________________
૧૨૬
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૫, ૬ વળી મનુષ્યલોકમાં કોઈ પ્રકારનું દુઃખ આવી પડેલ હોય તો તેને દૂર કરવા કોઈ પ્રત્યુપાય થઈ શકે છે આથી જ્વાળા આદિ લાગેલ હોય તો તે જ્વાળાના દુઃખમાંથી બચવા માટે મનુષ્ય સ્થાનાંતરમાં જઈ શકે છે કે પશુ આદિ પણ તે જ્વાળાથી બચવા માટે સ્થાનાંતરમાં જઈ શકે છે. તે રીતે સ્થાનાંતરનું ઉપક્રમણ પણ નારકીમાં વિદ્યમાન નથી; કેમ કે ના૨કીનાં સર્વ સ્થાનો સદા ઉપદ્રવથી વ્યાપ્ત છે અને નારકીના જીવો તે નરકાવાસથી નીકળીને અન્ય સ્થાનમાં કોઈ રીતે જઈ શકે તેમ નથી. તેથી તેઓ માટે ક્ષેત્રાંતરનું ગમન પણ સંભવિત નથી.
કર્મને વશ જ દગ્ધ, પરમાધામીકૃત પાટિત છિન્ન-ભિન્ન-ક્ષતાદિવાળા તે રહે છે અને તેઓનાં તેવાં શરીરો શીઘ્રસંરોહ પામે છે, તેથી આ સર્વ યાતનાથી પણ તેઓનું મૃત્યુ થતું નથી.
અહીં પ્રશ્ન થાય કે અગ્નિમાં દગ્ધ એવું શરીર શીઘ્ર કેમ સંરોહ પામે છે ? તેથી ભાષ્યકારશ્રી દૃષ્ટાંત આપે છે
પાણીમાં દંડને લઈને રેખા ક૨વામાં આવે તો તે પાણીમાં દંડથી થયેલી રેખા શીઘ્ર પુરાઈ જાય છે તેવી તેઓના દેહની સ્થિતિ છે. એથી જેમ મનુષ્યલોકમાં કોઈ મનુષ્યને કે પશુને આ પ્રકારે અગ્નિ આદિથી બાળવામાં આવે કે છેદવામાં આવે તો તેઓ શીઘ્ર મૃત્યુ પામે છે. આવા મૃત્યુની પ્રાપ્તિ નારકોને થતી નથી; પરંતુ ફરી શરીર જીવને ટકાવવા સમર્થ થાય તેવું અવસ્થિત રહે છે, ફક્ત તે છેદન ભેદનની ક્રિયાના દુઃખને તેઓ વેદન કરે છે.
આ રીતે ત્રણ પ્રકારનાં દુઃખો=૫રસ્પર ઉદીરિત, ક્ષેત્રજન્ય અને પરમાધામીકૃત દુઃખો, નરકમાં ના૨કીઓને ad 9. 113/411
અવતરણિકા :
નરકાવાસમાં નારકીઓ હોય છે અને નારકીઓને નિત્ય અશુભતરલેશ્યાદિ હોય છે તે પૂર્વમાં બતાવ્યું. ત્યારપછી નારકીઓને ત્રણ પ્રકારનાં દુ:ખો હોય છે, તે બતાવ્યું. ભાષ્યમાં કહ્યું કે નારકીને આયુષ્ય અનપવર્તનીય હોવાથી તેઓ ઇચ્છવા છતાં પણ મૃત્યુ પામી શકતા નથી. તેથી હવે તે સાત નારકોમાં કોને કેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ છે ? તે બતાવવા માટે કહે છે –
સૂત્ર :
तेष्वेकत्रिसप्तदशसप्तदशद्वाविंशतित्रयस्त्रिंशत् सागरोपमाः सत्त्वानां परा
સ્થિતિઃ ।।૩/૬।।
સૂત્રાર્થ :
--
તે નરકોમાં એક, ત્રણ, સાત, દશ, સત્તર, બાવીશ અને તેત્રીશ સાગરોપમ જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ છે=નરકના ક્રમ અનુસાર ઉત્કૃષ્ટ સ્થિતિ છે. II3/9/1