________________
તત્ત્વાધિગમસૂત્ર ભાગ-૨/ અધ્યાય-૩ / સૂચ-૧૦, ૧૧
૧૪૩ છે કે જંબુદ્વીપના મહાવિદેહક્ષેત્રના બત્રીસ વિજય આદિ અનેક વિભાગો વિદ્યમાન છે તેવી રીતે હરિવર્ષક્ષેત્રમાં પણ આવા કોઈક વિભાગો હોવા જોઈએ કે જેને આશ્રયીને ભાષ્યકારશ્રીએ બહુવચનનો પ્રયોગ કર્યો હોય. વળી વિદેહની બીજી બાજુ રમ્યક વર્ષ છે તેનો એકવચનમાં પ્રયોગ ભાષ્યકારશ્રીએ કર્યો છે. તેથી હરિવર્ષની જેમ તેના કોઈ વિભાગોની સંભાવના નથી, તેમ જણાય છે. તત્ત્વ બહુશ્રુત વિચારે.
જંબૂઢીપની મધ્યમાં મેરુપર્વત છે. એક બાજુમાં ભરતક્ષેત્ર, હિમવંતક્ષેત્ર અને હરિવર્ષક્ષેત્ર છે તથા બીજી બાજુમાં રમ્યકક્ષેત્ર, હિરણ્યવંતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્ર છે. મધ્યમાં મેરુપર્વતની બે દિશામાં વિદેહો છે. વ્યવહારનયની અપેક્ષાથી સૂર્યના દિગૂ નિયમને ગ્રહણ કરીએ તો બધાની ઉત્તરમાં જ મેરુની પ્રાપ્તિ છે; કેમ કે બે સૂર્ય-ચંદ્રો છે, તેથી જેમ ભરતક્ષેત્રમાં સૂર્યની અપેક્ષાએ વિચારીએ તો ઉત્તરમાં મેરુની પ્રાપ્તિ છે તેમ ઐરાવતક્ષેત્રમાં પણ ત્યાંના સૂર્યની અપેક્ષાએ વિચારીએ તો ઉત્તરમાં જ મેરુની પ્રાપ્તિ થાય છે.
વળી લોકની મધ્યમાં રહેલ આઠ રુચકપ્રદેશો છે. તેને દિશાના નિયમનના હેતુ સ્વીકારીએ તો ભરતક્ષેત્ર આદિ દક્ષિણદિશામાં પ્રાપ્ત થાય અને ઐરાવત આદિ ક્ષેત્રો ઉત્તરદિશામાં પ્રાપ્ત થાય છે. l૩/૧ના અવતરણિકા -
હવે ભરત આદિ ક્ષેત્રોનો વિભાગ કોનાથી થયેલો છે ? તે સ્પષ્ટ કરે છે – સૂગ -
तद्विभाजिनः पूर्वापरायता हिमवन्महाहिमवनिषधनीलरुक्मिशिखरिणो વર્ષરપર્વતા: પારૂ/૨ાા ગાર્ચ -
તે ક્ષેત્રોના વિભાગ કરનાર=ભરત આદિ ક્ષેત્રોના વિભાગ કરનાર, પૂર્વ અપર આયત=પૂર્વ છેડાથી માંડીને પશ્ચિમ છેડા સુધી લાંબા, હિમવંત, મહાહિમવંત, નિષધ, નીલ, રુમિ, શિખરી, વર્ષધર ક્ષેત્રને ધારણ કરનારા, પર્વતો છે. [૩/૧૧૫ ભાષ્યઃ
तेषां-वर्षाणां, विभक्तारो हिमवान् महाहिमवान् निषो नीलो रुक्मी शिखरीत्येते षड् वर्षधराः पर्वताः, भरतस्य हैमवतस्य च विभक्ता हिमवान् । हैमवतस्य हरिवर्षस्य च विभक्ता महाहिमवान, इत्येवं शेषाः । तत्र पञ्च योजनशतानि षड्विंशानि षट् चैकोनविंशतिभागा ५२६- भरतविष्कम्भः, स द्विििहमवद्धैमवतादीनामाविदेहेभ्यः, परतो विदेहेभ्योऽर्धार्थहीनाः । ભાષ્યાર્થ - તેષાં રીના I તેના=વર્ષોના=ભરત વગેરે ક્ષેત્રોના, વિભાગને કરનારા હિમવાત, મહાહિમવાત,