________________
૧૨૮
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨| અધ્યાય-૩ | સૂર-૧ ભાષ્યાર્થ
તેવું .... મૃતકૃત્તિપિત્ત ! તે નરકોમાં નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. તે આ પ્રમાણે – રત્નપ્રભામાં એક સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. એ રીતે ત્રણ સાગરોપમ, સાત સાગરોપમ, દશ સાગરોપમ, સત્તર સાગરોપમ, બાવીશ સાગરોપમ અને તેત્રીસ સાગરોપમ ઉત્તર ઉત્તરના નરકના તારકીઓની સ્થિતિ છે. એમ અવાય છે. વળી, તારકોની જઘન્ય સ્થિતિ આગળમાં કહેવાશે. નારકોની બીજી આદિ નરકોમાં (પૂર્વ પૂર્વ નારકની ઉત્કૃષ્ટ સ્થિતિ જઘન્ય બને છે) પ્રથમ નારકમાં દશ હજાર વર્ષ જઘન્યસ્થિતિ છે” એ પ્રમાણે અધ્યાય-૪, સૂત્ર-૪૩, ૪૪માં કહેવાશે.
ત્યાં=પૂર્વમાં જે સાત નરકની પૃથ્વી બતાવી તેમાં, તારક સંવર્તનીય એવા કર્મોરૂપ યથોક્ત આશ્રયો વડે=નરકના કારણરૂપે જે પ્રમાણે કહેવાયા છે તે પ્રકારના કમોંરૂપ આશ્રવો વડે, અસંજ્ઞી જીવો પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય છે. સરીસૃપ =ભુજપરિસર્પ, આદિથી પ્રથમ દ્વિતીયરૂપ બે તારકીમાં ઉત્પન્ન થાય છે. એ જ પ્રકારે=ભુજપરિસર્પ જે રીતે આદિથી પ્રથમ દ્વિતીય બેમાં ઉત્પન્ન થાય છે તે જ રીતે, પક્ષીઓ આદિથી ત્રણ નારકીમાં ઉત્પન્ન થાય છે. સિંહો ચાર નારકીમાં ઉત્પન્ન થાય છે. ઉરપરિસર્પ આદિથી માંડીને પાંચ તારકમાં ઉત્પન્ન થાય છે. સ્ત્રીઓ આદિથી માંડીને છ નારકીમાં ઉત્પન્ન થાય છે. મત્સ્ય અને મનુષ્યો આદિથી માંડીને સાત તારકમાં ઉત્પન્ન થાય છે.
ત્તિ' શબ્દ સાત તારક સુધી ઉત્પત્તિની મર્યાદામાં છે. વળી દેવો અને તારકીઓ તરકમાં ઉત્પત્તિને પ્રાપ્ત કરતા નથી. કેમ દેવો અને નારકીઓ નરકમાં ઉત્પન્ન થતા નથી ? તેમાં યુક્તિ આપે છે – તેઓને–દેવો અને નારકોને, બહુઆરંભ, પરિગ્રહાદિ નરકગતિના તિવર્તક હેતુઓ થતા જ નથી. વળી તારકો ઉદ્વર્તન પામીને દેવમાં ઉત્પન્ન થતા નથી.
કેમ નારકો દેવમાં ઉત્પન્ન થતા નથી ? તે સ્પષ્ટ કરે છે –
એઓને નારકીઓને, સરાગસંયમાદિ દેવગતિના વિવર્તક હેતુઓ હોતા નથી જ. વળી ઉદ્વર્તન થયેલા નરકમાંથી આયુષ્યક્ષયથી નીકળેલા, નારકો તિર્યંચયોનિમાં કે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે અને મનુષ્યપણું પામીને કેટલાક તીર્થંકરપણું પણ પ્રાપ્ત કરે છે. કઈ નારકીમાંથી નીકળેલા તીર્થંકરપણું પ્રાપ્ત કરે છે? તેથી કહે છે –
આદિથી ત્રણ વારકીથી પ્રથમ વારકીથી માંડીને ત્રણ તારકથી, નીકળેલા તીર્થંકરપણું પણ પ્રાપ્ત કરે છે, એમ અવય છે. પ્રથમની ચાર ધારકોથી નીકળેલા નિર્વાણ પામે છે. પ્રથમની પાંચ તારકોથી નીકળેલા મનુષ્યભવને પામેલા સંયમને પામે છે. પ્રથમની છ નારકોથી નીકળેલા સંયમસંયમરૂપ દેશવિરતિને પ્રાપ્ત કરે છે. સાતેય પણ નારકીથી નીકળેલા સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે.