________________
૧૩૩
તવાર્થાપિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૩| સૂગ- છે. વળી ઉપપાતથી દેવો નરકમાં નથી પરંતુ રત્નપ્રભા પૃથ્વીમાં જ છે અન્ય કોઈ નરકની પૃથ્વીમાં પણ નથી; કેમ કે ભવનપતિ, વ્યંતર, વાણવ્યંતર, પરમાધામી વગેરે નરકનાં સ્થાનોમાં નથી પરંતુ રત્નપ્રભા નામની પહેલી પૃથ્વીમાં છે જે દેવસ્થાનોમાં વનસ્પતિ આદિ સુંદર ભાવો પણ છે. વળી પરમાધામીની નરકમાં ત્રણ નરક સુધી ગતિ છે. ત્યારપછી પરમાધામી કુતૂહલથી પણ જતા નથી તેનું કારણ સ્વાભાવિક તેઓની તેટલી જ ગમનશક્તિ હોય અથવા તો ત્યાંના ક્ષેત્રની અતિ પ્રતિકૂળતાને કારણે ત્રણ નરકથી અધિક તેઓ જતા નથી તેમ સ્વીકારી શકાય. તત્ત્વ બહુશ્રુતો વિચારે. "
પ્રસ્તુત સૂત્ર અને ભાષ્યમાં અત્યાર સુધી જે નરકની આયુષ્યની સ્થિતિ છે તે, નરકમાં કોણ જાય છે ? અને કોણ નથી જતું?નરકમાં દ્વીપ-સમુદ્રાદિ નથી, આ સર્વ લોકઅનુભાવથી ત્યાં નથી. તેથી લોકઅનુભાવ શું છે ? તે સ્પષ્ટ કરવા માટે ભાષ્યકારશ્રી કહે છે –
વાયુ પાણીને ધારણ કરે છે તે મનુષ્યલોકના અનુભવથી વિરુદ્ધ છે; કેમ કે મનુષ્યલોકમાં પાણીને નાંખવામાં આવે તો તે સ્થાનમાં રહેલો વાયુ ખસી જાય છે અને પાણી નીચે પડે છે, જ્યારે પૃથ્વી જ પાણીને ધારણ કરી શકે છે; છતાં રત્નપ્રભાદિ પૃથ્વીઓની નીચે ઘનવાતાદિ વાયુઓ છે એ વાયુઓ જ ઘનોદધિરૂપ પાણીને ધારણ કરે છે પરંતુ પાણીના કારણે વાયુ દૂર થતો નથી જેથી પાણી નીચે પડે. વળી, મનુષ્યલોકમાં પૃથ્વીને પાણી ધારણ કરતું નથી પરંતુ પૃથ્વી પાણીને ધારણ કરતી દેખાય છે. આમ છતાં નરકની પૃથ્વીઓને ઘનોદધિ આદિ પાણી ધારણ કરે છે, પરંતુ પૃથ્વીના ભારથી પાણી દૂર ખસતું નથી. જેમ મનુષ્યલોકમાં પૃથ્વીને પાણીમાં નાંખવામાં આવે તો વિલય પામે છે તેમ નરકની પૃથ્વી પાણીમાં વિલય પામતી નથી તેમાં તેવા પ્રકારની લોકસ્થિતિ જ હેતુ છે.
આ લોકસ્થિતિ કેવી છે ? તે સ્પષ્ટ કરે છે – અનાદિપારિણામિક નિત્યસંતતિવાળા લોકવિનિવેશનો હેતુ લોકસ્થિતિ છે. આશય એ છે કે લોક પંચાસ્તિકાયમય છે. લોકમાં જે પુગલદ્રવ્યો વર્તે છે તેમાં રત્નપ્રભાદિ પૃથ્વી નીચે વાયુ આદિના જે પુલદ્રવ્યો છે તેઓ એવા જ સ્વભાવવાળા છે, અનાદિકાળથી તે પ્રકારના પરિણામને ધારણ કરે છે કે જેના કારણે વાયુ પાણીને ધારણ કરે. મનુષ્યલોકમાં દેખાતા વાયુના પુદ્ગલો કરતાં વિલક્ષણ પરિણામવાળા વાયુના પુદ્ગલો રત્નપ્રભાદિ પૃથ્વીની નીચે છે તેમાં લોકનો તેવો સ્વભાવ છે તે જ કારણ છે. આથી જ ત્યાંનું પાણી પણ પૃથ્વીને ધારણ કરવા સમર્થ છે અને પાણીમાં રહેતી પૃથ્વી પણ વિલય પામતી નથી. જેમ આ સર્વસ્થાને લોકસ્થિતિ હેતુ છે તેમ પહેલી નારકનું જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્ય જે ભાષ્યકારશ્રીએ કહ્યું તેમાં પણ લોકસ્થિતિ નિયામક છે. વળી ભુજપરિસર્પ વગેરે બે નારક સુધી જાય છે, આગળ નહીં તેમાં પણ કારણ તે જીવોને તેવો જ અધ્યવસાય થઈ શકે છે. આગળની નરકનો અધ્યવસાય થતો નથી તેમ સ્વીકારવામાં લોકસ્થિતિ જ કારણ છે; કેમ કે તે ભવમાં તે જીવનો સ્વભાવ તેવો જ છે કે ક્લિષ્ટ ભાવો કરે તોપણ પોતાની મર્યાદાથી આગળની નરકને પ્રાયોગ્ય અધ્યવસાય કરી શકે નહીં. વળી