અર્ધ ભાગ કરતાં પ્રાપ્ત થતી સંખ્યા (તે પર્વતની એક બાજુની) બાહા છે.
જેમ ભરતક્ષેત્રની ઉત્તર દિશામાં હિમવંત પર્વત છે તે પર્વતનો ધનુકાષ્ઠ ગ્રહણ કરવામાં આવે તો તેના ધનુકાષ્ઠ અંતર્ગત ભરતક્ષેત્રનો પણ ધનુકાષ્ઠ પ્રાપ્ત થાય છે; કેમ કે ભરતક્ષેત્ર દક્ષિણ ભાગમાં અલ્પ ભાગને અવગાહીને રહેલું છે તેનાથી ઉત્તરમાં હિમવંત પર્વત આવેલ છે. તેથી હિમવંત પર્વતના ધનુકાષ્ઠનું પ્રમાણ ગ્રહણ કરીને તેમાંથી ભરતના ધનુકાષ્ઠનું પ્રમાણ બાદ કરવામાં આવે તો હિમવંત પર્વતના બે બાજુના બે બાહુનું પ્રમાણ પ્રાપ્ત થાય અને તેનું અડધું કરવામાં આવે તો હિમવંત પર્વતની એક બાજુની બાહુનું પ્રમાણ પ્રાપ્ત થાય.
અત્યાર સુધી એક ક્ષેત્રના પ્રમાણના બળથી અન્યના ક્ષેત્રના પ્રમાણની પ્રાપ્તિ કરવાનું ગણિત બતાવ્યું એ ઉપાયથી દરેક ક્ષેત્રોના વૈતાઢ્યાદિ પર્વતોનો આયામ, વિધ્વંભ, જ્યા, ઇષ અને ધનુકાષ્ઠના પરિમાણ