________________
૧૧૩
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨) અધ્યાય-૩ | સૂત્ર-૩ परयोः शीततरा शीततमाश्चेति, तद्यथा-प्रथमशरत्काले चरमनिदाघे वा पित्तप्रकोपाभिभूतशरीरस्य सर्वतो दीप्ताग्निराशिपरिवृतस्य व्यभ्रे नभसि मध्याह्ने निवातेऽतिरस्कृतातपस्य यादृगुष्णजं दुःखं भवति ततोऽनन्तगुणं प्रकृष्टं कष्टमुष्णवेदनेषु नरकेषु भवति, पौषमाघयोश्च मासयोस्तुषारलिप्तगात्रस्य रात्रौ हृदयकरचरणाधरौष्ठदशनायासिनि प्रतिसमयप्रवृद्धे शीतमारुते निरग्न्याश्रयप्रावरणस्य यादृक् शीतसमुद्भवं दुःखमशुभं भवति ततोऽनन्तगुणं प्रकृष्टं कष्टं शीतवेदनेषु नरकेषु भवति । यदि किलोष्णवेदनावरकादुत्क्षिप्य नारकः सुमहत्यङ्गारराशावुद्दीप्ते प्रक्षिप्येत स किल सुशीतां मृदुमारुतां शीतलच्छायामिव प्राप्तः सुखमनुपमं विन्द्यात्, निद्रां चोपलभेत, एवं कष्टतरं नारकमुष्णमाचक्षते, तथा किल यदि शीतवेदनानरकादुत्क्षिप्य नारकः कश्चिदाकाशे माघमासे निशि प्रवाते महति तुषारराशौ प्रक्षिप्येत सदन्तशब्दोत्तमप्रकम्पायासकरेऽपि तत्सुखं विन्द्यादनुपमा निद्रां चोपलभेत, एवं कष्टतरं नारकशीतदुःखमाचक्षत इति । __ अशुभतरविक्रियाः, अशुभतराश्च विक्रिया नरकेषु नारकाणां भवन्ति, शुभं करिष्याम इत्यशुभतरमेव विकुर्वते दुःखाभिहतमनसश्च दुःखप्रतीकारं चिकीर्षवो गरीयस एव ते दुःखहेतून विकुर्वत इति Rારૂ/રૂા. ભાષ્યાર્થ:
અશુમતરા....તિ ા અશુભતર દેહ– દેહ-શરીરો, છે અશુભનામપ્રત્યયથી અશુભ અંગોપાંગવાળા, અશુભ નિર્માણવાળા, અશુભ સંસ્થાનવાળા, અશુભ સ્પર્શવાળા, અશુભ રસવાળા, અશુભ ગંધવાળા, અશુભ વર્ણવાળા, અશુભ સ્વરવાળા, હુંડક સંસ્થાનવાળા, વિક્તઅંડજશરીરઆકૃતિવાળા દેહો છે–પીંછાં ખેંચી લીધેલાં હોય તેવા પક્ષીના શરીરની આકૃતિવાળા દેહો છે. તેઓમાંનું નરકોમાં, ક્રૂર, કરુણ, બીભત્સ, પ્રતિભયદર્શનવાળાં, દુઃખ ભોગવનારાં અને અશુચિમય શરીરો હોય છે. આથી=પહેલી નરકથી, અશુભતર નીચે નીચે હોય છે. સાત ધનુષ્ય, ત્રણ હાથ છ અંગુલ શરીરની ઊંચાઈ રત્નપ્રભામાં તારકીઓની છે, શેષ નારકીઓમાં=બીજી આદિ નારકીઓમાં, દ્વિગુણ-દ્વિગુણ શરીરો હોય છે. સ્થિતિની જેમ ઉત્કૃષ્ટ-જઘન્યતા જાણવી=પહેલી વારકની ઉત્કૃષ્ટ સ્થિતિ જેમ બીજી તારકની જઘન્યસ્થિતિ છે એ પ્રમાણે દરેક નાટકોમાં છે તે રીતે પહેલી તારકની જ ઉત્કૃષ્ટ શરીરની અવગાહના છે તે બીજી તારકની જઘન્ય અવગાહના છે, બીજી નારકની ઉત્કૃષ્ટ અવગાહના છે તે ત્રીજી તારકની જઘન્ય અવગાહના છે એ પ્રમાણે ઉત્તર ઉત્તરમાં જાણવું.
અશુભતર વેદના – અને નારકોમાં નીચે નીચે અશુભતર વેદના હોય છે. તે આ પ્રમાણે – પ્રથમ નરકમાં ઉગવેદના, બીજી નરકમાં તીવ્રતર ઉષ્ણવેદના છે. ત્રીજી નરકમાં તીવ્રતમ ઉષ્ણવેદના છે. ચોથી નરકમાં ઉષ્ણ-શીતવેદના છે પાંચમી નરકમાં શીત-ઉષ્ણવેદના છે. છઠ્ઠી અને સાતમીમાં શીતતર અને શીતતમ વેદના છે.