________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૪, ૫
૧૨૧ નારકીના જીવો પૂર્વમાં અતિ દુઃખને કારણે દુઃખના સમુદ્ધાતથી આર્ત હોય છે અને ક્રોધરૂપી અગ્નિથી પ્રદીપ્ત મનવાળા હોવાથી અધિક દુઃખી થાય છે. જેમ કૂતરો બીજા કૂતરાને જોઈને તેને મારવા દોડે છે તેમ નવાં નવાં વૈક્રિયશરીર કરીને નારકીઓ પોતાનું ભયાનકરૂપ કરીને ત્યાં રહેલા પૃથ્વીના પરિણામરૂપ જ ક્ષેત્રના સ્વભાવથી જનિત એવા અનેક પ્રકારના શસ્ત્રોને ગ્રહણ કરીને પોતાના હાથ, પગ કે દાંતથી અન્યોન્યને હણે છે. તેથી પરસ્પર હણાયેલા વિકૃત અંગવાળા, વિસ્તાર પામતી ગાઢ વેદનાવાળા, કસાઈખાનામાં પ્રવેશેલા પશુની જેમ પોતાના શરીરમાંથી નીકળતા રૂધિરના કાદવમાં પડ્યા પડ્યા ચીસો પાડે છે. આ પ્રકારે નારકીના જીવોને પરસ્પર અનેક પ્રકારનાં દુઃખોની પ્રાપ્તિ છે.
અહીં વિશેષ એ છે કે સૂત્ર-૩માં નારકીના જીવોની નિત્ય અશુભ કઈ કઈ વસ્તુ છે ? તે બતાવી તેમાં અશુભતર વેદના કેવા પ્રકારની છે ? તે બતાવેલ છે. આ અશુભ વેદના ક્ષેત્રના સ્વભાવથી થનારી છે, છતાં તે અશુભતર વેદના નારકીઓને ક્ષેત્રના સ્વભાવથી થયેલ છે તેમ સૂત્ર-૩ના ભાષ્યમાં બતાવેલ નહીં, પરંતુ અન્ય અશુભતર ભાવો છે તેમ અશુભતર વેદના તેઓને હોય છે તેટલું જ બતાવેલ. વળી, નારકોને ત્રણ પ્રકારનાં દુઃખો છે : (૧) પરસ્પર ઉદીરિત દુઃખો, (૨) ક્ષેત્રસ્વભાવ જનિત દુઃખો અને (૩) પરમાધામીથી ઉદીરિક દુઃખો. આ ત્રણ પ્રકારનાં દુઃખોને બતાવવા અર્થે ત્રણ સૂત્રો કરવાને બદલે લાઘવપ્રિય એવા સૂત્રકારશ્રી બે સૂત્રોથી તેને બતાવે છે અને તે બતાવવા અર્થે પ્રથમ સૂત્રમાં પરસ્પર ઉદીરિત દુઃખો બતાવ્યાં અને ક્ષેત્ર સ્વભાવ જનિત પુદ્ગલના પરિણામથી તેઓને કઈ કઈ વેદના છે ? તે ભાષ્યમાં બતાવીને ત્યારપછી પરસ્પર ઉદીરિત દુઃખો બતાવ્યાં, જેના કારણે ક્ષેત્રસ્વભાવ જનિત દુઃખો અશુભતર વેદના સાથે સંબંધિત છે તેવું પણ પ્રતિસંધાન થાય અને નારકીને ત્રણ પ્રકારનાં દુઃખો છે તેનું પ્રતિસંધાન બે સૂત્રોથી થાય તેવો યત્ન ગ્રંથકારશ્રીએ કર્યો છે. ૩/૪ અવતરણિકા -
હવે પરમાધામીદેવકૃત દુખો નારકીને કેવા હોય છે? તે બતાવે છે – સૂત્ર :
सङ्क्लिष्टासुरोदीरितदुःखाश्च प्राक् चतुर्थ्याः ।।३/५।। સૂત્રાર્થ :
સંક્લિષ્ટ અસુરોથી ઉદીરિત દુઃખો સંક્લિષ્ટ એવા પરમાધામી દેવોથી ઉદયને પ્રાપ્ત કરાયેલાં દુઃખો, ચોથી નારકીથી પૂર્વ સુધી છે ત્રીજી નારક સુધી છે. lls/પા
ભાગ -
सङ्क्लिष्टासुरोदीरितदुःखाश्च नारका भवन्तीति, तिसृषु भूमिषु प्राक् चतुर्थ्याः । तद्यथाअम्बाम्बरीषश्यामशबलरुद्रोपरुद्रकालमहाकालास्यसिपत्रवनकुम्भीवालुकावैतरणीखरस्वरमहाघोषाः