________________
૧૩૬
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૩| સૂત્ર-૭, ૮ શુભ જ નામો છે જેમને તે શુભનામવાળા દ્વીપ-સમુદ્રો છે, એમ અવય છે. કઈ રીતે દ્વીપ-સમુદ્રો છે ? તે સ્પષ્ટ કરે છે –
દ્વીપ પછી અનંતર સમુદ્ર છે, સમુદ્ર પછી અનંતર દ્વીપ યથાક્રમ છે. તે આ પ્રમાણે – જંબુકીપ નામનો દ્વીપ છે, ત્યારપછી) લવણસમુદ્ર છે, ત્યારપછી) ધાતકીખંડદ્વીપ છે, ત્યારપછી) કાલોદધિસમુદ્ર છે, ત્યારપછી) પુષ્કરવરદ્વીપ છે, ત્યારપછી) પુષ્કરોદસમુદ્ર છે, ત્યારપછી) વરુણવરદ્વીપ છે, (ત્યારપછી) વરુણોદસમુદ્ર છે, ત્યારપછી) ક્ષીરવરદ્વીપ છે, ત્યારપછી) ક્ષીરોદસમુદ્ર છે, ત્યારપછી) વૃતવરદ્વીપ છે, ત્યારપછી) વૃતદસમુદ્ર છે, ત્યારપછી) ઈક્ષવરદ્વીપ છે, ત્યારપછી) ઈક્ષવરોદસમુદ્ર છે, ત્યારપછી) નંદીશ્વરદ્વીપ છે, ત્યારપછી) નંદીશ્વરોદસમુદ્ર છે, ત્યારપછી) અરૂણહરદ્વીપ છે, (ત્યારપછી) અરુણવરોદસમુદ્ર છે. આ રીતે અસંખ્ય દ્વીપ-સમુદ્રો સ્વયંભૂરમણસમુદ્ર પર્વત જાણવા.
ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ માટે છે. ૩/પા. ભાવાર્થ:
તિચ્છલોકનું વર્ણન કરતાં ભાષ્યકારશ્રી કહે છે કે તિર્થાલોકના મધ્યમાં જંબૂદ્વીપ છે. ત્યારપછી લવણસમુદ્ર છે તે ક્રમથી દીપ-સમુદ્રોની સંખ્યા અસંખ્યાત પરિમાણ છે.
આ ભાષ્યની ટીકા કરતાં પૂ. સિદ્ધસેનગણિ મહારાજા લખે છે કે આ અસંખ્યાતની સંખ્યા વિશિષ્ટ ગ્રહણ કરવાની છે.
તે કેટલી છે? તેથી ટીકાકારશ્રી કહે છે – તાજા જન્મેલા બાળકના એક વાળના અસંખ્યાત ટુકડા કરીને તેનાથી ભરાયેલ એક યોજન ઊંડો એક યોજન ત્રિજ્યાવાળો જે કૂવો, તેના પ્રમાણથી મપાયેલ જે સંખ્યા અર્થાત્ સો વર્ષે એક વાળ કાઢવાથી જે વર્ષોની સંખ્યા પ્રાપ્ત થાય તેવો પલ્યોપમ અને તેવા દશ કોટાકોટી પલ્યોપમ પ્રમાણ એક સાગરોપમ થાય. તેવા અઢી સાગરોપમના કાળના જે સમયો પ્રાપ્ત થાય તે સમયની સંખ્યા પ્રમાણ દ્વીપ-સમુદ્રોની સંખ્યા છે. જઘન્ય અસંખ્યાત સંખ્યાની જે સંખ્યા આવે તે સંખ્યાને તેટલી સંખ્યાથી તેટલી વખત ગુણવામાં આવે ત્યારે એક આવલિકાના સમયોની પ્રાપ્તિ થાય. અઢી ઉદ્ધાર સાગરોપમમાં જેટલાં વર્ષોની સંખ્યાની પ્રાપ્તિ થાય તે વર્ષોમાં જેટલા સમયોની પ્રાપ્તિ થાય તે સંખ્યા જેટલા દીપ-સમુદ્રો તિલોકમાં છે. વળી, લોકમાં જેટલાં શુભ નામો છે તે સર્વ નામવાળા દ્વીપ-સમુદ્રોની તિજીંલોકમાં પ્રાપ્તિ છે.
આ પ્રકારે તિચ્છલોકનું સ્વરૂપ જિનવચનાનુસાર ભાવન કરીને સંસારના સ્વરૂપનું ભાવન કરવાથી ભગવાનના વચનાનુસાર પદાર્થના સ્વીકારની રુચિ સ્થિર થાય છે અને તે પ્રકારે લોકના ભાવનથી રત્નત્રયીની શુદ્ધિ થાય છે. ll૩/ના સૂત્ર :
द्विढिविष्कम्भाः पूर्वपूर्वपरिक्षेपिणो वलयाकृतयः ।।३/८।।