________________
૧૩૨
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ / અધ્યાય-૩ ગ- દેશવિરતિગુણસ્થાનકની પ્રાપ્તિ કરવામાં ભવ બાધક હોવાથી શ્રાવકપણાનો અધ્યવસાય થતો નથી તેમ સમ્યગ્દષ્ટિ એવા નારકને ભવને કારણે દેવભવ પ્રાયોગ્ય આયુષ્યબંધનો અધ્યવસાય થતો નથી,
નારકીઓ નરકમાંથી નીકળીને તિર્યંચ અને મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. કેટલાક નારકીઓ મનુષ્યપણાને પામીને તીર્થંકરપણું પણ પામે છે. જે નારક જીવો પ્રથમની ત્રણ નારકોમાંથી નીકળીને મનુષ્ય થયા હોય તે જ તીર્થંકરપણું પામી શકે છે. પ્રથમની ચાર નારકીમાંથી નીકળેલ જીવ મોક્ષને પામી શકે છે, અન્ય નહીં. પ્રથમની પાંચ નારકથી નીકળેલા હોય તેવા જીવો મનુષ્યભવને પામીને સંયમને પ્રાપ્ત કરી શકે છે. પ્રથમની છ નારકથી નીકળેલા નારકો દેશવિરતિને પ્રાપ્ત કરી શકે છે. સાતમી નારકીથી નીકળેલા જીવો મનુષ્યભવને કે તિર્યંચભવમાં ઉત્પન્ન થઈ સમ્યગ્દર્શન પણ પ્રાપ્ત કરી શકે છે.
આનાથી એ ફલિત થાય કે પૂર્વનો નારકભવ પણ ઉત્તરના ભવમાં ગુણસ્થાનકની પ્રાપ્તિમાં નિયામક બને છે. તેથી જેઓએ નારકભવને પ્રાયોગ્ય ક્લિષ્ટ અધ્યવસાયો કર્યા છે તેઓ ઉત્તરભવમાં સુંદર અધ્યવસાયો પણ તે નારકીના સ્થાનને અનુસાર જ કરી શકે છે, તેનાથી આગળના અધ્યવસાય કરી શકતા નથી. આથી સાતમી નરકમાંથી નીકળીને મનુષ્યભવને પામેલો જીવ બુદ્ધિમાન હોય, વૈરાગ્યાદિ ગુણોથી વાસિત હોય અને મોક્ષની ઉત્કટ ઇચ્છા હોય તોપણ મોક્ષને અનુકૂળ સંયમ આદિ ભાવોને કરી શકતો નથી. તેમાં પ્રતિબંધક પૂર્વના નારકીભવમાં જવાને અનુકૂળ જે ક્લિષ્ટ ભાવો કર્યા હતા તે જ ભાવોને કારણે જેમ નારકભવની પ્રાપ્તિ થઈ તેમ વિશેષ એવા યોગમાર્ગની પ્રાપ્તિમાં તે નારકીના ભવોની પ્રાપ્તિ બાધક બની. વળી નરકમાં કઈ કઈ વસ્તુઓ નથી ? તે બતાવતાં ભાષ્યકારશ્રી કહે છે – જેમ મનુષ્યલોકમાં દ્વીપ, સમુદ્ર, પર્વતાદિ ભાવો છે જેનાથી લોકો તે તે પ્રકારના સુખોનો અનુભવ કરી શકે છે તેવા કોઈ જ ભાવો નરકમાં નથી. વળી બેઇન્દ્રિયાદિ જીવો પણ મનુષ્યલોકમાં દેખાય છે તેવા નરકમાં નથી. નરકમાં મનુષ્યો પણ નથી અને ચારે નિકાયના દેવતાઓ પણ નથી.
આ બધું નરકમાં નથી, તો નરકમાં શું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – સમુદ્યાતથી કેવલીના આત્મપ્રદેશો નરકમાં પ્રાપ્ત થાય છે. તે સિવાયના મારણાંતિક સમુદ્યાત, વૈક્રિય સમુદ્રઘાત અને આહારકશરીરના સમુદ્યાતથી પણ તે તે જીવોના આત્મપ્રદેશોની નરકમાં પ્રાપ્તિની સંભાવના છે, તત્ત્વ બહુશ્રુતો વિચારે. વળી ઉપપાતથી નારકીઓ નરકમાં હોય છે, અન્ય કોઈ જીવ ઉપપાતથી નરકમાં નથી. વિક્રિયાથી પ્રાયઃ કરીને નારકીના જીવો પોતાનું વૈક્રિયશરીર કરે ત્યારે તેને આશ્રયીને નારકમાં હોય છે, તેમ જણાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે નારકીના જીવો જ્યારે વૈક્રિયશરીર કરતા નથી ત્યારે ઉપપાતથી વિદ્યમાન છે અને વૈક્રિયશરીર કરે ત્યારે વિક્રિયાથી પણ નરકમાં પ્રાપ્તિ છે. વળી વૈલિબ્ધિથી સાંગતિક એવા પૂર્વજન્મના મિત્રાદિ દેવો નરકમાં જાય ત્યારે તે સ્થાનમાં તે દેવોની પ્રાપ્તિ છે. વળી નરકપાલ એવા પરમાધામી પોતાના કુતૂહલ અર્થે નરકમાં જાય ત્યારે તેઓની ત્યાં પ્રાપ્તિ