________________
૧૩૯
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨/ અધ્યાય-૩ | સૂત્ર-૯ તન્મધ્યનો અર્થ સ્પષ્ટ કર્યા પછી મેરુનાભિનો સમાસ સ્પષ્ટ કરે છે –
મેરુ છે આની નાભિમાં મેરુ છે જબુદ્વીપની નાભિમાં, એ મેરુનાભિ અથવા આની નાભિ મેરુ છે એ મેરુનાભિ. તેનો તાત્પર્યાર્થ સ્પષ્ટ કરે છે – મેરુ આના મધ્યમાં છે, એ પ્રકારનો અર્થ છે. હવે વૃત્તનો અર્થ કરે છે –
સર્વ દ્વીપ-સમુદ્રના અત્યંતર વૃત્ત ગોળાકાર, કુંભારના ચક્રના આકૃતિવાળો અને એક લાખ યોજન વિધ્વંભવાળો જંબૂઢીપ છે, વૃત્ત ગ્રહણ નિયમ માટે છે કુલાલચક્રની આકૃતિની જેમ ગોળ જ છે પરંતુ અન્ય આકૃતિ નથી એ પ્રકારના નિયમ માટે છે. તે નિયમને સ્પષ્ટ કરતાં ભાષ્યકારશ્રી કહે છે –
લવણાદિ વલયથી=વલયઆકૃતિથી, વૃત્ત છે. વળી જંબૂદીપ પ્રતરવૃત છે=થાળીની જેમ ગોળ છે બંગડીની જેમ ગોળ નથી, એ પ્રમાણે જે રીતે જણાય છેઃવૃત ગ્રહણથી એ પ્રમાણે જે રીતે જણાય છે, તે રીતે અને વલયાકૃતિ વડે ત્રિકોણ અને ચતુષ્કોણનો પણ પરિક્ષેપ વિધમાન છે તે રીતે ન જણાય એ બતાવવા માટે વૃત ગ્રહણ છે એમ અવય છે. વળી વૃત્તાકાર એવા જંબુદ્વીપના મધ્યમાં નાભિરૂપ મેરુ છે, તે કેવા સ્વરૂપવાળો છે ? તે બતાવે છે –
સુવર્ણની થાળીના નાભિની જેમ મેરુ પણ વૃત છે=જબૂઢીપની જેમ પ્રતર આકારવાળો વૃત છે. તે મેરુ એક હજાર યોજન ધરણીતલમાં અવગાઢ છે પૃથ્વીના પેટાળમાં એક હજાર યોજન રહેલો છે. નવ્વાણું હજાર યોજન ઊંચો છે=ભૂતલથી નવ્વાણું હજાર યોજન ઊંચો છે. વળી તે મેરુપર્વત જમીનમાં દશ હજાર યોજન વિસ્તૃત છે અને ઉપરમાં સહસ્ર યોજન વિસ્તૃત છે.
તિ' શબ્દ મેરુપર્વતની ઊંચાઈ, લંબાઈ આદિ પ્રમાણના સ્વરૂપની સમાપ્તિમાં છે. વળી તે મેરુ ત્રણ કાંડવાળો છે, ત્રણ લોકમાં પ્રવિભક્ત મૂર્તિવાળો છે=ઊર્ધ્વલોક, તિથ્યલોક અને અધોલોકરૂપ ત્રણ લોકમાં પ્રવિભક્ત મૂર્તિવાળો છે, અને ભદ્રશાલ, વંદન, સૌમનસ અને પાંડક આત્મક ચાર વનોથી પરિવૃત્ત છે.
ત્યાં મેરુના ત્રણ કાંડમાં, શુદ્ધ પૃથ્વી, પત્થર, વજ અને શર્કરા છે બહુલ જેમાં એવા એક હજાર યોજન આત્મક પ્રથમ કાંડ છે મેરુપર્વતનો પ્રથમ ભાગ છે. બીજો કાંડ રજત-જાતરૂપ-ચાંદી અને સુવર્ણરૂપ, અંતરત્વ અને સ્ફટિકરન બહુલ ત્રેસઠ હજાર યોજન પ્રમાણ છે. ત્રીજો કાંડ છત્રીસ હજાર યોજન પ્રમાણ સુવર્ણબહુલ છે. એ આની મેરુની, વૈડૂર્ય બહુલ ચૂલિકા ચાલીસ યોજન ઊંચાઈથી અને મૂળમાં વિખંભથી બાર યોજન, મધ્યમાં આઠ યોજન અને ઉપરમાં ચાર યોજન છે. મેરુપર્વતના મૂળમાં=સમતલભૂમિમાં, વલય આકારવાળું ચારે બાજુ પરિક્ષેપ કરનારું, ભદ્રશાલવત છે. ભદ્રશાલવનથી