________________
૧૧૪
તત્વાર્થાવગમસૂત્ર ભાગ-૨અધ્યાય-૩ / સૂચ-૩ તે આ પ્રમાણે – પ્રથમ શરદ કાળમાં અથવા ચરમ ઉનાળા કાળમાં પિત્તપ્રકોપથી અભિભૂત શરીરવાળા ચારે બાજુથી અગ્નિરાશિથી પરિવૃત અને વાદળ વગરના આકાશના મધ્યમાં પવન વગરના અતિરસ્કૃત તાપવાળા જીવને કોઈ તાપનું નિવારણનું સાધન નથી એવા જીવને, જેવું ઉષ્ણથી થનારું દુખ છે તેનાથી અનંતગુણ પ્રકૃષ્ટ કષ્ટ ઉષ્ણવેદનાવાળા નરકોમાં હોય છે.
પોષ અને મહા મહિનામાં તુષારલિપ્તગાત્રવાળા=શરીર પર બરફના વિલેપનવાળા, પુરુષને રાત્રિમાં હદય, કર, ચરણ, અધર, ઓષ્ઠ અને દાંતને કંપાવે તેવો પ્રતિસમય પ્રવર્ધમાન શીત પવન હોતે છતે અગ્નિના આશ્રય વગરના અને વસ્ત્ર વગરના પુરુષને શીતથી ઉત્પન્ન થયેલું જેવું અશુભ દુઃખ થાય છે શીતવેદનાવાળાં નરકોમાં તેનાથી અનંતગણું પ્રકૃષ્ટ કષ્ટ થાય છે.
જો ઉષ્ણવેદનાવાળા નરકથી ઉલ્લેપ કરીને ખરેખર કોઈક નારકને ઉદીપ્ત એવી સુમહાન અંગાર રાશિમાં પ્રક્ષેપ કરાય તો તે ખરેખર સુશીત, મૃદુપવનવાળી શીતલ છાયાની જેમ પ્રાપ્ત થયેલા અનુપમ સુખને અનુભવ અને વિદ્વાને પ્રાપ્ત કરે. આવું કષ્ટતર ઉષ્ણદુઃખ નારકને કહેવાયું છે.
અને શીતવેદનાવાળા નરકથી ઉલ્લેપ કરીને ખરેખર કોઈક નારકને માઘ મહિનાવાળા આકાશમાં રાત્રિના વિષે ઘણો મોટો ઠંડો પવન હોય ત્યારે મોટી બરફની રાશિમાં પ્રક્ષેપ કરાય ત્યારે તે દાંત અને શબ્દના અત્યંત પ્રકંપના આયાસ કરનાર એવી પણ બરફની રાશિમાં અનુપમ સુખને અનુભવે અને અનુપમ નિદ્રાને પ્રાપ્ત કરે આવું કષ્ટતર શીતદુઃખ તારકને કહે છે શાસ્ત્રકારો કહે છે.
અશુભતર વિક્રિયા - અને નરકમાં નારકીઓને અશુભતર વિક્રિયા હોય છે. તે અશુભતર વિક્રિયા સ્પષ્ટ કરે છે –
શુભને અમે કરીએ શુભ શરીરને અમે વિફવએ એ પ્રમાણે અશુભતરને વિફર્વે છે-અશુભતર જ ઉત્તરક્રિયશરીરને કરે છે, અને દુઃખથી અભિહત મનવાળા દુઃખના પ્રતિકાર કરવાની ઈચ્છાવાળા મહાન જ તે દુઃખના હેતુઓને વિદુર્વે છે. ll૩/૩ના ભાવાર્થવળી નારકીના જીવોના દેહો અત્યંત અશુભતર હોય છે. કેમ અશુભ છે ? તે બતાવે છે –
અશુભનામકર્મના ઉદયથી અશુભઅંગોપાંગ, અશુભનિર્માણ, અશુભસંસ્થાન હોય છે. તેઓના શરીરના સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ પણ અશુભ હોય છે. તેઓનું હુંડક સંસ્થાન પણ અત્યંત અશુભતર હોય છે. સંક્ષેપથી તેઓનો દેહ કેવો હોય છે? તે બતાવતાં ભાષ્યકારશ્રી કહે છે –
કોઈ પક્ષીનાં બધાં પીંછાંઓ ખેંચી લીધાં હોય તે વખતે જે રીતે તેનો દેહ તદ્દન બુટ્ટો દેખાય છે તેવો અત્યંત કૃત્સિત સ્વરૂપવાળો નારકીના જીવોનો દેહ દેખાય છે. તેના નારકશરીરના સ્પર્શ આદિ સર્વ અત્યંત અશુભ હોવાથી તે શરીર જ તેઓને સતત પીડાકારી બને છે.