________________
૧૧૧
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ / અધ્યાય-૩| સૂગ-૩ ભાવાર્થ -
સૂત્રમાં કહ્યું કે નરકાવાસમાં નારકો હંમેશાં અશુભતરલેશ્યા આદિવાળા હોય છે. તેઓની નિત્ય અશુભતરલેશ્યા કેવા પ્રકારની છે ? તે ભાષ્યમાં સ્પષ્ટ કરે છે –
રત્નપ્રભા પૃથ્વીમાં કાપોતલેશ્યા વર્તે છે, તેનાથી તીવ્રતર સંક્લેશ અધ્યવસાનવાળી કાપોતલેશ્યા બીજી પૃથ્વીમાં છે, તેનાથી પણ તીવ્રતર સંક્લેશ અધ્યવસાનવાળી કાપોતલેશ્યા વાલુકાપ્રભાના અમુક ભાગમાં છે, ત્યારપછી નીચેના ભાગમાં નીલલેશ્યા છે. વાલુકાપ્રભામાં જે અશુભતર નિલલેશ્યા છે તેનાથી તીવ્રતર સંક્લેશ અધ્યવસાનવાળી નીલલેશ્યા પંકપ્રભા નરકમાં છે. પંકપ્રભા નરક કરતાં પણ તીવ્રતર સંક્લેશના અધ્યવસાયવાળી નીલલેશ્યા ધૂમપ્રભાના કેટલાક ભાગમાં છે અને અન્ય ભાગમાં કૃષ્ણલેશ્યા છે. ધૂમપ્રભા કરતાં તીવ્રતર સંક્લેશવાળી કૃષ્ણલેશ્યા તમ પ્રભા નામની છઠ્ઠી નરકમાં છે. છઠ્ઠી નરકની કૃષ્ણલેશ્યાથી તીવ્ર સંક્લેશ અધ્યવસાયવાળી કૃષ્ણલેશ્યા મહાતમ:પ્રભારૂપ સાતમી નારકમાં છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે સાતેય નારકના જીવો સતત અશુભ એવા ક્લિષ્ટ અધ્યવસાયો કરે છે, નીચે નીચેની નરકોમાં ક્લિષ્ટ અધ્યવસાયો પણ અધિક અધિક હોય છે
શુભલેશ્યા અને અશુભલેશ્યા વચ્ચેનો ભેદ આ પ્રમાણે છે –
જેઓનું ચિત્ત તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ ઊહ કરે છે તેઓને શુભલેશ્યા વર્તે છે અથવા જેઓનું ચિત્ત કષાયોની આકુલતાને મંદ કરીને દયાદિ પરિણામવાળું છે તેઓને શુભલેશ્યા વર્તે છે. જેઓ સતત અરતિ, શોક, ઉદ્વેગ આદિ ભાવોથી આક્રાંત છે, ક્રૂરતાદિ ભાવોથી યુક્ત છે તેઓને અશુભલેશ્યા વર્તે છે. નારકીઓને સતત અશુભલેશ્યાનો પરિણામ વર્તે છે, ફક્ત કોઈક નારકો સમ્યક્ત પામે તે વખતે કાંઈક માર્ગાનુસારી ઊહ ચાલતો હોય છે ત્યારે સમ્યક્તપ્રાપ્તિકાલમાં અલ્પ કાલ માટે ભાવથી શુભલેશ્યા વર્તે છે. તે સિવાય સદા તે પ્રકારના પુદ્ગલ અને તે પ્રકારના મન, વચન, કાયાના યોગોને કારણે તેઓને અશુભલેશ્યા વર્તે છે. વળી નરકમાં રહેલા નારકોના નિત્ય અશુભતર પરિણામો કેવા હોય છે? તે સ્પષ્ટ કરે છે – બંધન, ગતિ આદિ દશ પ્રકારના અશુભ પુલના પરિણામો નરકમાં હોય છે. નરકમાં રહેલા નારકીઓને તે તે પુદ્ગલો સાથે સંબંધરૂપ બંધનપરિણામ અત્યંત અશુભ હોય છે.
તેથી એ પ્રાપ્ત થાય કે નરકમાં રહેલા નારકીઓ જે નવા પુદ્ગલો ગ્રહણ કરે છે તે સર્વ અત્યંત અશુભ પુદ્ગલપરિણામો હોય છે. વળી નારકીના જીવોની ગતિ=ગમનની ક્રિયા, અત્યંત ખરાબ સ્વરૂપવાળી હોય છે જેને જોવા માત્રથી ઉગ થાય તેવી હોય છે. વળી સંસ્થાનપરિણામ અત્યંત ખરાબ હુંડા આકૃતિવાળો હોય છે, જેથી તેઓના શરીરને જોવા માત્રથી અત્યંત ઉગ થાય તેવો હોય છે. વળી શસ્ત્રાદિથી તેઓના દેહનો જે ભેદ થાય છે તે પરિણામ પણ અત્યંત બીભત્સ હોય છે.
વર્ણપરિણામનું સ્વરૂપ સ્વયં ભાષ્યકારશ્રી બતાવે છે, તે આ પ્રમાણે છે –