________________
૧૩૪
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૬ નરકમાં દ્વીપ-સમુદ્રાદિ નથી તેમાં લોકસ્થિતિ કારણ છે; કેમ કે તે ક્ષેત્રનો તેવો જ સ્વભાવ છે કે ત્યાં દ્વીપસમુદ્રાદિ પદાર્થ ન હોય.
પૂર્વમાં ભાષ્યકારશ્રીએ કહ્યું કે લોકસ્થિતિ અનુસાર નારકોને જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ છે, નરકમાં દ્વીપ-સમુદ્રાદિ નથી. તેથી વિચારકને પ્રશ્ન થાય છે કે લોકસ્થિતિના અંગભૂત લોક શું છે ? તેને સામે રાખીને શંકા કરે છે
અધ્યાય-પમાં લોકાકાશમાં અવગાહન છે એમ કહ્યું. અધ્યાય-૧૦માં કહ્યું કે સર્વ કર્મક્ષય થયા પછી લોકના અંત સુધી સિદ્ધ જીવો ઊર્ધ્વ જાય છે. તેથી પ્રશ્ન થાય કે લોક શું છે ? કેટલા પ્રકારનો છે ? અને કેવા પ્રકારની સંસ્થિતિવાળો છે ? તે પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે
-
પંચાસ્તિકાયના સમુદાયરૂપ લોક છે. ધર્માસ્તિકાયાદિ પાંચના સમુદાયરૂપ લોક ગ્રહણ કરવાથી આકાશાસ્તિકાય પણ લોક-અલોક સ્વરૂપ ગ્રહણ થઈ જાય છે. વળી લોક શબ્દનો અર્થ તેના એક દેશમાં ગ્રહણ કરવામાં આવે ત્યારે અલોકાકાશને છોડીને જ્યાં ધર્માસ્તિકાયાદિ પાંચેયનો સમુદાય વિદ્યમાન છે તે સ્થાન જ લોક છે તેમ થાય. તેથી તે લોક કેટલા પ્રકારનો છે ? તેના વિષયક અન્ય પ્રશ્ન કરીને ભાષ્યકારશ્રી ઉત્તર આપે છે.
તે લોક ક્ષેત્રના વિભાગથી અધઃ, તિર્થંગુ અને ઊર્ધ્વ એમ ત્રણ વિભાગથી છે, જે સ્થાનમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય છે તે સ્થાન લોકવ્યવસ્થાનો હેતુ છે.
ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયની અવગાહનાવિશેષથી અને લોકના અનુભાવના નિયમથી સુપ્રતિષ્ઠકવજ્રાકૃતિવાળો લોક છે અર્થાત્ જેમ ઇન્દ્રનું વજ મધ્યમાંથી પાતળું હોય અને ઊર્ધ્વ-અધો દિશામાં કાંઈક પહોળું થાય છે તેવા આકારવાળું ચૌદરાજલોકનું સંસ્થાન છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ચૌદરજ્જુ સ્વરૂપ લોક ધર્માસ્તિકાયની અને અધર્માસ્તિકાયની અવગાહનાથી નિયંત્રિત થાય છે અને તેના નિયંત્રણ નીચે જીવ પુદ્ગલાદિ સર્વ તે તે પ્રકારે રહે છે તેમાં લોકનો તેવો સ્વભાવ જ કારણ છે. તેથી પંચાસ્તિકાયના સમુદાયરૂપ લોકનો તેવો સ્વભાવ હોવાથી સુપ્રતિષ્ઠકવજ્રાકૃતિવાળો લોક તે પ્રકારે કાયમ રહે છે પણ પરિવર્તન પામતો નથી. વળી સુપ્રતિષ્ઠકવજ્રાકૃતિવાળો લોક અધોલોકમાં ગાયના કંધરની=ખાંધાની, અર્ધ આકૃતિવાળો છે. બે પગ પહોળા કરીને ઊભેલા પુરુષની જેમ કેડથી માંડીને નીચેનો ભાગ અધિક થાય છે તેમ ગાયના ખાંધ ઉપરનો ભાગ પણ ગોળાકારરૂપે ઉપરથી નીચે અધિક થાય છે.
અધોલોક કેવો છે ? તે ભાષ્યકારશ્રી સ્પષ્ટ કરે છે -
સૂત્ર-૩/૧માં ભાષ્યકારશ્રીએ બતાવેલ છે કે નીચે-નીચેની સાત ભૂમિઓ છે અને તે સાત ભૂમિઓ છત્રાતિછત્રના સંસ્થાનવાળી છે. અર્થાત્ અધોલોકનો આકાર વિસ્તારવાળું છત્ર, તેની નીચે મોટું છત્ર, તેના નીચે મોટું છત્ર એ પ્રકારના સંસ્થાનવાળી નીચેની ભૂમિઓ છે. તિર્યક્ લોકનો આકાર ઝલ્લરીના સંસ્થાનવાળો છે. ઝલ્લરી નામનું વાજિંત્ર ગોળાકાર હોય છે તેમ તિર્થંગ્ લોક ગોળાકારરૂપે રહેલો છે. મધ્યમાં તે એક રજ્જુ પ્રમાણ છે અને ઊર્ધ્વ-અધો અઢારસો યોજન પ્રમાણ છે. ઊર્ધ્વલોક મૃદંગસંસ્થાનવાળો છે. મૃદંગ નામનું વાજિંત્ર=ઢોલ, વચ્ચમાં ઊંચું હોય અને બે બાજુ નમેલું હોય તેમ ઊર્ધ્વલોક મધ્યલોકથી ઉપરમાં બે