________________
૧૪૫
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૧ ભાષ્યાર્થ:
વર્ષાવિંશત્તિ ... સાથિયા પૂર્વે જ પર્વતો બતાવ્યાં અને તે કઈ રીતે રહેલા છે ? તેની સ્પષ્ટતા કરી. હવે તે પર્વતો કેટલા ઊંચા છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
જમીનમાં પચ્ચીસ યોજન અવગાઢ, સો યોજન ઊંચો હિમવંત પર્વત છે. તેનાથી દ્વિગુણ મહાહિમવંત પર્વત છે. તેનાથી દ્વિગણ=મહાહિમવંતથી દ્વિગુણ, વિષધપર્વત છે. હવે ભરતક્ષેત્રની જ્યા બતાવે છે –
ચૌદ હજાર ચારસો ધક્કોતેર યોજન અને ઓગણીસના છ ભાગરૂપ છ કળા વિશેષ ઊન=કાંઈક ઊન છ ભાગમાં કાંઈક ઊન, (૧૪૪૭૧ યોજન) એટલી ભરતક્ષેત્રની જ્યા છે. અને ભરતક્ષેત્રના ઈષનો=બાણ આકારે રહેલા ભરતનો મધ્ય ભાગમાં રહેલ બાણનો, યથોક્ત વિઝંભ છેઃપાંચસો છવ્વીસ યોજના અને એક યોજનના છ ભાગ પ્રમાણ એવી છે કળારૂપ (પર યોજન) વિખંભ છે. વળી ભરતક્ષેત્રનો ધાકાષ્ઠ ચૌદ હજાર પાંચસો અઠ્ઠાવીસ સાધિક – અગિયાર ભાગ (૧૪૫૨૮૫) છે એક યોજનના ઓગણીસ ભાગમાંથી અગિયાર ભાગ અધિક છે. ભાવાર્થ -
ભરતક્ષેત્ર પછી હિમવંત પર્વત છે. તે હિમવંત પર્વત જમીનમાં પચ્ચીસ યોજન ઊંડો છે અને ઉપરમાં સો યોજન ઊંચો છે. વળી તે હિમવંત પર્વત પછી જે હિમવંત ક્ષેત્ર પછી રહેલો જે મહાહિમવંત પર્વત છે તે હિમવંત પર્વત કરતાં દ્વિગુણ છે. એથી એ પ્રાપ્ત થાય છે કે જમીનમાં પચાસ યોજન ઊંડો છે અને ઉપર બસો યોજન ઊંચો મહાહિમવંત પર્વત છે. ત્યારપછી આવતા હરિવર્ષક્ષેત્ર પછી રહેલો નિષધ પર્વત મહાહિમવંત પર્વત કરતાં દ્વિગુણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જમીનમાં સો યોજન ઊંડો છે અને ઊંચાઈથી ચારસો યોજન ઊંચો છે.
આ રીતે ભરતક્ષેત્રથી માંડીને મહાવિદેહ સુધીના પર્વતની જમીનમાં અવગાહના અને ઉપરની અવગાહના બતાવી. ભરતક્ષેત્ર જંબુદ્વીપના દક્ષિણ ભાગમાં રહેલ છે. જંબૂઢીપ ગોળાકાર હોવાના કારણે ભરતક્ષેત્ર ધનુષ્ય આકારનું છે. આ ધનુષ્ય આકારવાળા ભરતક્ષેત્રની જ્યા કેટલી છે ?, તે ધનુષ્ય આકારવાળા ભરતક્ષેત્રના બાણનો વિખંભ કેટલો છે ? અને ધનુકાષ્ઠ કેટલું છે ? તે ક્રમસર બતાવે છે, જેથી ભરતક્ષેત્રના પરિમાણનું યથાર્થ ગણિત પ્રાપ્ત થાય.
બાણ આકારે રહેલ ભરતક્ષેત્રની જ્યા ચૌદ હજાર ચારસો ઇક્કોતેર યોજન ઉપર એક યોજનના ઓગણીસ ભાગ કરવાથી જે ભાગોની પ્રાપ્તિ થાય તેનાથી કાંઈક ઊન એવા છ ભાગો જેટલી છે. આ બાણ આકારવાળા ભરતક્ષેત્રનો વિખંભ પાંચસો છવ્વીસ યોજન ઉપર છ કળા છે=એક યોજનના ઓગણીસ ભાગ કરીને તેના છ ભાગ પ્રમાણ છે. વળી ધનુષ્ય આકારમાં રહેલ એવા ભરતક્ષેત્રનું જે ધનુષ્યનું કાષ્ઠ