________________
૧૧૬
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૩| સૂગ-૩ આવે, તે કાળે આકાશ પણ એકદમ સ્વચ્છ હોય, મધ્યાહ્નનો કાળ હોય, ક્યાંય સહેજ પણ પવન આવતો ન હોય અને સૂર્યનો તાપ પણ કોઈ રીતે અલ્પ ન થયો હોય અર્થાત્ વાદળા વિનાનો થયો હોય તે વખતે તે ગરમીથી ઉત્પન્ન થયેલું દુઃખ જે પ્રકારનું થાય છે અર્થાત્ તે પુરુષ તે ગર્મીથી અત્યંત વ્યાકુળ જણાય છે તેનાથી અનંતગુણ પ્રકૃષ્ટ કષ્ટ ઉષ્ણવેદનાવાળા નારકીઓમાં છે આ પ્રકારે સ્વઅનુભવ અનુસાર નારકીનાં દુઃખોનો કાંઈક વિચાર થઈ શકે તેને ભાષ્યકારશ્રીએ દૃષ્ટાંતથી સ્પષ્ટ કરેલ છે.
વળી નારકીમાં શીતવેદના કેવી છે ? તેને સ્વાનુભાવ અનુસાર દષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – કોઈ પુરુષ પોષ અને મહા મહિનામાં બરફથી આલિંગિત ગાત્રવાળો હોય, વળી રાત્રિનો સમય હોય, તેનું હૃદય ઠંડીથી ધ્રૂજતું હોય, હાથ અને પગ ઠંડીથી ધ્રૂજતા હોય, હોઠ અને દાંત ઠંડીથી કકડતા હોય, આવા સમયે સતત શીતળ પવન જોરથી વાતો હોય, વળી તે પુરુષને કોઈ પ્રકારના અગ્નિનો આશ્રય પણ ન હોય અને કોઈ પ્રકારના વસ્ત્રનો આશ્રય પણ ન હોય ત્યારે ઠંડીના કારણે જેવા પ્રકારનું અશુભ દુઃખ થાય છે તેનાથી અનંતગણું કષ્ટ શીતવેદનાવાળા નરકમાં થાય છે.
આ રીતે અનુભવના બળથી નરકની ઉષ્ણ-શીતવેદનાનું કષ્ટ કાંઈક સ્પષ્ટ કર્યું, તોપણ તર્કથી તેને વિશેષ સ્પષ્ટ કરવા અર્થે ભાષ્યકારશ્રી કહે છે –
નરકમાં જેઓ ઉષ્ણવેદનાવાળા નારકીઓ છે તેમને કલ્પનાથી કોઈ વ્યક્તિ બહાર કાઢીને ધગધગતા મોટા અંગારાની રાશિથી ઉદ્દીપ્ત એવા ભઠ્ઠામાં પ્રક્ષેપ કરે અને જે ગરમીનું વેદના થાય તેમાં તે નારકના જીવને જાણે શીતળતાનો, ઠંડા પવનનો કે શીતળ છાયાનો જાતે અનુભવ થતો ન હોય તેવું અનુપમ સુખ પ્રાપ્ત થાય છે.
તેથી એ ફલિત થાય કે ઘણી ગરમીમાંથી અલ્પ ગરમીમાં આગમન થવાથી જેમ જીવને સુખનો અનુભવ થાય છે તેમ નરકમાં વર્તતી ગરમી કરતાં ભટ્ટામાં વર્તતી ગરમીમાં પણ નારકોને ઘણી અલ્પ ગરમી દેખાય છે. તેથી મનુષ્યલોકના ભટ્ટાની ગરમી કરતાં ઘણી અધિક તીવ્ર ગરમી નારકીમાં ક્ષેત્રજન્ય જ છે. આ ઉષ્ણતા અગ્નિકૃત નથી પરંતુ નરકનું ક્ષેત્ર છે તેવા પ્રકારનું અતિઉષ્ણ છે.
વળી શીતવેદનાવાળા નારકીઓને શીતવેદના કેવી છે ? તે યુક્તિથી બતાવે છે –
શીતવેદનાવાળા નારકીને કલ્પનાથી ગ્રહણ કરીને મહા મહિનામાં રાત્રિને વિષે અત્યંત ઠંડો પવન વાતો હોય તે કાળે કોઈક એવા ક્ષેત્રમાં ફેંકવામાં આવે જ્યાં બરફના ઢગલા હોય, તે વખતે નારકીનો જીવ અનુપમ સુખને પ્રાપ્ત કરે અને નિદ્રાને પ્રાપ્ત કરે. તેથી મનુષ્યલોકની ઉત્કટ શીતતા હોય તે કાળે બરફ ઉપર મૂકવામાં આવેલા પુરુષને જે શીતતાનું દુઃખ થાય તેના કરતાં અનંતગણી કષ્ટતર વેદના નારકીના જીવોને શીતવેદનાથી થાય છે.
આ રીતે નારકીઓની વેદનાનું સ્વરૂપ બતાવ્યા પછી નારકીઓની અશુભતર વિક્રિયા કેવા પ્રકારની છે? તે બતાવે છે – નારકીઓના જીવોને વૈક્રિયશરીર વિક્ર્વવાની લબ્ધિ ભવપ્રત્યય પ્રાપ્ત થયેલી હોય છે. તેથી પોતાની