________________
૧૪૦
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨) અધ્યાય-૩| સૂચ-૯ પાંચસો યોજન ઉપર જઈને તેટલી પ્રતિક્રાંતિના વિસ્તારવાળું પાંચસો યોજવતા ફેલાયેલા વિસ્તારવાળું, નંદનવન છે. ત્યાંથી=નંદનવનથી, સાડા બાસઠ હજાર યોજન આરોહણ કરીને પાંચસો-યોજન વિસ્તૃત સૌમનસવન છે. તેનાથી પણ છત્રીસ હજાર યોજન આરોહણ કરીને ચારસો ચોરાણું યોજના ફેલાયેલા વિસ્તારવાળું પાંડુકવત છે. નંદનવનથી અને સૌમનસવનથી અગિયાર હજાર, અગિયાર હજાર યોજન આરોહણ કરીને વિધ્વંભના પ્રદેશની પરિહાનિ છે.
ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિમાં છે. ૩/૯I. ભાવાર્થ :
પૂર્વના સૂત્રમાં જંબૂઢીપાદિ દ્વીપ-સમુદ્રો કઈ રીતે સ્વયંભૂરમણ સમુદ્ર સુધી રહેલા છે ? તે બતાવતાં કહ્યું કે તે દ્વીપ-સમુદ્રની મધ્યમાં જે જંબૂઢીપ છે તેની મધ્યમાં મેરુપર્વત છે. પ્રસ્તુત સૂત્રમાં જંબૂદીપ મેરુની નાભિવાળો અને વૃત્ત છે તેમ કહેવાથી એ પ્રાપ્ત થયું કે લવણાદિ વલયાકારે વૃત્ત છે; કેમ કે જંબૂદીપની આજુબાજુ ગોળાકારે વીંટળાયેલા છે, જ્યારે જંબૂદ્વીપ વલયાકારે વૃત્ત નથી પરંતુ પ્રતરાકારે વૃત્ત છે.
જંબૂદ્વીપને માત્ર વૃત્ત કહેવામાં આવે તો કોઈને ભ્રમ થાય કે ચતુષ્કોણ કે ત્રિકોણ આકૃતિવાળો જંબૂદ્વીપ છે અને લવણસમુદ્ર આદિથી પરિક્ષેપવાળો છે. આ ભ્રમનું નિરાકરણ થાય તે માટે ગ્રંથકારશ્રીએ કહ્યું કે જંબુદ્વીપ પ્રતરરૂપે ગોળાકાર છે. વળી જંબૂઢીપની મધ્યમાં રહેલ મેરુપર્વત કેવો છે ? તે સ્પષ્ટ કરે છે – -
સુવર્ણની થાળીની મધ્યમાં નાભિની જેમ જંબૂઢીપની મધ્યમાં મેરુપર્વત પણ વૃત્તઆકારે રહેલો છે. મેરુપર્વત સમભૂતળથી એક હજાર યોજન જમીનમાં છે અને નવાણું હજાર યોજન ઊંચો છે. તેથી એ પ્રાપ્ત થાય કે એક લાખ યોજનનો મેરુપર્વત છે, તેમાં સમભૂતલાથી નીચે એક હજાર યોજન મેરુ છે તેમાંથી સો યોજન અપોલોકમાં છે અને બાકીના ઉપરના નવસો યોજન તિથ્યલોકમાં છે અર્થાત્ સમભૂતલથી ઉપરના નવસો યોજન સુધી તિચ્છલોકમાં છે, બાકીના ૯૮ હજાર એકસો યોજન ઊર્ધ્વલોકમાં છે.
વળી, આ મેરુપર્વત ત્રણ કાંડવાળો છે. મેરુપર્વતના ત્રણ કાંડોમાં પ્રથમ કાંડ શુદ્ધ પૃથ્વીના પત્થર, વજ અને શર્કરા બહુલ છે, જે એક હજાર યોજન પ્રમાણ છે. આ પ્રથમ કાંડમાં વજરત્ન જેવા પત્થરો છે અને શર્કરા જેવી મધુર માટી છે. બીજો કાંડ ત્રેસઠ હજાર યોજન છે જે ચાંદી, સુવર્ણ, અંતરત્ન અને સ્ફટિકરત્ન બહુલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે ત્યાં માટીના યુગલો છે તોપણ બહુલતાએ સુવર્ણ અને ચાંદીરૂપ ધાતુથી અને અંતરત્ન તથા સ્ફટિકરનથી યુક્ત છે. વળી ત્રીજો કાંડ છત્રીસ હજાર યોજનનો છે, જે સુવર્ણ બહુલ છે.
એક લાખ યોજનનો જેબૂદ્વીપ જે સમભૂતલથી નીચે અધોલોકમાં હજાર યોજન છે તે પ્રથમ કાંડ સ્વરૂપ છે. સમભૂતલ પૃથ્વીથી ઉપર ત્રેસઠ હજાર યોજન બીજો કાંડ છે. આ કાંડનો વિભાગ ધાતુના ભેદથી છે; કેમ કે બીજો કાંડ સુવર્ણ, ચાંદી, અંતરત્ન અને સ્ફટિકરત્નથી બનેલો છે તેથી પ્રથમ કાંડથી જુદો પડે છે.