________________
૧૫૨
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૧
ગણિત
વૃત્તની પરિધિ :
જંબુદ્રીપનો વિધ્વંભ એક લાખ યોજન છે. તેનો વર્ગ કર્યા બાદ જે સંખ્યા આવે તેને દશથી ગુણીને તેનું વર્ગમૂળ કાઢતાં આવતી સંખ્યા જંબૂદ્વીપના વૃત્તની પરિધિ છે. તેની સંખ્યા ૩૧૬૨૨૭.૭૬૬૦૧૬ યોજન છે. તે ચિત્રમાં ૧૮મા ક્રમ તરીકે દર્શાવેલ છે.
વૃત્તનું ક્ષેત્રફળ =
વૃત્તની પરિધિને વિધ્વંભના ચોથા ભાગથી ગુણતાં જે પ્રાપ્ત થાય તે વૃત્તનું ક્ષેત્રફળ છે.
જેમ જંબુદ્રીપની પરિધિ ૩૧૬૨૨૭.૭૬૬૦૧૬ છે અને વિખુંભ ૧,૦૦,૦૦૦ યોજન છે. જંબુદ્રીપના વિખુંભનો ચોથો ભાગ ૨૫૦૦૦ યોજન થાય, તેનાથી જંબૂદ્વીપની પરિધિને ગુણતાં ૭૯૦૫૬૯૪૧૫૦ યોજન પ્રાપ્ત થાય, જે જંબુદ્રીપનું ક્ષેત્રફળ છે. તે ચિત્રમાં ૧૯મા ક્રમ તરીકે દર્શાવેલ છે.
ઈચ્છાક્ષેત્રની જ્યા ઃ
જંબુદ્રીપની જ્યાનો કોઈને બોધ હોય તેના બળથી જંબુદ્વીપ અંતર્ગત ભરતક્ષેત્ર કે અન્ય પર્વતાદિની જ્યા કાઢવી હોય તેના માટેનું ગણિત બતાવે છે
ઇચ્છા કરાયેલા એવા ભરત આદિ ક્ષેત્રની જે અવગાહના છે તે જંબુદ્રીપની અવગાહનામાંથી બાદ કર્યા બાદ તેને ઇચ્છિત એવા ભરતક્ષેત્રની અવગાહનાથી ગુણવાથી જે વિખુંભ પ્રાપ્ત થાય તેને ચારથી ગુણીને તેનું વર્ગમૂળ કાઢવામાં આવે તો ઇચ્છિત એવા ભરતાદિ ક્ષેત્રની જ્યાની પ્રાપ્તિ થાય. તે રીતે જંબુદ્રીપમાં રહેલા સર્વ પર્વત ક્ષેત્રાદિની જ્યાની પ્રાપ્તિ કરી શકાય છે.
જેમ ભરતક્ષેત્રની અવગાહના ૫૨૬ યોજન અને ૬ કળા છે તે અવગાહનાને ૧૦૦૦૦૦ યોજન આત્મક જંબુદ્રીપની અવગાહનામાંથી બાદ કરવાથી જે સંખ્યા પ્રાપ્ત થાય તેને ભરતક્ષેત્રની અવગાહનાથી ગુણવાથી જે સંખ્યા પ્રાપ્ત થાય તેને ચારથી ગુણીને જે સંખ્યા મળે તેનું વર્ગમૂળ કાઢવાથી ૧૪૪૭૧ યોજન અને ૬ કળારૂપ ભરતક્ષેત્રની જ્યાની પ્રાપ્તિ થાય છે. જે ચિત્રમાં ૨૦મા ક્રમ તરીકે બતાવેલ છે.
ઇચ્છિત ઇસુનું ગણિત :
કોઈની પાસે કોઈ ક્ષેત્રની જ્યાની સંખ્યા હોય તેના બળથી તે ક્ષેત્રનો ઇર્ષે કેટલા યોજન પ્રમાણ છે ? તે નક્કી કરવા અર્થે ગણિત બતાવે છે
ભરતક્ષેત્રની જ્યાનો અને જંબુદ્રીપના વિધ્વંભનો વર્ગ કર્યા બાદ જંબુદ્રીપના વિધ્યુંભના વર્ગમાંથી ભરતક્ષેત્રની જ્યાના વર્ગની સંખ્યાને બાદ કરવાથી પ્રાપ્ત સંખ્યાનું વર્ગમૂળ ક૨વાથી જે સંખ્યા આવે તેને વિખંભથી બાદ કરવાથી જે સંખ્યા આવે તેને અર્ધ કરવાથી પ્રાપ્ત થતી સંખ્યા તે ઇચ્છિત ઇષુનું માપ છે. જેમ કોઈની પાસે ભરતક્ષેત્રની જ્યા ૧૪૪૭૧ યોજન અને ૬ કળા છે તેવો બોધ છે અને જંબુદ્વીપ લાખ