________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૩ / સૂત્ર-૮
:
સૂત્રાર્થ
૧૩૭
(સૂત્ર-૩/૭માં બતાવેલ આ સર્વ પણ દ્વીપ, સમુદ્રો) બે બે વિસ્તંભવાળા, પૂર્વ પૂર્વને પરિક્ષેપ કરનારા (અને) વલય આકૃતિવાળા છે. II૩/૮।।
ભાષ્ય :
सर्वे चैते द्वीपसमुद्रा यथाक्रममादितो द्विद्विर्विष्कम्भाः पूर्वपूर्वपरिक्षेपिणो वलयाकृतयः प्रत्येतव्याः । तद्यथा—योजनशतसहस्रं विष्कम्भो जम्बूद्वीपस्य वक्ष्यते (सू० ९), तद् द्विगुणो लवणजलसमुद्रस्य, लवणजलसमुद्रविष्कम्भाद् द्विगुणो धातकीखण्डद्वीपस्य, इत्येवमास्वयम्भूरमणसमुद्रादिति । पूर्वपूर्वपरिक्षेपिणः, सर्वे पूर्वपूर्वपरिक्षेपिणः प्रत्येतव्याः, जम्बूद्वीपो लवणसमुद्रेण परिक्षिप्तः, लवणजलसमुद्रो धातकीखण्डद्वीपेन परिक्षिप्तः, धातकीखण्डद्वीपः कालोदसमुद्रेण परिक्षिप्तः, कालोदसमुद्रः पुष्करवरद्वीपार्थेन परिक्षिप्तः, पुष्करवरद्वीपार्थं मानुषोत्तरेण पर्वतेन परिक्षिप्तम्, पुष्करवरद्वीपः पुष्करवरोदेन समुद्रेण परिक्षिप्तः एवमास्वयम्भूरमणात् समुद्रादिति । वलयाकृतयः सर्वे च ते वलयाकृतयः सह मानुषोत्तरेणेति ।।३/८ ।।
ભાષ્યાર્થ ઃ
सर्वे . માનુષોત્તરેખેતિ ।। સર્વ પણ આ દ્વીપ-સમુદ્રો યથાક્રમ આદિથી દ્વિગુણ-દ્વિગુણ વિધ્વંભવાળા, પૂર્વ પૂર્વના પરિક્ષેપી, વલયાકૃતિવાળા=પૂર્વ પૂર્વના દ્વીપના કે સમુદ્રોના ઉત્તરમાં વલયઆકૃતિથી ગોળરૂપે રહેલા, જાણવા. તે આ પ્રમાણે – જંબુદ્વીપનો એક લાખ યોજનનો વિભ કહેવાશે. તેનાથી લવણના પાણીવાળા સમુદ્રનું=લવણસમુદ્રનું, દ્વિગુણ વિખંભ છે. લવણના પાણીના સમુદ્રના= લવણસમુદ્રના, વિધ્વંભથી દ્વિગુણ ધાતકીખંડના દ્વીપનો વિખંભ છે. એ પ્રમાણે સ્વયંભૂરમણ સમુદ્ર સુધી દ્વિગુણ-દ્વિગુણ સર્વનો વિધ્વંભ જાણવો.
‘કૃતિ’ શબ્દ દ્વીપ-સમુદ્રના વિષંભના કથનની સમાપ્તિમાં છે.
આ રીતે વિષ્લેભનો અર્થ ભાષ્યકારશ્રીએ કર્યા પછી પૂર્વ પૂર્વના પરિક્ષેપી છે તેમ બતાવીને તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
સર્વ પણ આ દ્વીપ-સમુદ્રો પૂર્વ પૂર્વના દ્વીપના અથવા સમુદ્રના પરિક્ષેપી સ્વીકારવા જોઈએ. જંબુદ્વીપ લવણસમુદ્રથી પરિક્ષિપ્ત છે=જંબુદ્વીપને વીંટળાઈને લવણસમુદ્ર રહેલો છે. લવણસમુદ્ર ઘાતકીખંડદ્વીપથી પરિક્ષિપ્ત છે=લવણસમુદ્રને વીંટળાઈને ધાતકીખંડદ્વીપ રહેલો છે. ઘાતકીખંડદ્વીપ કાલોદધિસમુદ્રથી પરિક્ષિપ્ત છે. કાલોદધિસમુદ્ર પુષ્કરવરદ્વીપથી પરિક્ષિપ્ત છે. પુષ્કરવ૨દ્વીપાર્ધ માનુષ્યોત્તરપર્વતથી પરિક્ષિપ્ત છે=માનુષ્યોત્તરપર્વત પુષ્કરવરદ્વીપના મધ્ય ભાગમાં વીંટળાઈને રહેલો છે. પુષ્કરવરદ્વીપ પુષ્કરવરસમુદ્રથી પરિક્ષિપ્ત છે. આ પ્રમાણે સ્વયંભૂરમણસમુદ્ર સુધી જાણવું. ‘કૃતિ’ શબ્દ પૂર્વ પૂર્વ પરિક્ષેપી છે તેના કથનની સમાપ્તિમાં છે.