________________
૧૪૨
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨અધ્યાય-૩| સૂચ-૧૦ અવતરણિકા - તે જંબુદ્વીપના અવાંતર કેટલા ભાગો છે ? તે બતાવવા અર્થે તેનાં સાત ક્ષેત્રો બતાવે છે
સૂત્રઃ
तत्र भरतहैमवतहरिविदेहरम्यकहरण्यवतैरावतवर्षाः क्षेत्राणि ।।३/१०।। સૂત્રાર્થ :
ત્યાં=જબૂદ્વીપમાં, ભરતવર્ષ, હેમવંતવર્ષ, હરિવર્ષ, વિદેહવર્ષ, રમ્યકવર્ષ, હિરણ્યવતવર્ષ, ઐરાવતવર્ષ ક્ષેત્રો છે. ll૩/૧૦/ ભાષ્ય :
तत्र-जम्बूद्वीपे भरतं हैमवतं हरयो विदेहा रम्यक हैरण्यवतमैरावतमिति सप्त वंशाः क्षेत्राणि भवन्ति । भरतस्योत्तरतो हैमवतम् हैमवतस्योत्तरतो हरयः, इत्येवं शेषाः, वंशा वर्षा वास्या इति चैषां गुणतः पर्यायनामानि भवन्ति सर्वेषां चैषां व्यवहारनयापेक्षादादित्यकृताद् दिग्नियमादुत्तरतो मेरुर्भवति, लोकमध्यावस्थितं त्वष्टप्रदेशं रुचकं दिग्नियमहेतुं प्रतीत्य यथासम्भवं भवतीति ।।३/१०।। ભાષ્યાર્થ
તત્ર ..... આવતીતિ ત્યાં જંબુદ્વીપમાં ભરત, હિમવંત અને હરય હરિવર્ષ, અને વિદેહો, રખ્યક, હિરણ્યવંત, એરવત એ પ્રકારનાં સાત વંશરૂપ ક્ષેત્રો છે એ પ્રકારનાં સાત વિભાગરૂપ ક્ષેત્રો છે. ભારતના ઉત્તરથી હિમવંત છે, હિમવંતના ઉત્તરથી હરય હરિવર્ષક્ષેત્ર છે. આ પ્રમાણે શેષ આગળઆગળના, જાણવા. વંશો, વર્ષો અને વાસ્યા એ આમના=ભરતાદિતાં, ગુણથી પર્યાયનામો છે.
અને સર્વ એવા આમનુંeભરતાદિનું, વ્યવહારનયની અપેક્ષાથી આદિત્યકૃત દિગૂ નિયમથી=સૂર્યથી કરાયેલ દિશાઓના નિયમથી, મેરુ મેરુપર્વત, ઉત્તરથી–ઉત્તર દિશાથી, થાય છે.
વળી લોકમધ્ય અવસ્થિત આઠ રુચકપ્રદેશરૂપ દિમ્ લિયમના હેતુને આશ્રયીને થથા સંભવ જાણવું=જે પ્રમાણે જે ક્ષેત્રના જે સ્થાનમાં મેરુની પ્રાપ્તિ સંભવે તે પ્રમાણે જાણવું.
“ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિમાં છે. I૩/૧૦ ભાવાર્થ -
જંબૂદ્વીપમાં ભરતાદિ સાત ક્ષેત્રો છે. ભરતક્ષેત્ર આદિના ભરતવર્ષ અથવા ભરતવંશ એ પ્રમાણે બે અન્ય પ્રયોગો થાય છે. તેથી ભાષ્યકારશ્રીએ ભરતાદિ વંશી ક્ષેત્ર છે એમ કહેલ છે. વળી ભરતક્ષેત્ર-હિમવંતક્ષેત્ર આદિને એકવચનમાં ગ્રહણ કરેલ છે અને હરિવર્ષ અને વિદેહને બહુવચનમાં ગ્રહણ કરેલ છે. તેથી જણાય