________________
૧૧
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ / અધ્યાય-૩ સૂત્ર
વળી દેવો અને નારકીઓ નરકમાં ઉત્પન્ન થતા નથી. કેમ ઉત્પન્ન થતા નથી ? તેમાં મુક્તિ આપે છે –
નરકગતિમાં ઉત્પત્તિનું કારણ બને એવા બહુઆરંભ અને બહુપરિગ્રહ દેવોને કે નારકીઓને પ્રાપ્ત થતા નથી, માટે તેઓ નરકમાં ઉત્પન્ન થતા નથી.
આનાથી એ પ્રાપ્ત થાય કે દેવભવમાં બાહ્ય રીતે ઘણા વૈભવ હોવા છતાં જેમ બહુપરિગ્રહના બળથી મમ્મણશેઠ નારકીમાં ગયા તે વખતે નરકગતિનું કારણ બને તેવો બહુપરિગ્રહનો પરિણામ તેમને હતો. આવો પરિણામ દેવોને ભવપ્રત્યય શુભલેશ્યા હોવાથી પ્રાપ્ત થતો નથી. તે રીતે યુદ્ધ, શિકાર કે તેવી અન્ય કોઈ આરંભ આદિની પ્રવૃત્તિમાં મનુષ્ય-તિર્યંચને નરકમાં ઉત્પન્ન થવા માટે જરૂરી એવો બહુઆરંભનો પરિણામ થતો હોય છે. આવો પરિણામ પણ દેવોને કે નારકીઓને થતો નથી. જોકે નારકીના જીવો અશુભલેશ્યાવાળા છે અને પરસ્પર એકબીજાના દુઃખની ઉદીરણા કરે છે ત્યારે ઘણા ક્લેશ કરે છે તોપણ ભવસ્વભાવથી તેઓને બહુઆરંભનો પરિણામ જે નરકગતિનું કારણ બને તેવા ક્લિષ્ટ અધ્યવસાયવાળો થતો નથી. તેથી તેઓ નરકગતિમાં ઉત્પન્ન થતા નથી. વળી નારકો ઉદ્વર્તન પામીને દેવભવમાં ઉત્પન્ન થતા નથી. કેમ નારકીઓ દેવમાં ઉત્પન્ન થતા નથી ? એથી કહે છે –
દેવગતિના કારણભૂત સરાગસંયમાદિ હેતુઓ તેઓને નથી. આશય એ છે કે સરાગસંયમાદિ દેવગતિનાં કારણો અધ્યાય-૭, સૂત્ર-૨માં ભાષ્યકારશ્રી બતાવશે. આ કારણોના આસેવનથી જીવને દેવગતિનો બંધ થાય છે. આવાં કૃત્યો કરવાનું નારક જીવો માટે સંભવિત નથી. તેથી તેઓ દેવગતિનું આયુષ્ય બાંધી શકતા નથી.
વળી કર્મગ્રંથના મતાનુસાર સમ્યગ્દષ્ટિ જીવ મનુષ્ય કે તિર્યંચ હોય તો નિયમ દેવગતિ બાંધે છે. તે નિયમાનુસાર કોઈ નારકને સમ્યક્ત હોય તો તે મનુષ્યગતિ બાંધી શકે તેમ સ્વીકારવામાં વિરોધ નથી; કેમ કે સમ્યક્તના અસ્તિત્વમાં દેવ કે મનુષ્ય બે આયુષ્યનો બંધ થાય છે, પરંતુ જેમ નારક જીવો સમ્યક્તકાળમાં મનુષ્યાય બાંધી શકે છે તેમ દેવાયુષ્ય બાંધી શકતા નથી. તેનું કારણ કર્મના ઉદય-ક્ષય-ક્ષયોપશમ કે ઉપશમ પ્રત્યે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ પાંચ કારણોને સ્વીકારવામાં આવે છે. મનુષ્યભવના આયુષ્યને અનુકૂળ અધ્યવસાય કરવામાં સમ્યગ્દષ્ટિ એવા નારકને ભવ અનુકૂળ છે. એથી તે ભવમાં તે સમ્યગ્દષ્ટિ જીવ મનુષ્યભવને અનુકૂળ આયુષ્યબંધને પ્રાયોગ્ય અધ્યવસાય કરી શકે છે. પરંતુ દેવભવને અનુકૂળ આયુષ્યબંધને પ્રાયોગ્ય અધ્યવસાય કરી શકતો નથી.
દેવો ઘણા વિવેકવાળા હોય છે તોપણ દેવભવને આશ્રયીને દેશવિરતિ ગુણસ્થાનક પ્રાપ્ત કરી શકતા નથી અને તિર્યંચો ઘણી મૂઢતાવાળા હોય છે તોપણ તિર્યંચભવને આશ્રયીને દેશવિરતિ ગુણસ્થાનક પ્રાપ્ત કરી શકે છે. અર્થાતુ ગુણસ્થાનકની પ્રાપ્તિમાં જેમ વિવેકની અપેક્ષા છે તેમ ભવની પણ અપેક્ષા છે. દેવોને