________________
૧૪૯
'તત્ત્વાધિગમસૂત્ર ભાગ-૨) અધ્યાય-૩] સૂત્ર-૧૧
ઉદગ્ધ ધનુકાષ્ઠથી=ઉપરના ધનુકાષ્ઠથી, દક્ષિણનું ધતુકાષ્ઠ શોધ્ય છે=બાદ કરવા યોગ્ય છે. જે સંખ્યા આવે તેનો અર્ધ બાહુ છે.
જેમ હિમવંત પર્વતની બાહુ કાઢવી હોય તો હિમવંત પર્વતનું ધનુકાષ્ઠ લઈને તેનાથી દક્ષિણમાં રહે ભરતક્ષેત્રનું ધનુકાષ્ઠ બાદ કરી જે સંખ્યા આવે તેનું અડધું કરવાથી હિમવંત પર્વતના બાહુની પ્રાપ્તિ થાય.
આ કરણના સ્વીકારતા ઉપાયથી ક્ષેત્રોના વૈતાઢ્યાદિ પર્વતોના આયામ વિધ્વંભ જ્યા, ઈર્ષા, ધનુકાષ્ઠ પરિણામ જાણવા. ૩/૧૧ ભાવાર્થ:
ભરતક્ષેત્રના બે વિભાગ કરનાર મધ્યમાં વૈતાઢ્ય પર્વત છે જેને આશ્રયીને ભરતના છ ખંડોનો વિભાગ પડે છે. તે વૈતાઢય પર્વત બંને છેડે લવણસમુદ્રમાં જાય છે. વળી તે વૈતાઢ્ય પર્વત છ યોજન એક કોશ જમીનમાં ઊંડો છે. અને પચાસ યોજન વિસ્તારવાળો છે. અને પચ્ચીસ યોજન ઊંચો છે.
આ રીતે ભરતક્ષેત્રના મધ્યમાં રહેલ વૈતાઢય પર્વતનું સ્વરૂપ બતાવ્યા પછી મહાવિદેહમાં રહેલા દેવકુરુ અને ઉત્તરકુરુનું સ્વરૂપ બતાવે છે –
મહાવિદેહથી પૂર્વે દક્ષિણ ભારત તરફ નિષધપર્વત છે. નિષધપર્વતથી ઉત્તરબાજુ અને મેરુપર્વતથી દક્ષિણબાજુ દેવકુરુ છે. સો કાંચન પર્વતો, ચિત્રકૂટ અને વિચિત્રકૂટથી દેવકુરુ શોભિત છે. તેથી એ પ્રાપ્ત થાય કે દેવકુરુમાં સુવર્ણના સો પર્વતો આવેલા છે અને ચિત્રકૂટ અને વિચિત્રકૂટ આવેલા છે. આ દેવગુરુનો વિખંભ અગિયાર હજાર આઠસો બેતાલીસ યોજન અને બે કળા છે. એ જ રીતે મેરુપર્વતની ઉત્તર બાજુ ઉત્તરકુરુ છે, જે ચિત્રકૂટ અને વિચિત્રકૂટથી રહિત અને બે કાંચનપર્વતોથી સુશોભિત છે.
વળી મહાવિદેહ ક્ષેત્ર તે વચમાં રહેલા મેરુપર્વત, ઉત્તરબાજુ રહેલ ઉત્તરકુરુ અને દક્ષિણબાજુ રહેલ દેવકુરુ એ ત્રણથી વિભક્ત થયેલ છે. તેને આશ્રયીને વિદેહોના આ પૂર્વમહાવિદેહ અને આ અપરમહાવિદેહ એમ બે વિભાગ થાય છે. જેમ ભરતક્ષેત્ર વૈતાદ્યપર્વતથી વિભક્ત છે તેમ પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ મહાવિદેહ મેરુપર્વત, દેવકર અને ઉત્તરકુરુથી વિભક્ત છે. - પૂર્વ મહાવિદેહમાં છ ખંડવાળી સોળ વિજયો છે, જે નદી અને પર્વતથી વિભક્ત છે. તેથી એક વિજયમાંથી અન્ય વિજયમાં જવું અશક્ય છે. માટે દરેક વિજયના મનુષ્યો તે તે વિજયમાં જ હોય છે. વળી પૂર્વ વિદેહની જેમ અપર એવી પશ્ચિમ વિદેહમાં પણ તેવા જ સ્વરૂપવાળી સોળ ચક્રવર્તીની વિજયો છે.
પૂર્વે મેરુપર્વતની દક્ષિણદિશામાં રહેલ ભરતક્ષેત્રનો વૈતાઢ્ય કેવો છે? તેનું સ્વરૂપ બતાવેલ; તેના જેવા જ સ્વરૂપવાળો વૈતાઢયપર્વત મેરુપર્વતની ઉત્તરદિશામાં આવેલા ઐરાવતક્ષેત્રમાં પણ છે. તેથી જેમ ભરતક્ષેત્રમાં રહેલો વૈતાઢ્ય ભરતક્ષેત્રના બે વિભાગ કરે છે તેમ ઐરાવતક્ષેત્રમાં રહેલ વૈતાઢય ઐરાવતક્ષેત્રના પણ બે વિભાગ કરે છે