________________
૧૪૪
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨) અધ્યાય-૩ સૂ-૧૧ નિષધ, નીલ, રુક્મિ, શિખરી એ પ્રમાણે આ છ વર્ષધર પર્વતો છે. ભરતનો અને હિમવંતનો વિભાગ કરનાર હિમવંત પર્વત છે, હિમવંતના અને હરિવર્ષના વિભાગને કરનાર મહાહિમવાદ્રપર્વત છે. એ પ્રમાણે શેષ જાણવા.
ત્યાં પાંચસો છવ્વીસ યોજન અને ઓગણીસનો છઠ્ઠો ભાગ (પર૬) ભરતક્ષેત્રનો વિધ્વંભ છે. હિમવંત પર્વત અને હિમવંત ક્ષેત્ર આદિનો મહાવિદેહ સુધી જે=ભરતનો વિધ્વંભ, છે તે દ્વિગુણદ્વિગુણ થાય છે અને વિદેહથી આગળ અર્ધહીન અર્ધહીન થાય છે. ભાવાર્થ :
સૂત્ર-૧૦માં ભરતાદિ સાત ક્ષેત્રો જંબૂદ્વીપમાં રહેલાં છે તેમ બતાવ્યું અને તેનો વિભાગ કરનારા હિમવંતાદિ છ પર્વતો છે તેમ પ્રસ્તુત સૂત્રમાં બતાવ્યું. તેમાં જંબૂઢીપની દક્ષિણ દિશામાં પાંચસો છવ્વીસ યોજન અને એક યોજનના ઓગણીસ ભાગ કરવાથી જે છ ભાગ પ્રાપ્ત થાય એટલા અધિક અર્થાત્ (પરક) યોજન વિખંભવાળું ભરતક્ષેત્ર છે. ત્યારપછી રહેલો, તેનાથી દ્વિગુણ વિખંભવાળો હિમવંત પર્વત છે. ત્યારપછી રહેલ, તેનાથી દ્વિગુણ વિધ્વંભવાળું હિમવંત ક્ષેત્ર છે. હિમવંત ક્ષેત્ર પછી રહેલ તેનાથી દ્વિગુણ વિખંભવાળો મહાહિમવંત પર્વત છે. ત્યારપછી તેનાથી દ્વિગુણ વિખંભવાળું હરિવર્ષક્ષેત્ર છે. ત્યારપછી તેનાથી દ્વિગુણ વિખંભવાળો નિષેધપર્વત છે. ત્યારપછી તેનાથી દ્વિગુણ વિધ્વંભવાળું મહાવિદેહ ક્ષેત્ર છે. મહાવિદેહક્ષેત્ર પછી રહેલ નીલવંત પર્વત તેનાથી અર્ધા વિખંભવાળો છે અર્થાત્ મહાવિદેહથી અર્ધા વિખંભવાળો છે. ત્યારપછી તેનાથી અર્ધા વિખંભવાળું રમ્યક ક્ષેત્ર છે. ત્યારપછી તેનાથી અર્ધા વિખંભવાળો રુક્મિ પર્વત છે. ત્યારપછી તેનાથી અર્ધા વિખંભવાળું હિરણ્યવંત ક્ષેત્ર છે. ત્યારપછી તેનાથી અર્ધા વિખંભવાળો શિખરી પર્વત છે. ત્યારપછી તેનાથી અર્ધા વિખંભવાળું ઐરાવત ક્ષેત્ર છે. આ ઐરાવતક્ષેત્ર ભરતક્ષેત્ર જેટલા જ પાંચસો છવ્વીસ યોજન અને એક યોજનના ઓગણીસ ભાગ કરવાથી જે છ ભાગ પ્રાપ્ત થાય તેટલા અધિક પ્રમાણવાળું છે. આ સર્વ વિખંભ દક્ષિણથી ઉત્તર સુધી જતાં સર્વ ક્ષેત્રોની પહોળાઈ છે અને તે સર્વ એકઠી કરવાથી એક લાખ યોજન પ્રમાણ થાય છે જે જંબુદ્વીપનો વ્યાસ છે. ભાષ્ય :
पञ्चविंशतियोजनान्यवगाढो योजनशतोच्छ्रायो हिमवान्, तद्विमहाहिमवान्, तद्विनिषध इति । भरतवर्षस्य योजनानां चतुर्दश सहस्राणि चत्वारि शतान्येकसप्ततीनि च षड् भागा विशेषोना १४४७१६ ज्या । इषुर्यथोक्तो ५२६, विष्कम्भः, धनुःकाष्ठं चतुर्दश सहस्राणि शतानि पञ्चाष्टाविंशानि एकादश च भागाः साधिकाः १४५२८६ ।