________________
૧૧૫
તવાર્થાધિગમસૂત્ર ભાગ-૨ / અધ્યાય-૩| સૂગ-૩
વળી તેઓનું શરીર દેખાવથી કેવું છે? તે બતાવતાં ભાષ્યકારશ્રી કહે છે –
કેટલાક નારકીના જીવો કોઈકને મારવા માટે દોડતા હોય ત્યારે ક્રૂરદર્શનવાળા દેખાય છે. ક્યારેક દીનતાથી પરમાધામી આદિ પાસે આજીજી કરતા હોય ત્યારે કરુણસ્વરૂપવાળા દેખાય છે. દેહનો આકાર બીભત્સ હોવાથી બીભત્સ આકૃતિવાળા દેખાય છે. વળી કોઈક અન્ય નારકીથી ઉપદ્રવ થતો હોય ત્યારે પ્રતિભયવાળા દેખાય છે. અનેક પ્રકારની યાતનાને કારણે હંમેશાં દુઃખવાળા દેખાય છે. શરીરમાંથી સર્વ પ્રકારની અશુચિઓ ઝરતી હોય છે તેથી અશુચિમય શરીરવાળા દેખાય છે. વળી પ્રથમ નારકીથી માંડીને નીચે નીચેની નારકીમાં આ સર્વ ભાવો અશુભ અશુભતર હોય છે.
આ રીતે તેઓના દેહની અશુભતરતા બતાવ્યા પછી તેઓનું શરીર કેટલા પ્રમાણવાળું છે? તે બતાવતાં ભાષ્યકારશ્રી કહે છે –
પ્રથમ રત્નપ્રભા નારકીનું શરીર સાત ધનુષ્ય ત્રણ હાથ અને છ અંગુલનું હોય છે. બીજી નારકી આદિમાં તે પૂર્વની નારકીથી દ્વિગુણ-દ્વિગુણ હોય છે તેથી સાતમી નારકીમાં પાંચસો ધનુષ્યની કાયાની પ્રાપ્તિ થાય છે. વળી, જેમ નારકીમાં સ્થિતિનો ક્રમ છે કે પહેલી નારીનું ઉત્કૃષ્ટ આયુષ્ય બીજી નારકીનું જઘન્ય આયુષ્ય બને છે, તે પ્રમાણે શરીરનું માપ પણ પહેલી નારકીનું જે સાત ધનુષ્ય ત્રણ હાથ છ અંગુલ ઉત્કૃષ્ટથી છે તે પ્રમાણે બીજી નારકીનું જઘન્ય બને છે. બીજી નારકીનું દ્વિગુણ જે ઉત્કૃષ્ટ છે તે ત્રીજી નારકનું જઘન્ય બને છે તે પ્રમાણે સાતે નારકોમાં જાણવું. વળી નારકીઓમાં અશુભતર વેદના કેટલી હોય છે ? તે ભાષ્યકારશ્રી બતાવે છે – પ્રથમ નારકીથી માંડીને નીચેની નારકીમાં અશુભતર વેદના અધિક અધિકતર હોય છે. તે વેદનાને સ્પષ્ટ કરતાં કહે છે –
પ્રથમ નારકીમાં ઉષ્ણવેદના ઘણી હોય છે. બીજી નારકીમાં તે ઉષ્ણવેદના તીવ્રતર હોય છે અર્થાત્ પ્રથમ નારક કરતાં ઘણી અધિક હોય છે. ત્રીજી નારકીમાં તે ઉષ્ણવેદના તીવ્રતમ હોય છે. આ રીતે ત્રણ નારકી સુધી ઉષ્ણવેદનાની તરતમતા છે, પરંતુ શીતવેદના નથી. ત્યારપછી ચોથી નારકીમાં ઘણી બધી પ્રતિરોમાં વર્તતા નારકોને ઉષ્ણવેદના છે. થોડી પ્રતરોમાં વર્તતા નારકોને શીતવેદના છે જે અતિતીવ્ર વેદના હોય છે. પાંચમી નારકોમાં ઘણી પ્રતરોમાં શીતવેદના છે જ્યારે થોડી પ્રતરોમાં ઉષ્ણવેદના છે. છઠ્ઠી નારકીમાં પાંચમી નારકી કરતાં શીતતરવેદના છે. અને સાતમી નારકીમાં શીતતમવેદના છે.
સાતે નરકોના નારકીઓની ઉષ્ણવેદના અને શીતવેદના કેવા પ્રકારની હોય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
કોઈ જીવ પ્રથમ શરદકાળમાં પિત્તપ્રકોપથી અભિભૂત શરીરવાળો હોય અથવા ચરમ ઉનાળાના કાળમાં પિત્તપ્રકોપની અભિભૂત શરીરવાળો હોય ત્યારે તેને ગરમી અતિ અસહ્ય બને છે, તેથી અલ્પ પણ ગરમી તેને ઘણા પ્રમાણમાં વ્યાકુળતાને કરે છે. આવા પુરુષને ચારે બાજુથી દીપ્ત અગ્નિરાશિની વચમાં મૂકવામાં