________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ / અધ્યાય-૩ | સૂત્ર-૧૩
૧પ૭ ગયું હોય તો તેમનું મૃત્યુ ત્યાં થતું નથી. વળી ચારણ, વિદ્યાધર, ઋદ્ધિપ્રાપ્ત મનુષ્યો પોતાની શક્તિથી ત્યાં જાય છે, પરંતુ કોઈ ત્યાં મૃત્યુ પામતા નથી, ફક્ત મનુષ્યોની અઢીદ્વીપની બહાર સમુદ્યાત અને ઉપપાતથી પ્રાપ્ત થાય છે. જેમ કેવલી સમુદ્રઘાત કરે ત્યારે તેમના આત્મપ્રદેશો ત્યાં પ્રાપ્ત થાય છે અથવા કોઈ મારણાંતિક સમુદ્રઘાતથી મૃત્યુ પામે ત્યારે પણ આત્મપ્રદેશો અઢીદ્વીપ બહાર પણ ફેલાયા હોય તેવું પ્રાપ્ત થાય છે. વળી કોઈ મનુષ્યને મૃત્યુ પામીને અઢીદ્વીપ બહાર કોઈ સ્થાનમાં પશુ આદિરૂપે જન્મ લેવાનું આયુષ્ય વિદ્યમાન હોય તે વખતે પણ તેના આત્મપ્રદેશો અઢીદ્વીપની બહારના તે ક્ષેત્રમાં પ્રાપ્ત થાય છે પરંતુ મનુષ્ય શરીરથી અઢીદ્વીપ બહાર મૃત્યુને આશ્રયીને કે જન્મને આશ્રયીને કોઈની પ્રાપ્તિ થતી નથી. જન્મથી અને મૃત્યુથી મનુષ્યો ત્યાં પ્રાપ્ત થતા નથી. આથી જ તે પર્વતનું નામ માનુષોત્તર એ પ્રમાણે કહેવાયું છે અર્થાત્ મનુષ્યક્ષેત્રના ઉત્તરમાં તે પર્વત છે.
આ રીતે અઢીદ્વીપનું વર્ણન કર્યા પછી અઢીદ્વીપમાં દીપો વગેરે કેટલા છે? તેનું સંક્ષેપથી ભાષ્યકારશ્રી વર્ણન કરે છે –
માનુષોત્તર પર્વતથી પૂર્વે અઢીદ્વીપ છે અર્થાત્ એક જંબૂઢીપ, ધાતકીખંડ અને અડધો પુષ્કરવરદીપ એમ અઢી દ્વીપ છે અને બે સમુદ્ર છે=જંબૂદ્વીપની વલયાકારે લવણસમુદ્ર છે અને ધાતકીખંડના વલયાકારે કાલોદધિસમુદ્ર છે. વળી પાંચ મેરુઓ છે. જેમ જેબૂદ્વીપમાં એક મેરુ છે તેમ ધાતકીખંડ અને પુષ્કરાર્ધમાં બે બે મેરુ છે, તેથી પાંચ મેરુઓ છે. વળી જંબૂદ્વીપમાં સૂત્ર-૧૦માં બતાવ્યાં એવા ભરત, હિમવંત વગેરે સાત ક્ષેત્રો છે. તે પ્રમાણે ધાતકીખંડમાં પૂર્વમાં સાત અને પશ્ચિમમાં સાત અને પુષ્કરવરફ્લીપાઈમાં પણ પૂર્વમાં સાત અને પશ્ચિમમાં સાત ક્ષેત્રો છે. તેથી પર્વતોથી વિરુદ્ધ એવાં પાંત્રીસ ક્ષેત્રોની પ્રાપ્તિ છે. વળી સૂત્ર૧૧માં બતાવ્યું એ પ્રમાણે જંબુદ્વીપમાં ક્ષેત્રના વિભાગને કરનાર હિમવંતાદિ છ પર્વતો છે તેવા છ છ પર્વતો ધાતકીખંડ અને પુષ્કરવરધીપાર્ધમાં પૂર્વ અને પશ્ચિમમાં છે, તેથી કુલ ત્રીસ પર્વતોની પ્રાપ્તિ થાય છે. વળી, જેમ જંબુદ્વીપમાં મધ્યમાં મેરુ પર્વત છે તેની ઉત્તર અને દક્ષિણમાં ઉત્તરકુરુ અને દેવકુરુ છે તેમ ધાતકીખંડ અને પુષ્કરવરફ્લીપાઈના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં મેરુપર્વતની ઉત્તરમાં ઉત્તરકુરુ છે અને દક્ષિણમાં દેવકુરુ છે. તેથી કુલ પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુની પ્રાપ્તિ થાય છે. વળી જંબુદ્વીપના મહાવિદેહમાં જેમ બત્રીસ વિજયો છે, તેમ ધાતકીખંડ અને પુષ્કરવરદીપાઈના પૂર્વાર્ધ અને પશ્ચિમાધના ચાર વિદેહની બત્રીસ-બત્રીસ વિજયો થઈને પાંચ મહાવિદેહની કુલ એકસો સાઇઠ વિજયો છે, જેમાં ચક્રવર્તી થાય છે એથી ચક્રવર્તીની વિજયો એકસો સાઇઠ છે. વળી ભરતક્ષેત્રમાં જે મધ્યખંડ છે, તેમાં સાડા પચ્ચીસ આર્યદેશો છે. તે પ્રમાણે એરવતના સાડા પચ્ચીસ આર્યદેશો છે, તે પ્રમાણે ધાતકીખંડ અને પુષ્કરવરદ્વીપાર્ધમાં ગણીને પાંચ ભરત અને પાંચ ઐરાવતને આશ્રયીને બસો પંચાવન આર્યદેશો છે. જંબૂદ્વીપના ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રના વૈતાઢયપર્વતમાંથી જેમ દાઢા લવણસમુદ્રમાં નીકળે છે તેમ ધાતકીખંડ અને પુષ્કરવરદ્વીપાર્ધમાં નથી. તેથી અંતરદ્વીપો અઢીદ્વીપમાં છપ્પન છે. l૩/૧૩