________________
૧૦.
તાવાર્થાવગમસૂત્ર ભાગ- ૨ | અધ્યાય-૩| સૂરતે-સાત પૃથ્વીઓ, યથોક્ત છે=ગોકંધરની અર્ધ આકૃતિવાળી છે, તિર્થ લોક ઝલ્લરીની આકૃતિવાળો છે અને ઊર્ધલોક મુદંગની આકૃતિવાળો છે.
ત્તિ' શબ્દ લોકના વિષયમાં ત્રણ પ્રસ્તો કરેલા તેની સમાપ્તિ માટે છે. ભાવાર્થ -
સાતેય નરકોમાં ઉત્કૃષ્ટ સ્થિતિ કયા પ્રકારની છે ? તે બતાવતાં કહે છે – રત્નપ્રભાનરકના નારકની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની છે. આ રીતે બીજી નરકમાં ત્રણ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, ત્રીજી નરકમાં સાત સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, ચોથી નરકમાં સાત સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, પાંચમી નરકમાં સત્તર સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, છઠ્ઠી નારકમાં બાવીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને સાતમી નરકમાં તેત્રીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. સાતેય નારકોની જઘન્યસ્થિતિ અધ્યાય-૪, સૂત્ર-૪૩-૪૪ ભાષ્યકારશ્રી સ્વયં કહેશે.
તેથી એ પ્રાપ્ત થાય કે પ્રથમ નરકમાં જઘન્યસ્થિતિ દશ હજાર વર્ષની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની છે. આ સિવાયની વચલી સર્વ સ્થિતિ મધ્યમ સ્થિતિ છે. તે રીતે બીજી નરકમાં જઘન્યસ્થિતિ એક સાગરોપમની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમની છે. આ સિવાયની સર્વ સ્થિતિ મધ્યમ સ્થિતિ છે. આ રીતે આગળ-આગળની સર્વ નરકોમાં પૂર્વના નારકની ઉત્કૃષ્ટ સ્થિતિને ઉત્તરની નરકમાં જઘન્યસ્થિતિરૂપે ગ્રહણ કરીને જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિની વિચારણા કરવી.
આ રીતે નરકમાં રહેલા નારકીના જીવોની આયુષ્યની સ્થિતિ બતાવ્યા પછી કયા જીવો કઈ કઈ નરક સુધી જઈ શકે છે ? તે બતાવવા માટે કહે છે –
છઠ્ઠા અધ્યાયમાં જે નરકગતિના આશ્રવો કહેવાશે તે આશ્રવો દ્વારા નરકને યોગ્ય કર્મ જીવો બાંધે છે અને તે કર્મ અનુસાર તે તે નરકમાં તે તે જીવો ઉત્પન્ન થાય છે. તેમાં અસંશી જીવો પ્રથમ નરક સુધી ઉત્પન્ન થાય છે; કેમ કે મન નહીં હોવાથી ઉત્કૃષ્ટ સંક્લેશ કરી શકતા નથી. આથી જ સ્વયંભૂરમણ સમુદ્ર આદિમાં થયેલા સહસ્ર યોજન પ્રમાણ (અવગાહનાવાળો) અસંજ્ઞી મત્સ્ય ઉત્કૃષ્ટથી એક ક્રોડપૂર્વ પ્રમાણ આયુષ્યવાળો થઈ શકે છે અને ઘણાં માછલાંઓનું ભક્ષણ કરે છે, છતાં પ્રથમ નરકના અમુક ભાગ સુધી જ જઈ શકે છે. આ રીતે અસંજ્ઞી જીવો પ્રથમ નરક સુધી ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ આગળની નરકમાં ઉત્પન્ન થઈ શકતા નથી. એ રીતે ભુજપરિસર્પ અર્થાત્ ગરોળી આદિ હાથથી ચાલનારા જીવો પહેલી બે નરકમાં ઉત્પન્ન થઈ શકે છે; કેમ કે સંજ્ઞી હોવા છતાં પણ તે પ્રકારના ક્લેશથી અધિક ક્લેશને પામીને આગળની નરકના આયુષ્યને તેઓ બાંધી શકતા નથી. એ રીતે પક્ષીઓ પ્રથમ ત્રણ નરકમાં ઉત્પન્ન થાય છે. સિંહ પ્રથમ નરકથી માંડીને ચાર નરક સુધી ઉત્પન્ન થઈ શકે છે. ઉરગ અર્થાતું સર્પ-અજગર આદિ પાંચ નરક સુધી ઉત્પન્ન થઈ શકે છે. મનુષ્ય એવી સ્ત્રીઓ છ નરક સુધી જઈ શકે છે. મત્સ્ય અને મનુષ્ય પુરુષો સાતમી નારક સુધી જઈ શકે છે.