________________
૧૪૧
તાર્યાધિગમસૂત્ર ભાગ-૨ / અધ્યાય-૩ | સૂત્ર-૯ ઉપરનો ત્રીજો કાંડ માત્ર સુવર્ણ બહુલ છે માટે બીજા કાંડથી જુદો પડે છે. આ રીતે મેરુપર્વત ત્રણ કાંડમાં વિભક્ત છે.
મેરુપર્વતની ઉપર બહુલતયા વૈડૂર્યરત્નવાળી ચૂલિકા છે, જેની ઊંચાઈ ચાલીસ યોજન છે. આ ચૂલિકા મૂળમાં બાર યોજનના વિખંભવાળી છે, મધ્યમાં આઠ યોજનાના વિસ્તારવાળી અને ઉપરમાં ચાર યોજનના વિસ્તારવાળી છે.
આ રીતે મેરુપર્વત અને તેની ચૂલિકાનું સ્વરૂપ બતાવ્યા પછી મેરુપર્વતનાં વનોનું સ્વરૂપ બતાવે છે – મેરુપર્વતના વલયરૂપે પરિક્ષેપ એવું ભદ્રશાલવન છે. ભદ્રશાલ વનથી ઉપરમાં પાંચસો યોજન જઈએ ત્યારે નંદનવન છે, જે મેરુપર્વતના અંગભૂત જ છે અને તે પણ પાંચસો યોજનાના વિસ્તારવાળું છે.
તેથી એ પ્રાપ્ત થાય કે સમતલભૂતળથી પાંચસો યોજન ઉપર ગયા પછી નંદનવન છે. તે પણ બન્ને બાજુ પાંચસો પાંચસો યોજન દ્વારા વલયાકૃતિરૂપે રહેલ છે.
ત્યારપછી સાડા બાસઠ હજાર યોજન આરોહણ કરીને જે ત્રીજો કાંડ છે ત્યાં પાંચસો યોજનાના વિસ્તારવાળું વલયાકૃતિ યુક્ત સૌમનસ નામનું વન છે.
તેથી એ પ્રાપ્ત થાય કે સમતલભૂતળથી ત્રેસઠ હજાર યોજન ઉપર જતાં જ્યાં બીજો કાંડ પૂરો થાય છે ત્યાં સૌમનસ વન છે, જે મેરુપર્વતની બંને બાજુ પાંચસો પાંચસો યોજન વિખંભવાળું વલયાકૃતિએ મેખલારૂપે રહેલું છે.
ત્યારપછી છત્રીસ હજાર યોજનનો ત્રીજો કાંડ છે. તેટલું ઉપર ગયા પછી પાંડકવન આવે છે, જે ચારસો ચોરાણું યોજનાના વિસ્તારવાળા વિધ્વંભથી વલયાકૃતિથી રહેલ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે મેરુનો સૌથી ઉપરનો ભાગ જે એક હજાર યોજનનો સમતલભૂતળવાળો છે જ્યાં લાખ યોજનનો મેરુ પૂરો થાય છે ત્યાં પાંડુક નામનું વન છે. તે પાંડુકવનના મધ્યમાં બાર યોજનની ચૂલિકા છે તેને છોડીને બાકીના ચારસો ચોરાણુંના વિખંભવાળો વલયાકૃતિથી રહેલો પાંડુકવન છે.
આ રીતે મેરુપર્વતનું સ્વરૂપ બતાવ્યા પછી ભાષ્યકારશ્રી કહે છે – મેરુપર્વત સમતલભૂતળમાં દશ હજાર યોજન વિષ્કલવાળો છે ત્યાં ભદ્રશાલ વન છે. તેનાથી પાંચસો યોજન ઉપર નંદનવન છે અને ત્રેસઠ હજાર યોજન ઉપર સૌમનસવન છે. આ બન્ને વનોથી અગિયાર હજાર, અગિયાર હજાર યોજનનું આરોહણ કરીને વિષ્ક્રભની પ્રદેશ પરિહાણ થાય છે. જેમ મેરુપર્વત સૌથી નીચે દશ હજાર યોજન વિખંભવાળો છે તેમ સમતલભૂતળમાં પણ દશ હજાર યોજનવાળો છે. તેથી સમતલભૂતળથી પણ હજાર યોજન સુધી નીચેનો કાંડ ક્રમસર હાનિ પામતો નથી. પરંતુ ઘટ્યા વગર નીચે પણ દશ હજાયોજનનો છે. નંદનવન અને સૌમનસવન એ બન્ને વનોથી ઉપરમાં અગિયાર હજાર, અગિયાર હજાર યોજન ઉપર જઈએ ત્યાં મેરુપર્વત કેટલા વિધ્વંભનો છે, તેની સ્પષ્ટતા ભાષ્યકારશ્રીએ કરેલ નથી. II3/લા