________________
૧૧૨
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૩
તે નારકનાં સ્થાનો તિર્યક્, ઊર્ધ્વ અને અધઃ ચારેય બાજુ અત્યંત ભયાનક અંધકારથી નિત્ય અંધકારવાળાં હોય છે. તેથી નરકાવાસનું ક્ષેત્ર કેવળ અંધકારમય ભાસે છે. વળી ત્યાં નરકાવાસની ભૂમિ શ્લેષ્મ, મૂત્રાદિ અશુભ પુદ્ગલોના લેપવાળી હોય છે જેને જોવામાત્રથી અત્યંત ઉદ્વેગ થાય તેવી હોય છે.
વળી ગંધનું સ્વરૂપ પણ સ્વયં ભાષ્યકારશ્રી બતાવે છે –
કૂતરા-બિલાડાદિનાં સડી ગયેલાં શબો હોય તેનાથી જે દુર્ગંધ આવતી હોય તેના કરતાં પણ અશુભતર ગંધ નરકમાં વર્તે છે.
વળી નરકમાં પુદ્ગલોનો રસ અત્યંત પ્રતિકૂળ હોય છે જેનાથી નારકીના જીવોને સદા ઉદ્વેગ રહે છે, સ્પર્શ પણ વીંછી આદિ જેવા પ્રતિકૂળ સ્પર્શથી પણ અધિક હોય છે. વળી નારકીના જીવોને શરીરનો જે અગુરુલઘુપરિણામ છે તે તેઓને અતિ દુઃખ દેનારો ક્લેશ સ્વરૂપ છે.
વળી તેઓનો શબ્દનો પરિણામ કેવો છે ? તે સ્વયં ભાષ્યકારશ્રી સ્પષ્ટ કરે છે
-
નારકીના જીવો દુઃખથી પીડિત થયેલા હોવાથી સતત ‘હે માતા ! હે માતા !’ એ પ્રમાણે બૂમો પાડે છે. વળી નારકીઓ કહે છે – અહો ! આ કષ્ટને ધિક્કાર થાઓ.' વળી તેઓ ખેદપૂર્વક કહે છે ‘મને મૂકો’ અર્થાત્ પરમાધામી પાસે ખેદપૂર્વક સતત દીનપણે ‘મને છોડી મૂકો’ એ પ્રમાણે કહે છે. વળી સતત બૂમો પાડે છે કે ‘દોડો, પ્રસાદ કરો’ અર્થાત્ ‘આપત્તિ આવી રહી છે, ભાગો, મને પ્રસાદ કરો,’ એ પ્રમાણે બૂમો પાડે છે.
વળી ના૨કો ૫૨માધામીને કહે છે ‘હે ભર્તા ! કૃપણ એવા મારો વધ કરશો નહિ.’ આ પ્રમાણે સતત રુદન કરતા, તીવ્ર કરુણાવાળા, દીનતાથી વિક્લવવાળા એવા વિલાપો વડે અને આર્ત સ્વર વડે બૂમો પાડતા હીન, કૃપણ અને કરુણાવાળા, યાચના કરતા, આંખોમાંથી સતત રુદનને કારણે આંસુ પડતાં ન સહન થઈ શકે તેવી ગાઢ વેદના વડે અવાજો કરતા એવા નારકીઓના શબ્દોથી સંતાપ, ઉચ્છ્વાસ નિઃશ્વાસથી સતત ભયવાળા શબ્દો નરકમાં સંભળાય છે. આ પ્રકારનો અશુભ પુદ્ગલનો પરિણામ નરકમાં સદા વર્તે છે.
ભાષ્યઃ
-
अशुभदेहः देहाः = शरीराणि, अशुभनामप्रत्ययादशुभान्यङ्गोपाङ्गनिर्माणसंस्थानस्पर्शरसगन्धवर्णस्वराणि हुण्डानि निर्लूनाण्डजशरीराकृतीनि, क्रूरकरुणबीभत्सप्रतिभयदर्शनानि दुःखभाज्यशुचीनि च तेषु शरीराणि भवन्ति अतोऽशुभतराणि चाधोऽधः, सप्त धनूंषि त्रयो हस्ताः षडङ्गुलमिति शरीरोच्छ्रायो नारकाणां रत्नप्रभायाम्, द्विर्द्विः शेषासु, स्थितिवच्चोत्कृष्टजघन्यतां વેતિનઃ ।
अशुभतरवेदनाः - अशुभतराश्च वेदना भवन्ति नरकेष्वधोऽधः, तद्यथा - प्रथमायां उष्णवेदनाः, द्वितीयायामुष्णवेदनाश्च, तीव्रतरास्तीव्रतमाश्चातृतीयायाम्, उष्णशीते चतुर्थ्याम्, शीतोष्णे पञ्चम्याम्,